Acid Attack First Aid: દિલ્લીના દ્વારકા વિસ્તારમાં 17 વર્ષની છોકરી છે વિધાર્થીની હતી તેના પર એસિડ અટેક થયાનો કિસ્સો સામે આવ્યો હતો. દિલ્લી પોલિસ મુજબ એસિડ અટેકમાં વિધાર્થીની લગભગ 8 % દાઝી ગઈ છે, જેની હાલ સારવાર ચાલી રહી છે. એસિડ અટેકનું નામ સાંભળતા આપણી રૂંવાટી ઉભી થઇ જાય છે અને પીડિતને જોઈએ ધ્રુજી જઈએ છીએ. એવામાં મગજમાં એકજ સવાલ થાય છે કે પીડિતાને હોસ્પિટલ લઇ જતા પહેલા પ્રાથમિક સારવાર શું કરવો જોઈએ જેથી વધારે નુકસાન ન થાય.
એસિડ અટેકનો શિકાર ઘણીવાર નાના બાળકો પણ થઇ શકે છે, ઘરમાં ખાસ પ્રકારના કેમિકલ અને એસિડ રાખવાથી કોઈ વાર બાળક ભૂલથી જેનો શિકાર બની શકે છે. એસિડથી દાઝવું અત્યંત પીડાદાયક હોય છે તેથી તેનાથી બચાવ કરવો જરૂરી છે.
આ પણ વાંચો: વર્ષ 2022માં Google પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ આ 6 રોગ અને ઘરેલુ નુસખા, જાણો અહીં
ઇંદ્રાપુરમમાં કન્સલ્ટન્ટ ફિઝિશિયન એન્ડ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર પરમજીતના મત મુજબ થોડી વારનો ગુસ્સો કે જરાક પણ બેદરકારીથી કોઈનો જીવ જય શકે છે. સ્કિન પર એસિડ લાગવાથી સ્કિનની અંદર સુધી ટીશ્યુ ડેમેજ થઇ જાય છે જેનાથી સ્કિન ફરી તે ઓરિજિનલ રંગમાં આવવાની શક્યતા ખુબજ ઓછી હોય છે.
હોસ્પિટલ જતા પહેલા પાણીમાં થોડી વાર માટે મોં રાખવું:
સ્કિન પર એસિડ સ્પીલ થતા ઓર્ગનને ડેમેજ કરી શકે છે. એસિડ અટેકથી સ્કિન બર્ન થઇ જાય છે, સ્કિન પર સોજો આવી જાય છે. શરીરના જે ભાગ પર એસિડ અટેક થાય છે તે ભાગ સંપૂર્ણ રીતે નકામું થઇ જાય છે. જે પણ વ્યક્તિ સાથે એસિડ અટેક થયો છે તેમની સ્કિનને રનિંગ વૉટરની નીચે 10-15 મિનિટ સુધી રાખી શકાય છે. યાદ રાખવું કે સ્કિનને પાણી ભરેલા પાત્રમાં નહિ પરંતુ રનિંગ વૉટરમાં રાખવી. નળ ચાલુ કરીને તેનું પાણી સતત દાઝી ગયેલા ભાગ પર અડશે. તમે ઠંડુ પાણી પણ સ્કિન માટે ઉપયોગમાં લઇ શકો છો. હોસ્પિટલ ગયા પહેલા રનિંગ વૉટરથી સ્કિન ક્લીન કરવી જોઈએ.
કપડાં અને જવેલરી શરીરના ભાગ દાઝેલા ભાગ પર ન રાખવા:
સ્કિન પર પાણી નાખ્યા પછી તરત જે ભાગ પર એસિડ સ્પીલ થયું છે કે અટેક થયો છે તે ભાગ પરથી કપડાં શરીરથી તરત અલગ કરવા જેથી શરીર પર ચોંટી ન જાય.
આ પણ વાંચો: આ 3 વસ્તુની પેસ્ટ તમારા દાંતને ચમકાવશે,જાણો એક્સપર્ટ પાસેથી
બર્ન થયેલા ભાગને સાફ કપડાથી કવર કરવું:
જો બર્ન 3 ઇંચથી વધારે થયું છે તો તરત પ્રાથમિક સારવાર કર્યા પછી હોસ્પિટલ જવું જોઈએ નહીતર શરીરના એ અંગને નુકસાન વધારે થઇ શકે છે. જે શરીરનો ભાગ દાઝી ગયો હોય તે ભાગને સાફ કપડાથી કવર કરવું પછી હોસ્પિટલ જવું જોઈએ નહીંતર એ ભાગ પર ધૂળ માટી અને બેક્ટેરિયા લાગવાથી ઇન્ફેકશનનું જોખમ વધી શકે છે.