PTI : પેસેન્જરનાં બેફામ વર્તનની તાજેતરની ઘટનાઓ પછી, એર ઇન્ડિયાએ તેની ઇન-ફ્લાઇટ આલ્કોહોલ સર્વિસ પોલીસમાં ફેરફાર કર્યો છે જેમાં કેબિન ક્રૂને જો જરૂરી લાગે તોજ યુક્તિપૂર્વક આલ્કોહોલ સર્વ કરવાનું કહેવામાં આવ્યું છે.
ટાટા ગ્રુપની માલિકીની એરલાઇનને છેલ્લા કેટલાક દિવસોમાં DGCA દ્વારા બે ઇન્ટનેશનલ ફ્લાઇટ્સના પેસેન્જર્સના બેફામ વર્તન બદલ લેપ્સની જાણ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. સુધારેલી પોલીસીમાં ચોક્કસ ફેરફારો તરત જ નિશ્ચિત કરી શકાયા નથી. સુધારેલી નીતિ અનુસાર, ગેસ્ટને કેબિન ક્રૂ દ્વારા સર્વ કરવામાં ન આવે ત્યાં સુધી આલ્કોહોલનું સેવન કરવાની પરવાનગી આપવી જોઈએ નહીં અને કેબિન ક્રૂ એવા ગેસ્ટને ઓળખવા માટે સચેત રહેશે કે જેઓ આલ્કોહોલ સેવન ફ્લાઈટમાં કરતા હોય છે.
આ પણ વાંચો: JNU માં BBC ડોક્યૂમેન્ટ્રી સ્ક્રીનિંગ દરમિયાન બબાલ, કેમ્પસમાં પથ્થરબાજીનો દાવો
“આલ્કોહોલિકનું સેવન વ્યાજબી અને સલામત રીતે કરવું જોઈએ. નીતિ મુજબ,આમાં યુક્તિપૂર્વક ગેસ્ટને આલ્કોહોલ સર્વ કરવાનો ઇનકાર કરવાનો સમાવેશ થાય છે.”
એક નિવેદનમાં, એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ન્ય કેરિયર્સની પ્રેક્ટિસ અને યુએસ નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશનની માર્ગદર્શિકામાંથી ઇનપુટનો સંદર્ભ લઈને, એરલાઈને તેની હાલની ઇન-ફ્લાઇટ આલ્કોહોલ સર્વિસ પોલિસીની સમીક્ષા કરી છે.
આ પણ વાંચો: પ્રજાસત્તાક દિવસ ઉજવણી નિમિતે નવી દિલ્હીમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ-સીસી
“આ મોટાભાગે એર ઈન્ડિયાની હાલની પ્રેક્ટિસ સાથે સંબંધિત હતા, જોકે વધુ સારી સ્પષ્ટતા માટે કેટલુંક અરેન્જમેંટ કરવામાં આવ્યું છે, અને NRA ની ટ્રાફિક લાઇટ સિસ્ટમમાં ક્રૂને નશાના કેસોને ઓળખવામાં અને તેનું સંચાલન કરવામાં મદદ કરવાનો સમાવેશ થાય છે.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “નવી નીતિ હવે ક્રૂ માટે જાહેર કરવામાં આવી છે અને તેની ટ્રેનિંગ કોર્સમાં સામેલ કરવામાં આવી છે. એર ઈન્ડિયા અમારા મુસાફરો અને કેબિન ક્રૂની સલામતી અને સુખાકારી માટે પ્રતિબદ્ધ છે, જેમાં આલ્કોહોલ સર્વિસ પોલીસીનો સમાવેશ થાય છે પરંતુ તેના સુધી મર્યાદિત નથી.”