Yoga darshan kashta takshan asana Steps and Benefits : યોગ દર્શનમાં આજે આપણે કાસ્ટ તક્ષાસન (hasta padangusthasana) વિશે જાણકારી મેળવીશું. કાસ્ટ તક્ષાસનનો અભ્યાસ કરવાથી ફેંફસાનું શુદ્ધિકરણ થાય છે અને ફેંફસાની શ્વસન ક્રિયા સુધરે છે. હાથ- ખંભા તેમજ ગળાના સ્નાયુઓ મજબૂત બને છે. તો ચાલો જાણીયે કાસ્ટ તક્ષાસન ક્યારે કરવું અને ક્યારે ન કરવું તેમજ તેના ફાયદાઓ વિશે…
આસન પરિયય – કાસ્ટ તક્ષાસન
યોગ દર્શનમાં આજે આપણે કાસ્ટ તક્ષાસન કરવાની રીત અને તેના ફાયદા- મર્યાદાઓ વિશે જાણીશું. કાસ્ટ તક્ષાસન કરવા માટે સર્વપ્રથમ જમીન ઉપર મેટ કે આસન પર પર બેસવું. ત્યારબાદ ઉભડક બેસીને બંને પગ વચ્ચે દોઢ કે બે ફૂટતું જેટલું અંતર રાખવું. બંને પગના તળિયા જમીન સાથે અડેલા રાખવા. હવે બંને પગના ગોઠણ વાળી યોગ્ય અંતર જાળવી બેસવું. બંને હાથની આંગળીઓ એકબીજામાં ફિટ કરીને મુઠ્ઠી બનાવવી .
હવે ઊંડો શ્વાસ ભરીને બંને હાથ અને ખભા આકાશની દિશમાં ઉપરની તરફ લઈ જવા. શ્વાસ ખાલી કરતા મોઢામાંથી ધ્વનિ (અવાજ કરતા)કરતા સામેની બાજુ બંને હાથ જમણી તરફ લાવવા. આ આસન કરતી વખતે એવી કલ્પના કરવી કે તમે લાકડા કાપી રહ્યા છો એ પ્રકારે ક્રિયા કરવી. ફેફસા પર ધ્યાન આપીને પૂરેપૂરો વાયુ બહાર કાઢવો. ત્યારબાદ બંને હાથ જમીન તરફ લઈ જવાની સાથે સાથે માથાનો ભાગ સીધો રાખી મૂળ સ્થિતિમાં પરત આવવું.
આ આસન ક્યારે કેટલી વાર અભ્યાસ કરવો
કાસ્ટ તક્ષાસનનો અભ્યાસ સવાર કે સાંજ ખાલી પેટે કરવો. આ આસન એક વખતમાં આઠથી દસ વખત કરી શકાય છે.
શ્વસનવિધિ
કાસ્ટ તક્ષાસનનો અભ્યાસ કરતી વખતે બંને હાથ તથા કાંડાનો ભાગ આકાશ તરફ લઈ જતા શ્વાસ લેવો. તેમજ હાથને જમીન પર લઈ જતા અવાસ સાથે શ્વાસ ખાલી કરવો.
કાસ્ટ તક્ષાસનગુઠાસન’ કરવાના ફાયદાઃ-
- ગળાના સ્નાયુને મજબૂત બનાવે છે
- ફેફસામાં શ્વસન ક્રિયામાં વધારો કરે છે
- ફેફસાની અશુદ્ધિઓ દૂર કરી તેને સાફ રાખે છે
- સગર્ભા મહિલા પ્રથમ બે મહિના સુધી અભ્યાસ કરી શકે
- હાથ તથા ખંભાના સ્નાયુઓ મજબૂત બને છે
આ પણ વાંચોઃ યોગ દર્શન : હસ્ત પાદ અંગુઠાસનથી પગના દુખાવામાં રાહત મળશે અને ચાલવાની ક્ષમતા સુધરશે
આસન કોણે ન કરવું :-
- જે લોકોને ઘૂંટણમાં દુખાવો હોય તેવા લોકોએ કાસ્ટ તક્ષાસનનો અભ્યાસ ન કરવો..
- કમરના ભાગમાં જે લોકોએ ઓપરેશન કરાવ્યું હોય કે કમરનો દુખાવો હોય તેઓ લોકોએ પણ આ આસન ન કરવું..
- કાસ્ટ તક્ષાસનનો અભ્યાસ યોગ શિક્ષકની સલાહ સૂચના અનુસાર કરવું.





