Ananthakrishnan G : અત્યારે અદાણી ગ્રૂપ અને હિંડનબર્ગના રિપોર્ટ અંગેનો મુદ્દો ભારે ચર્ચામાં છે. ત્યારે આ કેસ અંગે કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, શેર બજાર માટે રેગુલેટરી સિસ્ટમને વધારે મજબૂત કરવા માટે વિશેષજ્ઞોની સમિ ગઠિ કરવાના પ્રસ્તાવને લઇને તેને કોઈ વાંધો નથી. સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રૂપના શેરોમાં ઘટાડો આવ્યા બાદ સુનાવણી કરી હતી. બેચના અધ્યક્ષતા સીજેઆઈ ડીવાઇ ચંદ્રચુડ કરી રહ્યા હતા.
સીજેઆઇની બેચે કેન્દ્ર સરકારને જણાવ્યું કે વ્યાપક હિતને જોતા તેઓ સીલબંધ એન્વેલોપમાં સમિતિ માટે વિશેષજ્ઞોના નામ અને તેમના કાર્યક્ષેત્રની જાણકારી આપવા માંગે છે. આ અંગે સીજેઆઇએ કહ્યું કે બુધવાર સુધી પ્રપોજલ લઇને આવો. અમે પહેલા આ પ્રપોજલને જોવા માંગીએ છીએ. સુપ્રીમ કોર્ટે બે જાહેરહિતની અરજી અંગે શુક્રવારે સુનાવણી માટે લિસ્ટ કર્યું હતું. અરજીમાં રોકાણકારોને નુકસાન પહોંચાડવા અને અદાણી ગ્રૂપના શેરોને કૃત્રિમ રીતે ઘટાડવાનો ઉલ્લેખ છે.
કેન્દ્ર સરકાર અને સેબી તરફથી રજૂ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સિસ્ટમ સ્થિતિ સામે લડવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે સરકારને સમિતિ બનાવવામાં કોઈ વાંધો નથી. પરંતુ વિશેષજ્ઞોના નામોનું સુઝાવ આપી શકીએ છીએ. અમે સીલબંધ કવરમાં નામ આપી શકીએ છીએ.
આ પણ વાંચોઃ- Today history 14 February : આજનો ઇતિહાસ 14 ફેબ્રુઆરી – આજે ‘વેલેન્ટાઇન ડે’, દુનિયાભરમાં પ્રેમના દિવસની ઉજવણી
કોર્ટે કહ્યું હતું કે ભારતીય રોકાણકારોના હિતોની રક્ષા જરૂરી
મહેતાએ આશંકા વ્યક્ત કરી હતી કે પેનલના સંદર્ભમાં જે કંઈપણ સામે આવે છે તેની બજાર પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. 10 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડાને લઈને કહ્યું હતું કે ભારતીય રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાની જરૂર છે. કોર્ટે કેન્દ્ર સરકારને નિયમન પ્રણાલીને મજબૂત કરવા માટે ભૂતપૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં નિષ્ણાત સમિતિની રચના કરવા માટે વિચારણા કરવા જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટમાં બે અરજીઓ દાખલ કરવામાં આવી હતી
હિંડનબર્ગનો રિપોર્ટ બહાર આવ્યા બાદ ભારતીય શેરબજારમાં નોંધપાત્ર અસર જોવા મળી હતી. અદાણી ગ્રૂપના કેટલાક શેરો મોંઘા પડ્યા હતા. જે બાદ સુપ્રીમ કોર્ટમાં બે અરજી દાખલ કરવામાં આવી હતી. એક અરજી એડવોકેટ વિશાલ તિવારી દ્વારા દાખલ કરવામાં આવી છે જ્યારે બીજી અરજી એમએલ શર્મા દ્વારા કરવામાં આવી છે. તિવારીએ માંગ કરી હતી કે સત્ય શોધવા માટે ભૂતપૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવે. જ્યારે શર્માનું કહેવું છે કે હિંડનબર્ગ વિરુદ્ધ કેસ નોંધવો જોઈએ.