Delhi Mayor Election: આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલી ઓબેરોય દિલ્હીના નવા મેયર તરીકે પસંદ થયા છે. શૈલીએ બીજેપી ઉમેદવાર રેખા ગુપ્તાને હરાવી છે. ચૂંટણીમાં શૈલી ઓબેરોયને 150 વોટ મળ્યા હતા જ્યારે બીજેપીની રેખા ગુપ્તાને 116 વોટ મળ્યા હતા. આ જીત સાથે જ એમસીડીમાં 15 વર્ષથી સત્તામાં રહેલી બીજેપીને આમ આદમી પાર્ટીએ બહાર કરી દીધી છે.
મેયર બન્યા પછી ડો. શૈલી ઓબેરોયે કહ્યું કે તમને બધાને વિશ્વાસ અપાવું છું કે હું આ સદનને સંવૈધાનિક તરીકેથી ચલાવીશ. મને વિશ્વાસ છે કે આપ બધા સદનની ગરિમા બનાવી રાખશો અને તેના યોગ્ય સંચાલનમાં સહયોગ કરશો. દિલ્હી મેયર પદની ચૂંટણી ત્રણ અસફળ પ્રયત્નો પછી આજે યોજાઇ હતી.
મેયરની ચૂંટણી માટે ચોથી વખત સદનમાં આજે શાંતિપૂર્વક વોટિંગ થઇ હતી. આ દરમિયાન કોઇ વિરોધ થયો ન હતો. મેયર ચૂંટણી માટે 10 નોમિનેટ સાંસદ, 14 નોમિનેટ ધારાસભ્ય અને 250માંથી 241 કોર્પોરેટરે વોટ કર્યો હતો. કોંગ્રેસના 9 કોર્પોરેટરે મેયર ચૂંટણીનો બોયકોટ કર્યો હતો.
સીએમ કેજરીવાલ અને ડિપ્ટી સીએમ મનિષ સિસોદીયાએ અભિનંદન પાઠવ્યા
સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું કે ગુંડા હારી ગયા, જનતા જીતી ગઇ. દિલ્હી નગર નિગમમાં આજે દિલ્હીની જનતાની જીત થઇ અને ગુંડાગર્દીની હાર.શૈલી ઓબેરોય મેયર તરીકે ચૂંટાતા દિલ્હીની જનતાને અભિનંદન.
દિલ્હીના ડિપ્ટી સીએમ મનિષ સિસોદીયાએ આપ આદમી પાર્ટીની જીત પર ટ્વિટ કર્યું કે ગુંડા હારી ગયા, જનતા જીતી ગઇ. દિલ્હી નગર નિગમમાં આમ આદમી પાર્ટીના મેયર બનવા પર બધા કાર્યકર્તાઓને ઘણા અભિનંદન અને દિલ્હીની જનતાનો ફરી એક વખત આભાર. આપની પ્રથમ મેયર શૈલી ઓબેરોયને ઘણા અભિનંદન.
કોણ છે શૈલી ઓબેરોય?
દિલ્હીના પટેલ નગર વોર્ડ નંબર 86માંથી કોર્પોરેટર શૈલી ઓબેરોય 2013માં એક કાર્યકર્તા તરીકે આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ હતી. 2020 સુધી પાર્ટીની મહિલા મોરચાની ઉપાધ્યક્ષ રહી હતી. પ્રથમ વખત કોર્પોરેટર તરીકે પશ્ચિમ દિલ્હીમાં ભાજપાના ગઢમાં જીત મેળવી હતી.
દિલ્હી વિશ્વ વિદ્યાલયમાં એક પૂર્વ વિઝિટિંગ આસિસ્ટેન્ટ પ્રોફેસરે શૈલીએ દિલ્હી ભાજપના પૂર્વ પ્રમુખ આદેશ ગુપ્તાના ગૃહ ક્ષેત્ર પૂર્વી પટેલ નગરથી ચૂંટણી લડી હતી અને હરીફ દિપાલી કુમારને 269 મતોથી હરાવી હતી.
39 વર્ષની શૈલી ઓબેરોય ભારતીય વાણિજ્ય સંઘની આજીવન સદસ્ય પણ છે. શૈલીના પિતાનું નામ સતીશ કુમાર ઓબેરોય છે. તેને બે બહેન અને એક ભાઇ છે. તેણે દિલ્હી અને હિમાચલ પ્રદેશની અભ્યાસ કર્યો છે. શૈલીએ દિલ્હી વિશ્વ વિદ્યાલયની જાનકી દેવી કોલેજથી બીકોમ અને હિમાચલ વિશ્વ વિદ્યાલયથી એમકોમ કર્યું છે.