Clash in JNU: દિલ્હીના જવાહરલાલ નહેરુ વિશ્વ વિદ્યાલય કેમ્પસમાં ગુરુવારે બે વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. મામલો ત્યારે વધી ગયો જ્યારે બહારના લોકોએ પણ તેમાં દખલ દીધી હતી. સંઘર્ષમાં બે વિદ્યાર્થીઓને નજીવી ઇજા પહોંચી છે. જોકે સૂચના મળતા જ પોલીસ કેમ્પસમાં પહોંચી ગઇ અને સ્થિતિને સંભાળી હતી. પોલીસને કહેવું છે કે વિવાદમાં સામેલ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી રહી છે.
પોલીસે કહ્યું કે હજુ સુધી કોઇ ફરિયાદ નોંધવામાં આવી નથી અને કોઇ ધરપકડ પણ કરવામાં આવી નથી. લડાઇ બન્ને વિદ્યાર્થીઓ વચ્ચે એક અંગત મામલાને લઇને થઇ હતી. વિશ્વવિદ્યાલયની પરિસરથી એક કથિત વીડિયો સામે આવ્યો છે. જેમાં કેટલાક લોકો હાથમાં લાકડીઓ અને ડંડા સાથે જોવા મળી રહ્યા છે.
ડીસીપી (સાઉથવેસ્ટ) મનોજ સી એ કહ્યું કે સાંજે જેએનયૂના નર્મદા હોસ્ટેલ પાસે વિદ્યાર્થીઓના ઝઘડાનો પીસીઆરમાં કોલ આવ્યો હતો. વિદ્યાર્થીઓની લડાઇ એક અંગત મામલાને લઇને થઇ હતી. તેમણે કહ્યું કે હજુ સુધી કોઇ ફરિયાદ મળી નથી. જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો – જેલમાંથી બહાર આવતા જ નરમ પડ્યા સંજય રાઉતના તેવર, કહ્યું- ફડણવીસે કેટલાક સારા નિર્ણયો લીધા
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે અમને કોલેજથી લડાઇ વિશે જાણકારી મળી હતી. બે વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદ થયો હતો. આ પછી તેમના મિત્રોએ લડાઇમાં સાથ આપ્યો હતો. આ કોઇ રાજનીતિક લડાઇ નથી. સૂત્રોએ કહ્યું કે પરિસરમાં ક્ષેત્રના એસએચઓ, એસીપી અને સ્થાનીય કર્મચારી ઉપલબ્ધ છે. કેટલાક દરવાજાને સીલ કરી દેવામાં આવ્યા છે અને પ્રવેશની મંજૂરી નથી.