Yoga Day: તમને ગરમી વધારે લાગે છે? કુદરતી રીતે શરીરને ઠંડુ રાખશે આ 2 યોગાસન

Yoga Benefits To Beat Summer Heat: અહીં યોગના એવા 2 આસાન વિશે જણાવી રહ્યા છીએ, જેનો સવારે નિયમિત અભ્યાસ કરવાથી આખો દિવસ શરીરને ઠંડુ રાખવામાં મદદ મળી શકે છે.

Written by Ajay Saroya
June 19, 2024 18:51 IST
Yoga Day: તમને ગરમી વધારે લાગે છે? કુદરતી રીતે શરીરને ઠંડુ રાખશે આ 2 યોગાસન
Yoga Day 2024: યોગ દિવસ દર વર્ષે 21 જૂનના રોજ ઉજવાય છે. (Photo - Freepik)

Yoga Benefits To Beat Summer Heat: દેશભરમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે. સવારથી જ કાળઝાળ તડકાના કારણે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. સાથે જ દિવસ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ ગરમીનો પ્રકોપ પણ વધવા લાગે છે. પરિસ્થિતિ એવી છે કે આ દિવસોમાં લોકો રાત્રે પણ ગરમ હવાથી પરેશાન છે. આવી સ્થિતિમાં, સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

હીટવેવથી બચવા માટે ખાસ કરીને કાળઝાળ તડકામાં હેલ્થ એક્સપર્ટ્સ ઘરની બહાર નીકળતી વખતે હાથ, પગ, માથું ઢાંકવાની સલાહ આપે છે અને આહારમાં પાણીથી ભરપૂર ખાદ્યચીજોનું સેવન કરવાનું કહે છે. જો કે, જો તમે એવા લોકોમાંના એક છો જેમને વધારે ગરમી લાગે છે, તો તમારે ડાયટ સિવાય, તમારી લાઇફસ્ટાઇલ પર પણ ધ્યાન આપવાની જરૂર છે.

અહીં અમે તમને જણાવી રહ્યા છીએ યોગના એવા 2 સરળ આસન વિશે, જેનો સવારે નિયમિત અભ્યાસ કરવાથી આખો દિવસ શરીરને ઠંડુ રાખવામાં મદદ મળી શકે છે. આવો જાણીએ તેમના વિશે-

શીતલી પ્રાણાયામ (Shitli Pranayam)

શીતલી પ્રાણાયામનો અભ્યાસ શરીરના તાપમાનને ઘટાડવામાં અને પિત્તની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ માનવામાં આવે છે.

શીતલી પ્રાણાયામ કરવાની રીત

  • શીતલી પ્રાણાયામ કરવા માટે સૌથી પહેલા ખુલ્લી જગ્યામાં જમીન પર એક યોગ મેટ પાથરીને પાથરીને ટટ્ટાર બેસો.
  • તમારા હાથને ઘુંટણ પર જ્ઞાન મુદ્રામાં મૂકો અને આંખો બંધ કરો.
  • હવે તમારી જીભને બંને બાજુની કિનારીથી વાળીને મોંની બહાર કાઢો અને ધીમે ધીમે શ્વાસને અંદરની તરફ ખેંચો.
  • આ પછી જીભને અંદર લઇ જાવ અને ધીમે ધીમે નાકમાંથી શ્વાસ બહાર કાઢો.
  • આ રીતે, તમે શીતલી પ્રાણાયામને 3 થી 4 વખત પુનરાવર્તિત કરી શકો છો.

શીતકારી પ્રાણાયામ (Shitkari Pranayama)

શીતકારી પ્રાણાયામ પણ મન અને મગજને શાંત કરીને શરીરને ઠંડુ રાખવામાં મદદરૂપ માનવામાં આવે છે, સાથે જ આ આસનનો અભ્યાસ કરવાથી પિત્તની સમસ્યાથી પણ રાહત મળે છે.

https://www.instagram.com/p/C8BlJTrBirK/

શીતકારી પ્રાણાયામ કરવાની રીત

  • શિતકારી પ્રાણાયામ કરવા માટે સૌ પ્રથમ તો એક ખુલ્લી અને શાંત જગ્યાએ જમીની પર મેટ પાથરી સીધા બેસો.
  • યોગ કરવા માટે તમારી કમર સીધી રાખો, ખભાને આરામ આપો અને બંને હાથને ઘૂંટણ પર રાખી જ્ઞાન મુદ્રામાં બેસો.
  • હવે તમારી આંખો બંધ કરો અને ધીમે ધીમે બે થી ત્રણ વખત શ્વાસ લો અને બહારની તરફ છોડો.
  • આમ કર્યા પછી, તમારા જડબાંને ભેગા કરીને બેસો. આ સમય દરમિયાન, તમારા ઉપરના અને નીચેના દાંત સંપૂર્ણપણે એક સાથે જોડેલા રાખવા. એટલે કે, ઉપર – નીચેના દાંત વચ્ચે કોઇ અંતર ન હોવું જોઈએ.

આ પણ વાંચો | કંઇ ઉમરમાં કેટલો સમય કસરત કરવી જોઈએ? શું કહે છે WHO ગાઈડલાઈન?

  • હવે, એ જ રીતે, દાંતને જોડતી વખતે મોઢું હળવેથી ખોલો અને શ્વાસને જડબામાંથી અંદરની તરફ ખેંચો. આ સમય દરમિયાન તમારા દાંત એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ.
  • ત્યારબાદ મોં બંધ કરો અને નાક દ્વારા શ્વાસ બહાર કાઢો.
  • આમ તમે શિતકારી પ્રાણાયામને 4 થી 5 વખત પુનરાવર્તિત કરી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ