oga Darshan Utthita Padmasana Exercise : યોગ દર્શનમાં આપણે મુદ્રાસન વિશે જાણકારી મેળવીશું. મુદ્રાસનનો અભ્યાસ કરવાથી કરોડરજ્જુ, પેટ અને આંતરડાને કસરત મળે છે. મુદ્રાસન કરવાથી કરોડરજ્જુ મજબૂત અને સ્થિતિસ્થાપક બને, પેટની ચરબી ઘટાડે છે અને ગેસની તકલીફમાં રાહત મળે છે. તો ચાલો મુદ્રાસન કરવાની રીત અને તેના ફાયદાઓ વિશે જાણીયે…
આસન પરિયય – મુદ્રાસન (Utthita Padmasana)
યોગના અન્ય આસન અભ્યાસની જેમ મુદ્રાસન પણ સરસ યોગાસન છે. મુદ્રાસન બહુ સરળ રીતે કરી શકાય છે અને બહુ વધુ લાભદાયી છે. મુદ્રાસન કરવા માટે સૌથી પહેલા મેટ પર સીધા ઊભા રહો અને બંને પગ વચ્ચે એક દોઢ ફૂટનું અંતર રાખવું. હવે બંને હાથને પીઠની પાછળ લઇ જઇ લોક કરવા. ત્યારબાદ માથાનો ભાગ ધીમે ધીમે આગળની બાજુ જમીન તરફ લઇ નીચે જવાનો પ્રયત્ન કરવો. તમારી ક્ષમતા અનુસાર આ સ્થિતિમાં રોકાવવું. આ યોગાસન કરતી વખતે પગને એકદમ સીધા રાખવા, ઘુંટણમાંથી વાળવા નહીં.
મુદ્રાસન ક્યારે કરવો જોઇએ (Which Time Best For Utthita Padmasana)
મુદ્રાસન સવાર કે સાંજ ખાલી પેટે અભ્યાસ કરી શકાય. શરૂઆતમાં પાંચ થી છ વાર આ યોગાસનનો અભ્યાસ કરવો. પ્રેક્ટિસ વધ્યા પછી તેમાં હોલ્ડિંગનો સમય વધારી શકાય છે.
મુદ્રાસનમાં શ્વસન ક્રિયા
મુદ્રાસનના અભ્યાસમાં જમીન તરફ ઝુકતી વખતે શ્વાસ ખાલી કરવો.
મુદ્રાસનના ફાયદા (Utthita Padmasana Benefits)
- હાથ અને પગના સ્નાયુઓ મજબૂત બનાવે છે.
- વાયુ વિકાર ઓછો કરે છે.
- આંતરડાઓને માલિશ મળે છે.
- પાચનક્રિયામાં સુધારો લાવે છે.
- પેટની ચરબી ઘટે છે.
- કરોડરજ્જુમાં યોગ્ય વળાંક આવે અને સ્થિતિસ્થાપક બને છે
આ પણ વાંચો | તમે જે ગોળ ખાઓ છો તે પૌષ્ટિક છે કે ભેળસેળવાળો? શુદ્ધ ગોળ ઓળખવા માટે સ્માર્ટ ટિપ્સ જાણો
મુદ્રાસનની મર્યાદા
જે લોકોને ઘૂંટણમાં દર્દ હોય કે કમરના મણકામાં દુખાવો હોય તેવા લોકોએ આ અભ્યાસ ન કરવો. યોગ શિક્ષકની સલાહ સૂચનો અનુસાર અભ્યાસ કરવો હિતાવહ છે.





