Yoga Darshan Trikonasana Steps and Benefits : યોગ દર્શનમાં આપણે ત્રિકોણાસન વિશે જાણકારી મેળવીશું. ત્રિકોણાસનનો અભ્યાસ કરવાથી પેટ અને આતરડાંના અંગની કસરત થાય છે તેમજ વાયુ વિકારની સમસ્યા મટે છે. હાથ-પગના સ્નાયુઓમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે અને મજબૂત બને છે. તો ચાલો જાણીયે ત્રિકોણાસન કેવી અને ક્યારે કરવું તેમજ તેના ફાયદાઓ વિશે…
આસન પરિયય – ત્રિકોણાસન
ઉષ્મા પ્રેરક વ્યાયામ બાદ ત્રિકોણાસનનો અભ્યાસ કરવો. ત્રિકોણાસન કરવા માટે સર્વ પ્રથમ મેટ પર સીધા ઉભા રહેવું. બંને પગ વચ્ચે એક સીધી લાઈનમાં યોગ્ય અંતર જાળવવું. હવે બંને હાથને સાઇડની બાજુમાં ખભાની સમાંતર સીધા રાખવા. ત્યારબાદ આગળની તરફ નીચે નમીને ડાબા હાથ વડે જમણા પગનો અંગૂઠો પકડવો કે ત્યાં હાથ રાખવો અને જમણો હાથ આકાશની દિશામાં ઉપરની તરફ લઈ જવો. આ સ્થિતિમાં હોવ ત્યારે નજર જમણા હાથના પંજા પર આકાશની તરફ રાખવી. આ પોઝિશનમાં ક્ષમતા હોય તેટલા સેકન્ડ માટે રોકાવવું અને રિવર્સ પોઝિશનમાં મૂળ સ્થિતિમાં પાછા આવું. આવી જ રીતે જમણા હાથ વડે ડાબા પગનો અંગુઠો પકડીને ત્રિકોણ આસનનો અભ્યાસ કરવો.
ત્રિકોણાસન ક્યારે અને કેટલી વાર કરવું
ત્રિકોણાસનનો અભ્યાસ સવારે કે સાંજે ખાલી પેટે કરી શકાય છે. ગધ્યાત્મક રીતે 10 થી 12 વખત અને ક્ષમતા અનુસાર રોકાઈ શકાય. ત્રિકોણ આસનમાં એક બાજુ 10 થી 15 સેકન્ સુધી રોકાઇ શકાય છે.
ત્રિકોણાસનની શ્વસન ક્રિયા
આ યોગાસનનો અભ્યાસ દરમિયાન નીચેની તરફ જતી વખતે શ્વાસ ખાલી કરવો અને ઉપરની તરફ આવતી વખતે શ્વાસ અંદર લેવો.
ત્રિકોણાસનના ફાયદાઃ-
- પાચન ક્રિયા સુધારે છે
- આંતરડાના અંદરના ભાગની કસરત થાય છે
- વાયુ વિકારને નિયંત્રિત કરે છે
- હાથ પગની માસ પેશીઓ અને સાંધાને મજબૂત બનાવે છે
- પેટની વધારાની ચરબી ઓછી કરે છે
- સ્નાયુઓમાં લોહીનું સર્ક્યુલેશન વધે છે
- ફેફસા હૃદય અને આંતરડા માટે લાભદાયી
આ પણ વાંચો | યોગ દર્શન : અનુલોમ વિલોમ પ્રાણાયામ – બ્લડ પ્રેશરની બીમારીમાં ફાયદાકારક
ત્રિકોણાસનની મર્યાદા
- જે લોકોએ પેટની સર્જરી કરાવી હોય તેમણે ત્રિકોણ આસનનો અભ્યાસ કરવો નહી
- જેમણે હૃદયનું ઓપરેશન કરાવ્યું તેવા લોકોએ યોગ પ્રશિક્ષક સલાહ અનુસાર અભ્યાસ કરવો.





