scorecardresearch

પ્રજાસત્તાક દિવસ ઉજવણી નિમિતે નવી દિલ્હીમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ-સીસી: તેમની મુલાકાતનું મહત્વ અને ઇજિપ્ત સાથે ભારતના સંબંધો

Egypt President El-Sisi in new delhi for Republic Day : ઇજિપ્તના રાષ્ટ્રપતિ સીસી (Egypt President El-Sisi )રિપબ્લિક ડે (Republic Day) નિમિતે નવી દિલ્હી (new delhi)માં મંગળવારે આવી ગયા છે, રાષ્ટ્રપતિ સીસી,30 એપ્રિલ, 2021ના રોજ કોવિડ-19 ની બીજી વેવ દરમિયાન ભારત પ્રત્યે સહાનુભૂતિ અને એકતા વ્યક્ત કરી હતી. ઇજિપ્તે 9 મે, 2021ના રોજ ભારતને મેડિકલ સપ્લાય સાથે ત્રણ વિમાનો રવાના કર્યા હતા.

પ્રજાસત્તાક દિવસ ઉજવણી નિમિતે નવી દિલ્હીમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ-સીસી: તેમની મુલાકાતનું મહત્વ અને ઇજિપ્ત સાથે ભારતના સંબંધો
ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી 24 જાન્યુઆરીએ નવી દિલ્હીના પાલમ એરફોર્સ સ્ટેશન પર પહોંચ્યા. (એક્સપ્રેસ ફોટો: અનિલ શર્મા)

Shubhajit Roy : આ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી હશે, જેઓ મંગળવારે (24 જાન્યુઆરી) ભારતમાં આવ્યા હતા. આ પહેલીવાર છે જ્યારે ઈજિપ્તના કોઈ રાષ્ટ્રપતિને ઈવેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.

ભારતમાં અલ-સીસીનું શેડ્યૂલ શું છે?

25 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં સીસીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે અને તે જ સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના સન્માનમાં સ્ટેટ ભોજન સમારંભનું આયોજન કરશે.

સીસી પરસ્પર દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક અને પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે. વિદેશ મંત્રી એસ જયશંકર રાષ્ટ્રપતિ સિસી સાથે પણ મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર મુલાકાત લેનાર મહાનુભાવ તે જ દિવસે એક કાર્યક્રમમાં ભારતીય વેપારી સમુદાય (Indian business community ) સાથે વાર્તાલાપ કરશે.

પ્રજાસત્તાક દિવસના આમંત્રણનું શું મહત્વ છે?

ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ બનવાનું આમંત્રણ ભારત સરકારના પરસ્પેકટીવમાં અત્યંત મહ્તવનના છે. નવી દિલ્હી પ્રજાસત્તાક દિવસ માટે તેના મુખ્ય મહેમાન નક્કી કરવા માટે આતિથ્ય સાથે વ્યૂહરચના બનાવી રહી છે. દર વર્ષે મુખ્ય અતિથિની પસંદગી ઘણા કારણો દ્વારા નક્કી કરવામાં આવે છે ,વ્યૂહાત્મક અને રાજદ્વારી, વ્યવસાયિક હિતો અને ઇન્ટરનેશનલ જીઓ પોલિટિક્સ.

ભારત-ઇજિપ્ત સંબંધોનો ઇતિહાસ શું છે?

ભારત અને ઇજિપ્ત દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓમાં સહકારના લાંબા ઇતિહાસના આધારે ગાઢ રાજકીય સમજણ ધરાવે છે. રાજદૂત સ્તરે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની સંયુક્ત જાહેરાત 18 ઓગસ્ટ, 1947ના રોજ કરવામાં આવી હતી.

ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ ગમાલ અબ્દેલ નાસેરે બંને દેશો વચ્ચે મૈત્રી ટ્રીટી પર હસ્તાક્ષર કર્યા હતા, અને તેઓ યુગોસ્લાવના રાષ્ટ્રપતિ જોસિપ બ્રોઝ ટીટો સાથે બિન-જોડાણવાદી ચળવળ (NAM =Non-Aligned Movement) ની રચના માટે મેઈન હતા.

1980ના દાયકાથી, ભારતની ઇજિપ્તના ચાર વડાપ્રધાનની સાથે મુલાકાતો થઈ છે: રાજીવ ગાંધી (1985); પી વી નરસિમ્હા રાવ (1995); આઈકે ગુજરાલ (1997); અને ડૉ. મનમોહન સિંઘ (2009, NAM સમિટ).

2011ની ઇજિપ્તની ક્રાંતિ પછી ઇજિપ્ત સાથે ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાન ચાલુ રહ્યું અને તે પછીના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોર્સીએ માર્ચ 2013માં ભારતની મુલાકાત લીધી હતી. ભારતના વિદેશ મંત્રી (EAM) એ માર્ચ 2012માં કૈરોની મુલાકાત લીધી અને ઇજિપ્તના વિદેશ મંત્રીએ ડિસેમ્બર 2013માં ભારતની મુલાકાત લીધી હતી.

ઇજિપ્તની સાઇડથી, રાષ્ટ્રપતિ હોસ્ની મુબારકે 1982માં, 1983માં (NAM સમિટ) અને ફરીથી 2008માં ભારતની મુલાકાત લીધી હતી.

જૂન 2014માં રાષ્ટ્રપતિ સિસીની આગેવાની હેઠળની નવી સરકારે સત્તા સંભાળી તે પછી, ઇએએમ સુષ્મા સ્વરાજે ઓગસ્ટ 2015માં કૈરોની મુલાકાત લીધી હતી. પીએમ મોદી સપ્ટેમ્બર 2015માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ), ન્યૂયોર્કની બાજુમાં રાષ્ટ્રપતિ સિસીને મળ્યા હતા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પીએમ મોદી ઓક્ટોબર 2015માં નવી દિલ્હીમાં થર્ડ ઈન્ડિયા-આફ્રિકા ફોરમ સમિટ દરમિયાન સિસીને મળ્યા હતા.

રાષ્ટ્રપતિ સીસીએ સપ્ટેમ્બર 2016 માં ભારતની રાજ્ય મુલાકાત પણ લીધી હતી. એક સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં નવા યુગ માટે રાજકીય-સુરક્ષા સહકારના ત્રણ સ્તંભો, આર્થિક જોડાણ અને વૈજ્ઞાનિક સહયોગ અને સાંસ્કૃતિક અને પરસ્પર સંબંધોને નવી પાર્ટનશીપના આધાર તરીકે દર્શાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Green Comet: પૃથ્વી તરફ આવી રહ્યો છે એક દૂર્લભ ધૂમકેતુ ‘Green comet’

તાજેતરના કરાર શું હતા?

PM મોદીએ 17 એપ્રિલ, 2020 ના રોજ સિસી સાથે કોરોનાવાયરસના ફેલાવાને રોકવાના પ્રયાસો પર ચર્ચા કરવા માટે અને ફરીથી 26 એપ્રિલ, 2020 ના રોજ ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છાઓની આપલે કરવા માટે ફોન પર વાતચીત કરી હતી. પીએમએ કોવિડ કટોકટી દરમિયાન ઇજિપ્તમાં ભારતીય નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ માટે ઇજિપ્તની સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવેલા સમર્થન માટે પ્રશંસા વ્યક્ત કરી હતી.

રાષ્ટ્રપતિ સીસીએ 30 એપ્રિલ, 2021ના રોજ કોવિડ-19 ની બીજી વેવ દરમિયાન ભારત પ્રત્યે સહાનુભૂતિ અને એકતા વ્યક્ત કરી હતી. ઇજિપ્તે 9 મે, 2021ના રોજ ભારતને મેડિકલ સપ્લાય સાથે ત્રણ વિમાનો રવાના કર્યા હતા. આ ઉપરાંત, ભારતીય દૂતાવાસે પણ એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. મેસર્સ ઇવા ફાર્મા, ઇજિપ્ત પાસેથી REMDESEVIR ના 300,000 ડોઝ મેળવો, જે સ્કેડ્યુલ પહેલા પૂરા પાડવામાં આવ્યા હતા.

દ્વિપક્ષીય વેપાર સંબંધોની સ્થિતિ શું છે?

ઈજીપ્ત પરંપરાગત રીતે આફ્રિકન ખંડમાં ભારતના સૌથી મહત્વપૂર્ણ વેપારી ભાગીદારોમાંનું એક છે. ભારત-ઇજિપ્ત દ્વિપક્ષીય વેપાર કરાર માર્ચ 1978 થી કાર્યરત છે અને તે મોસ્ટ ફેવર્ડ નેશન ક્લોઝ પર આધારિત છે.

છેલ્લા 10 વર્ષમાં દ્વિપક્ષીય વેપાર પાંચ ગણાથી વધુ વધ્યો છે. 2018-19માં તે USD 4.55 બિલિયન સુધી પહોંચી ગયું હતું. પેંડેમીક છતાં, 2019-20માં વેપારનું પ્રમાણ માત્ર થોડુંજ ઘટીને USD 4.5 બિલિયન અને 2020-21માં USD 4.15 બિલિયન થયું હતું. દ્વિપક્ષીય વેપાર 21-22માં ઝડપથી વિસ્તર્યો છે – 7.26 અબજ સુધી પહોંચ્યો છે, જે નાણાકીય વર્ષ 2020-2021 કરતાં 75 ટકાનો વધારો છે.

કોર્પોરેશનના અન્ય ક્ષેત્રો કયા છે?

અધિકારીઓએ કહ્યું કે બંને દેશો વિવિધ ક્ષેત્રો પર નજર રાખશે અને કૃષિ સહયોગના મુખ્ય ક્ષેત્રોમાંનું એક હશે.

ઇજિપ્ત, જે અનાજની અછતનો સામનો કરી રહ્યું છે કારણ કે તેના મુખ્ય સ્ત્રોત યુક્રેન અને રશિયા હતા, તે ભારત પાસેથી ઘઉં ખરીદવા માંગે છે. ગયા વર્ષે મે મહિનામાં, ભારતે ઘઉંના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો ,ઇજિપ્તમાં 61,000 ટનની નિકાસને મંજૂરી આપી હતી. પરંતુ અછતને ધ્યાનમાં રાખીને દેશને વધુ અનાજ જોઈએ છે.

ઇજિપ્તના રાષ્ટ્રપતિ પણ એવા સમયે આવી રહ્યા છે જ્યારે દેશ ઘટતા ફોરેક્સ રિઝર્વને કારણે ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. જ્યારે બજેટીય સમર્થન માટે કોઈ વિનંતી કરવામાં આવી નથી, ત્યારે ભારત દેશમાં રોકાણ વધારવાનું વિચારી રહ્યું છે, ખાસ કરીને સુએઝ કેનાલ અને તેની આસપાસના મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં, એલેક્ઝાન્ડ્રિયા અને કૈરોમાં વિશેષ આર્થિક ઝોનના સંદર્ભમાં. ઇજિપ્ત પણ ભારતમાંથી વધુ ટુરિઝમને પ્રોત્સાહન આપવા અને લોકોની અવરજવરને સરળ બનાવવા માટે ઉત્સુક છે જેથી કરીને તેમના પ્રવાસન આધારિત અર્થતંત્રમાં ફોરેક્સને વધુ વેગ મળે.

આ પણ વાંચો : Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો

સીસી ભૂતપૂર્વ આર્મી ચીફ હોવાથી, ઇજિપ્ત ભારત પાસેથી ડિફેન્સ સાધનો ખરીદવામાં રસ ધરાવે છે, જેમાં એલસીએ તેજસ (LCA Tejas), આકાશ જેવી મિસાઇલો, ડીઆરડીઓનું સ્માર્ટ એન્ટિ-એરફિલ્ડ વેપન ( DRDO’s Smart Anti-Airfield Weapon) અને રડારનો સમાવેશ થાય છે. આને સંરક્ષણ ઉદ્યોગના સહયોગના ભાગ રૂપે વિકસાવવામાં આવી રહ્યું છે, અને માર્કર્સમાંથી એક એ હતું કે ગયા વર્ષે સંરક્ષણ સંધિ પર હસ્તાક્ષર થયા ત્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કૈરોની મુલાકાત લીધી હતી. ઇજિપ્તને પણ આવતા મહિને બેંગલુરુના યેલાહંકા એરફોર્સ સ્ટેશન ખાતે એરો-ઇન્ડિયા 2023માં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

ગણતંત્ર દિવસની પરેડમાં ઇજિપ્તની સેનાની એક સૈન્ય ટુકડી પણ ભાગ લેશે.

બંને દેશો શિક્ષણ ક્ષેત્ર પર પણ નજર રાખશે, જ્યાં ભારતીય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ઇજિપ્તમાં કેમ્પસ સ્થાપી શકે છે: ઇજિપ્તમાં IIT સ્થાપવાની દરખાસ્ત
પર કામ ચાલી રહ્યું છે.

શું સીસીની મુલાકાતનું રાજકીય મહત્વ છે?

ઇજિપ્તના રાષ્ટ્રપતિનું આમંત્રણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, ખાસ કરીને જ્યારે ગયા વર્ષે જૂનમાં ભાજપના પ્રવક્તા નુપુર શર્મા દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો સાથે ભારતના સંબંધોની કસોટી કરવામાં આવી હતી. ઇજિપ્ત એ આરબ વિશ્વના કેટલાક દેશોમાંનો એક હતો જેણે ટીપ્પણી પર સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપી ન હતી.

ટોચના મૌલવીઓ, ઇજિપ્તના ગ્રાન્ડ મુફ્તી અને અલ અઝહર યુનિવર્સિટી, સુન્ની ઇસ્લામના શિક્ષણની ટોચની બેઠક પણ તે ટિપ્પણીની નિંદા કરી હતી. પરંતુ નવી દિલ્હી ઇજિપ્તને એક મીડીયમ ઇસ્લામિક વોઇસ તરીકે જુએ છે, જેણે 57સદસ્યની ઇસ્લામિક કોઓપરેશન સંસ્થામાં વર્ષોથી એક સૂક્ષ્મ અને પોઝિટિવ ભૂમિકા ભજવવાનો પ્રયાસ કર્યો છે, જ્યાં પાકિસ્તાન કેટલાક ભારત સેન્ટ્રિક નિંદાાત્મક ઠરાવો મેળવવામાં સફળ રહ્યું છે.

Web Title: Abdel fattah el sisi republic day celebrations chief guest visit ties international news updates world

Best of Express