/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/Vummidi-Ethiraj-Sengol-3.jpg)
યોગ દર્શન : ‘લોલાસન’ કરવાની રીત અને ફાયદાઓ
Yoga darshan Lolasana : યોગ દર્શનમાં (Yoga darshan) આજે આપણે ‘લોલાસન’ આસન (bhunamanasana) વિશે જાણકારી મેળવીશું. ‘લોલાસન’(Lolasana) આસન કરવાથી હાથના કાંડા, ખંભા અને પેટની માંસપેશીઓ મજબૂત બને છે. તો ચાલો જાણીયે ‘લોલાસન’ આસન કરવાની રીત (Lolasana tips) અને તેના ફાયદાઓ (Lolasana benefits) વિશે…
આસન પરિયય - ‘લોલાસન’
યોગ દર્શનમાં આજે આપણે ‘લોલાસન’ વિશે જાણીશું.'લોલાસન' આસન કરવા માટે સૌ પ્રથમ મેટ પર પદ્માસનમાં બેસવું, ત્યારબાદ બંને હાથ સાંથળ પાસે એક લાઇનમાં મૂકવા પછી બંને હાથ પર થોડુંક બળી આપીને પદ્માસનની સ્થિતિ સાથે શરીરને જમીનથી આકાશ તરફ ઉપર ઉઠાવવું
‘લોલાસન’ ક્યારે અને કેટલી વખત કરવું?
લોલાસન આસનનો અભ્યાસ સવારે કે સાંજે ખાલી પેટ ગવ્યાત્મક 4 થી 5 વાર અને રોકાણને 2 વાર અભ્યાસ કરવો.
શ્વસનવિધિ
શરીર ઉપર ઉઠાવતા શ્વાસ લેવો, નીચે તરફ આવતા શ્વાસ ખાલી કરવો.
‘લોલાસન’ આસન કરવાના ફાયદાઃ-
- કાંડા, ખંભા અને પેટની માંસપેશીઓ મજબૂત બનાવે છે
- આ આસન અભ્યાસ નિયંત્રણ, સમન્વય અને કુશળતા આપે છે
- પેટની વધારાની ચરબી ઓછી કરે છે
- વક્ષીયભાગનો વિકાસ કરવામાં મદદરૂપ થાય છે
- હાથની માંસપેથીઓ, નસો, સાંધાને મજબૂત બનાવે છે
આ પણ વાંચોઃ યોગ દર્શન : ‘ભૂ નમન આસન’થી હાથના પંજા, કોણી અને ખભાના સાંધા બનશે મજબૂત
આ આસનની મર્યાદાઓઃ-
જે લોકોના કાંડા, ખભાની નાની મોટી સર્જરી કરાવેલી હોય તેવી વ્યક્તિએ તથા સર્વાઇકલની સમસ્યા ધરાવતા લોકોએ યોગ શિક્ષકની સલાહ સુચના અનુસાર લોલાસન આસનનો અભ્યાસ કરવો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us