/indian-express-gujarati/media/media_files/2026/02/17/yoga-for-students-2026-02-17-15-45-16.jpg)
પરીક્ષાના તણાવનો સામનો કરવા માટે 5 શ્રેષ્ઠ યોગ કસરતો Photograph: (સોશિયલ મીડિયા)
સારું પ્રદર્શન કરવાની વધતી જતી અપેક્ષાએ શાળાના બાળકોમાં બિનજરૂરી તણાવ ઉભો કર્યો છે. ડિપ્રેશન, ગભરાટ અથવા ખોટા વિચારો અનુભવતા બાળકોની સંખ્યામાં પણ વધારો થયો છે. યોગ નિષ્ણાતો માને છે કે યોગના દિવ્ય સાધનથી માતા-પિતા તેમના બાળકોને તમામ કામો અને પરીક્ષાના તણાવનો સામનો કરવામાં મદદ કરી શકે છે.
દરેક ઉંમરના બાળકો યોગથી તેમના કલ્યાણ અને તમામ સ્તરે વિકાસ માટે લાભ મેળવી શકે છે. યાદશક્તિ, એકાગ્રતા અને ધ્યાન આ બધું શાળામાં બાળકોના પ્રદર્શનમાં ઘણો સુધારો કરી શકે છે, જેનાથી તેઓ વધુ શ્રેષ્ઠ અને ભવિષ્યના નેતૃત્વ માટે લાયક બની શકે છે.
પરીક્ષાના તણાવનો સામનો કરવા માટે 5 શ્રેષ્ઠ યોગ કસરતો
કાકાસન: સમસ્તીથી શરૂઆત કરો. તમારી હથેળીઓને સપાટ રાખો. આગળની તરફ વળો જેથી તમારા શરીરનું વજન તમારા હાથ પર રહે. સંતુલન જળવી રાખો અને તમારા પગ ઉપરની બાજુ ઉઠાવો.
પદ્માસન: તમારા ડાબા ઘૂંટણને વાળો અને તેને તમારી જમણી જાંઘ પર રાખો. તમારા જમણા ઘૂંટણ સાથે પણ આવું જ કરો, તેને તમારી ડાબી જાંઘ પર રાખો.
ઉનાળામાં તરબૂચ ખાવાનું કરી દો શરૂ, પેટ સાફ રહેશે... ત્વચા ચમકશે... જાણો તમત્કારિક ફાયદાઓ
પદસ્થાસન: સીધા ઉભા રહીને શ્વાસ લેતા તમારા હાથને ઉપરની બાજુ ઉંચા કરો. શ્વાસ બહાર કાઢતા પહેલા એક કે બે સેકન્ડ માટે તમારા શ્વાસ રોકો અને તે જ સમયે આગળની બાજૂ નમો. તમારા હાથ તમારા પગને સ્પર્શ કરવા જોઈએ, અને આ આસન કરતી વખતે તમારા ઘૂંટણને વાળવાનો પ્રયાસ ના કરો.
સુપર બ્રેઈન યોગ: તમારા ડાબા હાથને ઉંચો કરો અને તમારા અંગૂઠા અને તર્જની આંગળીને તમારા જમણા કાનના લોબ પર રાખો, જ્યારે સીધા ઊભા રહો અને તમારા હાથને બાજુઓ પર રાખો. તમારા જમણા હાથને ઉંચો કરો, તમારા ડાબા કાનના લોબને તમારા અંગૂઠાની સામે રાખો. તમારો ડાબો હાથ તમારા જમણા હાથની સામે હોવો જોઈએ.
ગણેશ નમસ્કાર: તમારા ડાબા હાથથી તમારા જમણા કાનના લોબને તમારા અંગૂઠા અને તર્જની આંગળીથી પકડો. તમારો અંગૂઠો આગળ તરફ હોવો જોઈએ. ઊંડો શ્વાસ બહાર કાઢો અને ધીમે ધીમે બેસવાની સ્થિતિમાં બેસો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us