Sanjay Raut News: શિવસેનાના સાંસદ સંજય રાઉતને બુધવારે મની લોન્ડ્રીંગ કેસમાં જામીન મળ્યા છે. ધરપકડ પછી ત્રણ મહિના બાદ જામીન પર છૂટેલા સંજય રાઉતે કહ્યું કે તેમને કોઇની સામે ફરિયાદ નથી. તેમણે મહારાષ્ટ્રના ડિપ્ટી સીએમની પ્રશંસા કરતા કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસે કેટલાક સારા નિર્ણયો લીધા છે.
સંજય રાઉતે કહ્યું કે જે લોકોએ આ ષડયંત્ર રચ્યું જો તેમને આનંદ મળ્યો હશે તો હું તેમનો સહભાગી છું. મારા મનમાં કોઇના પ્રત્યે ફરિયાદ નથી. હું પુરી વ્યવસ્થા કે કોઇ કેન્દ્રીય એજન્સીને દોષ આપીશ નહીં. મારે કોઇ સાથે કોઇ ફરિયાદ નથી. અમે આવો રાજનીતિક પ્રતિશોધ જોયો નથી.
દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરીશ
સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં નવી સરકાર બની છે. સરકારે કેટલાક નિર્ણયો સારા લીધા છે, હું તેનું સ્વાગત કરીશ. અમને લાગે છે કે રાજ્યને ઉપ મુખ્યમંત્રી ફડણવીસ ચલાવી રહ્યા છે અને તે રાજ્યનું નેતૃત્વ કરી રહ્યા છે. હું ગુરુવારે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને મળીશ. કેટલાક દિવસોમાં રાજ્યના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ મુલાકાત કરીશ. હું દિલ્હી જઈને પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને પણ મળીશ.
આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદીના ફોન કોલ પછી પણ મેદાનમાંથી ના હટ્યા આ બળવાખોર
રાજ્યસભા સાંસદે એ પણ કહ્યું કે તેમની ધરપકડ ગેરકાયદેસર હતી અને કોર્ટે પણ આ કહ્યું છે. મારી સામે ષડયંત્ર કરનાર સુખી છે તો તેમને સુખી રહેવા દો. મેં સહન કર્યું છે. આવી ગંદી રાજનીતિ અંગ્રેજોના જમાનામાં પણ થઇ ન હતી.
જેલથી બહાર આવીને ઉદ્ધવ ઠાકરને કર્યો ફોન
જેલમાંથી બહાર આવ્યા પછી સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો હતો. રાઉતે કહ્યું કે બન્ને વચ્ચે એક ભાવનાત્મક વાતચીત હતી. ઇન્ડિયા ટૂડે સાથે વાતચીત દરમિયાન સંજય રાઉતે કહ્યું કે જ્યારે ઉદ્ધવ ઠાકરેએ મારો અવાજ સાંભળ્યો તો તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. મારી આંખમાં પણ આંસુ હતા. મારી વફાદારી ઉદ્ધવ ઠાકરે સાથે છે.