મોટાભાગના લોકો આજ ખુબજ વ્યસ્ત જીવન જીવી રહ્યા છે. પછી વ્યસ્તતા થાક, તણાવનું કારણ બને છે. પણ રોજ ઓછામાં ઓછી 20 મિનિટ તમારી માટે કાઢવી ખુબજ જરૂરી છે. આ 20 મિનિટમાં તમે યોગા કરી શકો છો જે તમને આખો દિવસ તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ તો કરાવશે જ સાથે તમે તનાવમુક્ત કરવામાં પણ મદદરૂપ થશે. પૌરાણિક સમયથી આપણા દેશમાં યોગનું મહત્વ છે. યોગ કરવાના પુષ્ક્ળ ફાયદા છે. ફાયદાકારક યોગની આજે શુભ શરૂઆત કરો, જાણો અહીં 3 મહત્વ પૂર્ણ યોગાસન વિશે વાત કરી છે જે તમે શરૂઆતના દિવસોમાં કરી શકો છો.
ભુજંગાસન ( કોબ્રા પોઝ):
ભુજંગાસન અથવા કોબ્રા પોઝ એ ઘણી સમસ્યાઓનો ઉકેલ છે, તમે ઘરે બેસીને (અથવા સુતા-સુતા) ભુજંગાસન (કોબ્રા પોઝ) કરી શકો છો,એ એક પોઝ છે જે તમે પેટ પર સૂઈને કરી શકો છો. તે તમારા શરીરને (ખાસ કરીને પીઠ), એક સારો સ્ટ્રેચ આપે છે. રોજનો થાક અને તમારા તણાવને લગભગ તરત જ દૂર કરવામાં મદદરૂપ થાય છે.

આ પણ વાંચો:
- કોબ્રા પોઝ રક્ત પરિભ્રમણ સુધારે છે
- સમગ્ર પીઠ અને ખભાને મજબૂત બનાવે છે
- પેટને ટોન કરવામાં મદદરૂપ છે
- થાક અને તાણ ઘટાડમાં મદદરૂપ થાય છે
- અસ્થમા જેવા શ્વસન સંબંધી દર્દીઓ માટે ઉપયોગી
આ પણ વાંચો:
સવાસન:
સવાસન કરવાથી અનિદ્રાથી છુટકરો મળે છે ઊંઘમાં સુધારો કરવામાં મદદરૂપ થાય છે. તમને તનાવમુક્ત કરવામાં મદદરૂપ થાય છે. આ યોગાસન તમારી યાદશકિત અને આત્મવિશ્વાસ વધારે છે. ડિપ્રેશન જેવી બીમારીથી તમને દુર રાખવામાં મદદગાર છે.આ ઉપરાંત તમારું શારીરિક સ્વાસ્થ્ય સુધારે છે. તેથી હંમેશા સવાસન યોગા કરીને તમારી દિનચર્યાનો અંત કરવો જોઈએ.

આ પણ વાંચો: આ 3 વસ્તુની પેસ્ટ તમારા દાંતને ચમકાવશે,જાણો એક્સપર્ટ પાસેથી
વીરભદ્રાસન (યોદ્ધા પોઝ):
બેઠાડુ જીવનશૈલી જીવતા લોકો માટે આ યોગાસન ખુબજ મહત્વપૂર્ણ અને ફાયદાકારક છે. વીરભદ્રાસન શરીરનું સંતુલન સુધારે છે, સહનશક્તિ વધારે છે અને ખભાને મજબૂત બનાવે છે. આ ઉપરાંત પગ, હાથ અને પીઠની નીચેના ભાગને સ્ટ્રોંગ બનાવામાં મદદરૂપ થાય છે.
- તમારા ખભા, હાથ, પગ, પગની ઘૂંટીઓ અને પીઠ, હિપ્સ, છાતી અને ફેફસાંને મજબૂત બનાવે છે.
- ધ્યાન, સંતુલન અને સ્થિરતા સુધારે છે.
આ પણ વાંચો: Acid Attack First Aid:એસિડથી સ્કિન દાઝી જાય તો આ રીતે કરો પ્રાથમિક સારવાર, આ બાબતનું રાખો ખાસ ધ્યાન
પૌરાણિક યોદ્ધા વીરભદ્રના નામ પરથી વિરભદ્રાસનનું નામ પડ્યું છે, શરીરને મજબૂત બનાવે અને શક્તિશાળી આસનોના ક્રમનું પ્રતિનિધિત્વ કરે છે તે સમજાવતા, કરીના કપૂરના ફિટનેસ ટ્રેનર અંશુકા પરવાણીએ કહ્યું કે, “ વીરભદ્રસનનું દરેક મુખ્ય આસન તેના વિરોધી સામેના તેના યુદ્ધના ક્રમનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં તેની રચના, યુદ્ધ, વિજય પછી શાંતિ – વોરિયર 1, 2, 3 અને રિવર્સ વોરિયરનો સમાવેશ થાય છે.”