Yoga benefits: તણાવમુક્ત અને સ્વસ્થ જીવનનું સરનામું છે આ 3 યોગાસન, યોગાસનના થશે પુષ્ક્ળ ફાયદા

Yoga benefits: યોગાસનમાં શિશુઆસન ( ચાઈલ્ડ પોઝ) (Shishuasana:Child's Pose) કબજિયાત દૂર કરે છે અને નર્વસ સિસ્ટમને શાંત કરે છે.

Written by shivani chauhan
December 19, 2022 10:15 IST
Yoga benefits: તણાવમુક્ત અને સ્વસ્થ જીવનનું સરનામું છે આ 3 યોગાસન, યોગાસનના થશે પુષ્ક્ળ ફાયદા
Paschimottanasana

Yoga benefits: યોગ ઘણા વર્ષોથી ફિટનેસ સ્પેક્ટ્રમનો એક ભાગ છે. તે સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ સમસ્યાઓ માંથી રાહત આપવામાં ફાયદાકારક છે. જો તમે બીમારીઓમાંથી જલ્દી મુક્તિ ઈચ્છો છો આ 3 સરળ પોઝ વાળા યોગાસન શરૂઆતના દિવસોમાં કરવા જોઈએ.

પશ્ચિમોત્તાનાસન:

પશ્ચિમોત્તનાસન ફક્ત એક બેકસ્ટ્રેચ છે જે તમારા શરીરને પુષ્કળ ફાયદો પહોંચાડી શકે છે. તેના ફાયદા નીચે પ્રમાણે છે.

ખભાને ટોન કરે છે.પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.માસિકસ્ત્રાવની અગવડતા દૂર કરે છે.તણાવમુક્ત કરવામાં મદદગારશરીરની ખરાબ મુદ્રાને સુધારવામાં મદદ કરેયાદશક્તિ વધારવા ફાયદાકારક

આ પણ વાંચો: Health benefits of dates: પુરુષો માટે લાભકારક છે પલાળેલી ખજુર,બીમારીઓથી દૂર રાખવામાં મદદરૂપ

મર્જિયારાસન (કેટ પોઝ):

તમારા ઘૂંટણને સીધા અને કેટ જેવો પોઝ બનાવવો અથવા ટેબલ ટોપ પોઝીશનમાં ઊભા રહો. પંજો અને ચહેરો આગળ એકજ દિશામાં હોવા જોઈએ અને તમારા પગ ફ્લોર પર તમારા પગની બૂટની બાજુ સાથે ફ્લોર પર હોવા જોઈએ.

(file photo: cat pose)

શરીરની લવચીકતા વધારેમાસિક ધર્મના દુખાવામાં રાહત આપેતમારા હાડકા મજબૂત કરેભાવનાત્મક સંતુલન બનાવે છેતણાવ દૂર કરે છે અને મનને શાંત કરે છેપાચનશકિત વધારવા માટે ફાયદાકારકબ્લડ સરકયુલેશન સુધારે છે.

આ પણ વાંચો: શિયાળામાં કરો આ 3 યોગાસન, કેટલા ફાયદાકારક, જાણો

શિશુઆસન ( ચાઈલ્ડ પોઝ):

તમારી રાહ પર બેસો. આગળ નમવું અને તમારા કપાળને ફ્લોર પર નીચે કરો.તમારા હાથને તમારા શરીરની સાથે ફ્લોર પર રાખો, હથેળીઓ ઉપરની તરફ રાખો. જો આ આરામદાયક ન હોય, તો તમે એક મુઠ્ઠી બીજાની ઉપર મૂકી શકો છો અને તમારા કપાળ પર આરામ કરી શકો છો. ધીમેધીમે તમારી છાતીને પગના ઘૂંટણ સુધી લઇ જાઓ.

Child pose

કબજિયાત દૂર કરે છે અને નર્વસ સિસ્ટમને શાંત કરે છે.તમારા ખભા, પીઠ અને સ્પાઈનને મજબૂતી પુરી પડે છે.પીઠને તદ્દન આરામ આપે છે. જો કે પીઠ પર જો કોઈ ગંભીર ઇજા થઇ હોઈ તો આ યોગાસન કરવાનું ટાળવું જોઈએ અને પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.પ્રેગ્નેન્ટ મહિલાઓએ આ યોગાસન ન કરવો જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ