Yoga darshan supta vajrasana Steps and Benefits : યોગ દર્શનમાં (Yoga darshan) આજે આપણે ‘સુપ્ત વજ્રાસન’ (supta vajrasana) વિશે જાણકારી મેળવીશું. ‘સુપ્ત વર્જાસન’નો અભ્યાસ કરવાથી આંતરડાની શુદ્ધી થાય છે અને કબજીયાતની બીમારી દૂર થાય છે. તેમજ આ આસન કરવાથી ધ્યાનયોગ માટેની સ્થિતિ માટે વ્યક્તિ થાય છે. તો ચાલો જાણીયે ‘સુપ્ત વર્જાસન’ ક્યારે કરવું અને ક્યારે ન કરવું તેમજ તેના ફાયદાઓ વિશે…
આસન પરિયય – સુપ્ત વજ્રાસન
સુપ્ત વજ્રાસન કરવાની રીત
સુપ્ત વજ્રાસનનો અભ્યાસ કરવા માટે સર્વપ્રથમ મેટ પર વજ્રાસનની અવસ્થામાં સીધા બેસવું. બંને પગની વચ્ચે થોડુંક અતર રાખીને કમરનો ભાગ જમીન પર મૂકવો. ત્યારબાદ બંને કોણીનો સપોર્ટ લઇ પીઠનો ભાગ પાછળની બાજુ જમીન તરફ લઇ જવો. હવે ખભા અને માથાનો ભાગ જમનીન પર એક લાઇનમાં રાખવા. બંને પગ ભેગા અને જમીન પર લગાવીને રાખવા. બંને હાથ જાંઘની ઉપર અથવા માથાના પાછળના ભાગમાં લગાવી શકાય છે.
સુપ્ત વજ્રાસન ક્યારે કેટલી વાર અભ્યાસ કરવો
આ આસનનો સવાર કે સાંજે ખાલી પેટે અભ્યાસ કરવો.
સુપ્ત વજ્રાસનની શ્વસનવિધિ
શરૂઆતમાં શ્વાસ લેવો અને પાછા આવતી વખતે શ્વાસ ખાલી કરતા મૂળ સ્થિતિમાં પરત આવવું
સુપ્ત વજ્રાસન કરવાના ફાયદાઃ-
- જાંઘને મજબૂત બનાવે છે
- પેટના આંતરડા શુદ્ધ કરે છે
- કબજીયાતની બીમારી મટાડે
- થાઇરોઇડની ગ્રંથીને લાભ પહોંચાડે છે
- ફેફસાને વધુ ખોલે છે
- ધ્યાનની સ્થિતિ માટે તૈયાર કરે છે
આસન કોણે ન કરવું :-
સાઇટિકા, કમરનો દુખાવો, ઘુંટણનો દુખાવો જેવી સમસ્યા ધરાવતા લોકોએ આ આસનનો અભ્યાસ કરવો નહીં.





