Delhi news: આમ આદમી પાર્ટીના એક નેતા રાજૌરી ગાર્ડનમાં પશ્ચિમી દિલ્લી સ્થિત પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી હતી. દિલ્લી આપ ટ્રેડ વિંગના સચિવ સંદીપ ભારદ્વાજએ ગુરુવારે એમના ઘરમાં આત્મહત્યા કરી હતી. વિપક્ષે આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે.
સુચના મળતા સ્થાનિક પોલીસએ લાશને કબ્જે કરી હતી અને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. હજુ સુધી કોઈ સુસાઇડ નોટ મળી નથી અને આત્મહત્યાનું કારણ પણ જાણવા મળ્યું નથી.દિલ્લી પોલીસે કહ્યું કે, ” આપના એક કાર્યકર્તા સંદીપ ભારદ્વાજએ ગુરુવારે પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. સીઆરપીસીની ધારા ૧૭૪ હેઠળ પૂછપરછ ની કાર્યવાહી ચાલે છે. તેઓ આપ ટ્રેડ વિંગ, દિલ્લીના સચિવ હતાં અને રાજૌરી ગાર્ડનમાં ભારદ્વાજ માર્બલ્સના માલિક હતા.
આપના સંયોજક અરવિદ કેજરીવાલે સંદીપનું મોત થયા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. સીએમ કેજરીવાલએ ટ્વિટ કરીને લખ્યું કે, ” દિલ્લીમાં આમ આદમી પાર્ટીના કાર્યકતા સંદીપ ભારદ્વાજનું અચાનક મોત થવું ખુબજ દુઃખદ છે”. ભગવાન તેમની આત્માને શાંતિ આપે,અને કેજરીવાલે આ દુઃખદ સમયમાં તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ પાર્ટી કોઈ પણ મુશ્કેલીમાં સંદીપના પરિવાર સાથે ઉભી રહેશે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ AAP ફાયરબ્રાન્ડ ગોપાલ ઇટાલિયાએ “રમકડાના મફત વિતરણ” અંગે ભાજપ ઉપર સાધ્યું નિશાન
BJP એ આપ પર લગાવ્યો ટિકિટ વેચવાનો આરોપ:
બીજું બાજુ બીજેપી આઇટી સેલ અમિત માલવીયે આરોપ લગાવ્યો કે અરવિંદ કેજરીવાલએ સંદીપ પાસેથી પૈસા લીધા પછી ટિકિટ મોંઘી વહેંચી હતી. તેમણે ટ્વિટ્ટર એકાઉન્ટ પર લખ્યું હતું કે, સંદીપ ભારદ્વાજએ ટિકિટ માટે મોટી રકમ આપી હતી પરંતુ અરવિંદ કેજરીવાલએ વધારે રકમ આપનારને ટિકિટ વહેંચી દીધી હતી. આમ આદમી પાર્ટીએ દિલ્લીને બરબાદ કરી દીધું છે અને પરિવારો તૂટી રહ્યા છે.
મનોજ તિવારીએ કેજરીવાલને જવાબદાર ગણાવ્યા:
બીજેપી નેતા મનોજ તિવારીએ પ્રેસ કોન્ફ્રેંસ કરી કહ્યું કે સંદીપના મોત માટે કેજરીવાલ જવાબદાર છે. સંદીપની જગ્યાએ કોઈ અમીરને ટિકિટ અપાઈ હતી. આ ઘટનાની પુરેપુરી તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે દિલ્લીમાં આપણે આવી સ્થિતિની કલ્પના પણ ન કરી શકીયે. ભાજપ નેતા મનોજ તિવારીએ કહ્યું કે સંદીપની આત્મહત્યા નહીં પરંતુ હત્યા થઇ છે, આમ આદમી પાર્ટીએ સંદીપને આત્મહત્યા કરવા ઉશ્કેરીયા હતા.
મનોજએ દાવો કર્યો કે આ જગ્યા પરથી આમ આદમી પાર્ટી દ્વારા જેને ટિકિટ અપાઈ હતી તે પૈસાથી ટિકિટ વહેંચાઈ હતી અને આવી સ્થિતિમાં સંદીપ નામના વ્યક્તિ આ આઘાતને સહન કરી શકયા ન હતા અને તેમણે આત્મહત્યા કરી હતી. મનોજ તિવારીએ દાવો કર્યો કે આપએ સંદીપની જગ્યાએ કોઈ અંજલી રાયના પુત્રને ટિકિટ આપી હતી. અમે માંગ કરીયે છીએ કે મોતની ઘટનાની પુરી તપાસ થાય.
આ પણ વાંચો: પીએમ મોદીએ બાવળામાં કહ્યું- ખેડૂતનો દીકરો ચાર બંગડીવાળી ગાડી ખરીદીને ઘરે આવે એ ફેરફાર આ પટ્ટામાં આવ્યો
સુસાઇડનું કારણ હજુ સામે આવ્યું નથી:
દિલ્લી પોલીસએ ઘટના વિષે જાણકારી આપતા કહ્યું કે ,ગુરુવારે સાંજે લગભગ 4 વાગે કુકરેજા હોસ્પિટલ રાજૌરી ગાર્ડન દ્વારા એક કોલના માધ્યમથી આખી ઘટનાની જાણકારી મળી હતી. B 10/15 રાજૌરી ગાર્ડનમાં સંદીપ રહેતા હતા. સંદીપની ડેડબોડી તેના ઘરમાંથીજ મળી આવી હતી. હાલ આ મામલામાં કોઈ બીજી જાણકારી નથી કે સંદીપએ ફાંસી કેમ લગાવી, પરંતુ પોલીસએ 174 સીઆરપીસી હેઠળ કાર્યવાહી શરુ કરી છે અને મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે.