Yoga darshan pranayama asana : યોગ દર્શનમાં (Yoga darshan) આજે આપણે ‘પ્રાણાયામ’ (pranayama) વિશે જાણકારી મેળવીશું. ‘પ્રાણાયામ’ તન-મનના વિકારો દૂર કરીને શરીરન સ્ફૂર્તિ અને તાજગી બક્ષે છે.તો ચાલો જાણીયે ‘પ્રાણાયામ’ ક્યારે કરવું અને ક્યારે ન કરવું તેમજ તેના ફાયદાઓ (pranayama asana benefits) વિશે…
યોગ અભ્યાસમાં વિભિન્ન બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમ કે આસન, પ્રાણાયામ, બંધ અને મુદ્રા આ વિભિન્ન અભ્યાસો યોગના અંગો છે. આસન મુખ્યત્વે શરીરના વિકારો દૂર કરે છે. પ્રાણાયામ એ મનના વિકારો દૂર કરી, મનને શાંત કરે છે. વિભિન્ન હસ્ત મુદ્રાઓ શરીરના તંત્રોની તથા મનને શાંત કરવામાં મદદ કરે છે. તેને વિભિન્ન ફાયદાઓ છે. એટલે કે યોગ અભ્યાસ શરીર અને મન બંને વચ્ચેનો એક આગવો એકમ છે.
પ્રાણાયામ ક્યારે કરવા જોઈએ…
ઉષ્મા પ્રેરક અભ્યાસ થયા પછી અથવા તો અડધો કલાક ચાલ્યા પછી કે દોડ્યા પછી અથવા આસન અભ્યાસ પૂરો થયા પછી પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ. ઉંમર અને ફેફસાની ક્ષમતા અનુસાર અભ્યાસ કરવો.
પ્રાણાયમનો ક્રમ પણ એટલો જ મહત્વનો છે તેનું ધ્યાન રાખવું, જેમ કે પહેલા ભ્રામરી ગુંજન ત્યારબાદ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવો જોઈએ.
પોતાની પ્રકૃતિ અનુસાર પ્રાણાયામની પસંદગી પણ એટલી જ મહત્વની છે. જ્યારે શરીરમાં વધારે એસીડીટી હોય, ત્યારે કપાલભાતિ ન કરવી જોઈએ. ત્યારે અન્ય પ્રાણાયામ એટલે કે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવો હિતાવહ છે. આ પ્રાણાયામ આઠ વર્ષથી માંડીને આજીવન કરી શકાય છે. ભૂખ્યા પેટે સવારે અથવા તો જમ્યા બાદ ત્રણ કે ચાર કલાક પછી પ્રાણાયામનો અભ્યાસ કરવો.
પ્રાણાયામ ક્યારેય ન કરવા
- પ્રાણાયામ તમ-મનને ખૂબ ફાયદો આપે છે પણ તે યોગ્ય સમયે અને ક્રમ અનુસાર કરવું મહત્વપૂર્ણ છે.
- જમ્યા પછી પ્રાણાયામ ન કરવા
- સુતા સુતા પ્રાણાયામ ન કરવા
- આસપાસ વધુ ઘોઘાટ હોય તેવા સ્થળે ન કરવું
- જ્યાં સ્વચ્છ અને કુદરતી વાતાવરણ હોય તેવા સ્થળો પર અભ્યાસ કરવો
- શક્ય હોય તો કુદરતી સાનિધ્યમાં શુદ્ધ હોવામાં અભ્યાસ કરવો વધુ હિતાવહ છે
આ પણ વાંચોઃ યોગ દર્શન : ‘કુંભક’ આસનથી ખભા પહોળા, મજબૂત અને આકર્ષક બનશે
પ્રાણાયામ કરવાના ફાયદા
- પ્રાણાયામ શારીરિક અને માનસિક વિકારો દૂર કરે છે
- ફેફસાઓને તંદુરસ્તી બક્ષે છે
- લોહી શુદ્ધ કરે છે
- શરીરમાં પ્રાણ નીકળતા રોકે છે





