scorecardresearch

RBIએ 2000ની નોટ રદ કરી : 2000ના મૂલ્યની કુલ 181 કરોડ ચલણી નોટો બદલવી પડશે, બેંકોની ફરી ‘અગ્નિ પરીક્ષા’

2000 notes RBI : રિઝર્વ બેંકે સિસ્ટમમાંથી 2000ની નોટ પાછી ખેંચી લેવાનો નિર્ણય લેતા બેંકોએ 23મી મેથી 2000ની 181 કરોડ નોટો બદલવાની તૈયારીની કામગીરી શરૂ કરવી પડશે.

2000 notes ban
માર્ચ 2017 પહેલા 2,000 મૂલ્યની 89 ટકા ચલણી નોટો જારી કરવામાં આવી હતી અને તેનું આયુષ્ય અંદાજે 4-5 વર્ષનું હોય છે.

2000 notes RBI : રિઝર્વ બેંકે સિસ્ટમમાંથી 2000ની નોટ પાછી ખેંચી લેવાનો નિર્ણય લેતા બેંકોએ 23મી મેથી 2000ની 181 કરોડ નોટો બદલવાની તૈયારીની કામગીરી શરૂ કરવી પડશે.

દેશમાં લગભગ 1.55 લાખ બેંક બ્રાન્ચો હોવાથી, દરેક બ્રાંચે સરેરાશ 23 મેથી 30 સપ્ટેમ્બર 2023 દરમિયાન દરરોજ 2000 રૂપિયાની 11,677 નોટો અથવા દરરોજ 116 નોટો બદલવી પડશે. અલબત્ત ચલણી નોટો બદલવાની આ કવાયત ઓચિંતા જાહેર કરાયેલી વર્ષ 2016ની નવેમ્બર-ડિસેમ્બરની નોટબંધી જેટલી મુશ્કેલી ભરી રહેવાની શક્યતા દેખાતી નહીં. વર્ષ 2016ની નોટબંધી ટાણે દેશભરની બેંક બ્રાન્ચોમાં 500 અને 1,000ની નોટો બદલવા માટે અરાજકતાભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ વખતે બેંકો 2000ની નોટો બદલવાની કામગીરી માટે સ્ટાફ તૈનાત કરે તેવી અપેક્ષા છે.

એક સરકારી બેંકના અધિકારીએ જણાવ્યું હતું કે, “2000ની નોટો બદલવા પાછળ ખર્ચ પણ થશે. બેંકોએ એટીએમ અને રોકડ રિસાયકલર્સને તે મુજબ ફરીથી લાઇનઅપ કરવા માટે નાણાં ખર્ચવા પડશે.” આરબીઆઈના આંકડા મુજબ દેશભરમાં 2.57 લાખ એટીએમ છે.

રિઝર્વ બેંકે અગાઉ જણાવ્યું હતું કે, બેંકોમાં ચલણી નોટોમાં 100 મૂલ્યની બેંક નોટ સૌથી વધુ પસંદ કરવામાં આવે છે અને 2,000 નોટ સૌથી ઓછી પસંદ કરાય છે.”

2000 rupee notes memes
ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે એક મોટો નિર્ણય લીધો છે અને 2000 રૂપિયાની નોટોનું પ્રિન્ટિંગ બંધ કરવાનો આદેશ આપ્યો છે.

રિઝર્વ બેંકે 2021-22 માટેના ‘કસ્ટમર્સ બેંકનોટ સર્વે’ વાર્ષિક અહેવાલ માટે 11000 લોકોનો સર્વે કર્યો હતો, જેમાં લિંગ પ્રતિનિધિત્વ સાથે 18-79 વર્ષની વય વચ્ચેના ગ્રામીણ, અર્ધ-શહેરી, શહેરી અને મેટ્રોપોલિટન વિસ્તારોના 11,000 ઉત્તરદાતાઓને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં પુરૂષો અને સ્ત્રીનો ગુણોત્તર 60:40 હતો. આ સર્વેના તારણો દર્શાવે છે કે, બેંક નોટ્સમાં 100 સૌથી વધુ પસંદ કરવામાં આવી નોટ હતી જ્યારે 2000 સૌથી ઓછી પસંદગીની નોટ હતી. ચલણી સિક્કાઓમાં 5 રૂપિયાની મૂલ્યના સિક્કા સૌથી વધુ પસંદ કરવામાં આવ્યા હતા જ્યારે 1 રૂપિયાનો સિક્કો સૌથી ઓછું પસંદ કરવામાં આવ્યો હત.”

6.73 લાખ કરોડ રૂપિયાની 2000ની નોટ ચલણમાં

ગત શુક્રવારે રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે ચલણમાં રહેલી 2000 રૂપિયાની નોટનું કુલ મૂલ્ય 31 માર્ચ, 2018ના રોજ સર્વાધિક 6.73 લાખ કરોડ રૂપિયા (સર્ક્યુલેશનમાં રહેલી કુલ નોટોના 37.3 ટકા) હતુ, જે ત્યારબાદ ધીમે ધીમે ઘટીને 31 માર્ચ, 2023ના રોજ 3.62 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે જે કુલ ચલણી નોટના માત્ર 10.8 ટકા છે. 2,000 મૂલ્યની બૅન્ક નોટમાંથી લગભગ 89 ટકા માર્ચ 2017 પહેલાં જારી કરવામાં આવી હતી અને તેનું આયુષ્ય અંદાજં ચાર-પાંચ વર્ષનું હોય છે.

રિઝર્વ બેંકના તાજેતરના 2021-22ના વાર્ષિક અહેવાલ મુજબ, 31 માર્ચ 2022ના રોજ મૂલ્યની દ્રષ્ટિએ 500 અને 2,000ની બૅન્ક નોટનો હિસ્સો એકસાથે ચલણમાં રહેલી કુલ નોટના સંપૂર્ણ મૂલ્યના 87.1 ટકા જેટલો હતો, જે 31 માર્ચ 2021ના ​​રોજ 85.7 ટકા હતો. સંખ્યાની દ્રષ્ટિએ 500ના મૂલ્યની ચલણી નોટનો સૌથી વધુ 34.9 ટકા હિસ્સો હતો. ત્યારબાદ 10 મૂલ્યની સૌથી વધુ નોટો ચલણમાં છે, જેનું પ્રમાણ 31 માર્ચ 2022ના રોજ ચલણમાં રહેલી કુલ બૅન્ક નોટમાં 21.3 ટકા હતો.

આ દરમિયાન બેંકોને 2000ની ચલણી નોટો બદલવાની સુવિધા ઉભી કરવાનો દબાણનો સામનો કરવો પડશે, ત્યારે બેંકોની થાપણોમાં નજીવો વધારો થઈ શકે છે.

CRA લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ -ગ્રૂપ હેડ – ફાયનાન્સિયલ સેક્ટર રેટિંગ્સ કાર્તિક શ્રીનિવાસને જણાવ્યું હતું કે, “ડિમોનેટાઇઝેશન દરમિયાન જોયું હતુ તેમ, અમે અપેક્ષા રાખીએ છીએ કે નજીકના ગાળામાં બેન્કોની થાપણ અને થાપણો પાછળના ખર્ચમાં નજીવો સુધારો થશે. આનાથી થાપણ દરોમાં વધારા પરનું દબાણ હળવું થશે અને ટૂંકા ગાળાના વ્યાજ દરોમાં પણ ઘટાડો થઈ શકે છે.”

નોટબંધીના છ વર્ષ બાદ 2000ની નોટ પાછી ખેંચવામાં

નોટબંધીના છ વર્ષ બાદ 2000ની ચલણી નોટ પાછી ખેંચવામાં આવી રહી છે. નોંધનીય છે કે, 8 નવેમ્બર, 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કર્યાના છ વર્ષ બાદ લોકોએ 2000ની નોટો બદલવા ફરી લાઇનમાં લાગવું પડશે. લોકોમાં હજી પણ રોકડમાં નાણાંકીય લેવડ-દેવડ કરવાનું આકર્ષણ હોવાથી 5 મે, 2023ના રોજ સમાપ્ત થયેલા પખવાડિયામાં લોકો પાસે રહેલા નાણાંનું 33.66 લાખ કરોડ રૂપિયા હતુ, જે અત્યાર સુધીની વિક્રમી ઊંચી સપાટીએ છે. ઉપારંત તે 4 નવેમ્બર, 2016ના રોજ લોકો પાસે રહેલા 17.97 લાખ કરોડ રોકડ નાણાંની તુલનાએ 87 ટકા અથવા 15.69 લાખ કરોડ વધારે છે. .

2000ની નોટ બંધ - વાંચો મુખ્ય 3 સમાચાર  

(1) RBIએ 2000ની નોટ પાછી ખેંચશે, 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કરાવી શકશો, લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે
(2) 2000ની નોટ નકલી નીકળે તો થશે, બેંક શું પગલું લેશે? RBIના નિયમ જાણો
(3) 2000ની નોટ નકલી નીકળે તો થશે, બેંક શું પગલું લેશે? RBIના નિયમ જાણો

તો દેશના પૂર્વ નાણાપ્રધાન પી ચિદમ્બરમે જણાવ્યું હતું કે, 2,000ની નોટ લોકપ્રિય અને વ્યાપકપણે એક્સચેન્જ કરાતી 500 અને 1,000ની નોટોને બંધ કરવાના “મૂર્ખતાભર્યા નિર્ણયને ઢાંકવા માટેનો કારસો” હતો.

“નોટબંધીના થોડા અઠવાડિયા પછી, સરકાર/આરબીઆઈને રૂ. 500ની નોટ ફરીથી દાખલ કરવાની ફરજ પડી હતી. જો સરકાર/આરબીઆઈ રૂ. 1,000ની નોટ ફરીથી રજૂ કરે તો મને આશ્ચર્ય થશે નહીં. નોટબંધી પૂર્ણ વર્તુળમાં આવી ગઈ છે, ”તેમણે એક ટ્વિટમાં કહ્યું.

Web Title: 2000 notes withdraw rbi banks 2000 note exchange rules

Best of Express