યોગ દર્શનઃ ઉત્થીત પદ્માસન ગેસની તકલીફમાં રાહત આપશે અને હૃદયને મજબૂત બનાવશે

Yoga Darshan Utthita Padmasana Exercise : યોગ દર્શનમાં આપણે ઉત્થીત પદ્માસન પદ્માસન વિશે જાણકારી મેળવીશું. ઉત્થીત પદ્માસન કરવાથી કમર-પેટ અને હાથના અંગોની કસરત થાય છે. ઉત્થીત પદ્માસન કરવાની રીત અને તેના ફાયદાઓ જાણો

Yoga Darshan Utthita Padmasana Exercise : યોગ દર્શનમાં આપણે ઉત્થીત પદ્માસન પદ્માસન વિશે જાણકારી મેળવીશું. ઉત્થીત પદ્માસન કરવાથી કમર-પેટ અને હાથના અંગોની કસરત થાય છે. ઉત્થીત પદ્માસન કરવાની રીત અને તેના ફાયદાઓ જાણો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Yoga darshan | Utthita Padmasana Pose | Utthita Padmasana benefits | Utthita Padmasana steps | Yogasana | yoga exercise

યોગ દર્શનઃ ઉત્થીત પદ્માસન કરવાની રીત અને ફાયદા જાણો. (Photo - ieGujarati)

Yoga Darshan Utthita Padmasana Exercise : યોગ દર્શનમાં આપણે ઉત્થીત પદ્માસન પદ્માસન વિશે જાણકારી મેળવીશું. ઉત્થીત પદ્માસનનો અભ્યાસ કરવાથી કમર - પેટ અને હાથને કસરત મળે છે. ઉથિત પદ્માસન કરવાથી પેટની ચરબી ઘટે છે, હાથના પંજા અને કોણી મજબૂત બને છે. હૃદયની પણ કસરત થાય છે. તો ઉથિત પદ્માસન કરવાની રીત અને તેના ફાયદાઓ વિશે ચાલો જાણીયે…

Advertisment

આસન પરિયય - ઉત્થીત પદ્માસન (Utthita Padmasana)

ઉત્થીત પદ્માસન એ નીચે બેસીને કરવામાં આવતું એક આસન છે. હળવો યોગ અભ્યાસ થયા બાદ આ આસન કરવું જોઈએ. ઉત્થીત પદ્માસન કરવા માટે સર્વપ્રથમ સુખાસનમાં નીચે બેસવું. પીઠ અને કમરનો ભાગ સીધો ટટ્ટાર રાખવો. ત્યારબાદ જમણો પગનો પંજો ડાબા પગની જાંધ ઉપર અને ડાબા પગનો પંજો જમણા પગની જાંધ ઉપર ક્રોસ થાય તેવી રીતે મૂકવો. હવે બંને હાથને કમરની નજીક જમીન પર એક લાઈનમાં રાખવા. હવે શરીરનું સંતુલન જાળવી બંને હાથના પંજાની મદદથી શરીરને પદ્માસનની મુદ્દામાં આકાશની તરફ ઉંચે લઇ જવું. આ સ્થિતિમાં થોડાક સમય માટે રોકાવું.

ઉત્થીત પદ્માસન ક્યારે કરવો જોઇએ (Which Time Best For Utthita Padmasana)

ઉત્થીત પદ્માસનનો અભ્યાસ સવારે કે સાંજે ખાલી પેટે કરવો જોઇએ.

ઉત્થીત પદ્માસનમાં શ્વસન ક્રિયા

ઉત્થીત પદ્માસનનો અભ્યાસ દરમિયાન શરીરની ઉપર ઉઠાવતા શ્વાસ અંદર લેવો અને નીચે આવતી વખતે શ્વાસ બહાર છોડવો.

Advertisment
https://www.instagram.com/p/CziRRYAJXS7/?hl=en

ઉત્થીત પદ્માસનના ફાયદા (Utthita Padmasana Benefits)

  • પેટના સ્નાયુઓની મજબૂત બનાવે છે.
  • હાથના પંજા કોણી અને કમરના સ્નાયુને મજબૂત બને છે.
  • પાચન ક્રિયાને સુધારે છે.
  • વાયુ વિકારને નિયંત્રિત કરે છે.
  • પેટની ચરબી ઘટાડે છે
  • હૃદયને મજબૂત બનાવે છે

આ પણ વાંચો | યોગ દર્શનઃ અર્ધ ચક્રાસનથી પેટની ચરબી ઘટશે, શરીરનું સંતુલન પણ જળવાશે

ઉત્થીત પદ્માસનની મર્યાદા

જે લોકોને કમરના ભાગનો દુખાવો હોય તેમણે આ યોગાસન કરવું નહીં.
ખભામાં દુખાવો હોય કે મણકાનું કોઈપણ પ્રોબ્લેમ હોય તેવા લોકોએ આ અભ્યાસ યોગ શિક્ષકની સલાહ સૂચના અનુસાર કરવો જોઇએ.

યોગ જીવનશૈલી health tips knowledge