ટાટા સન્સના હાથમાં ગયા પછી એર ઇન્ડિયાના સ્ટ્રક્ચરમાં વ્યાપક ફેરફાર થયા છે. તાજા ઘટનાક્રમમાં એર ઇન્ડિયા પોતાના વિમાન વધારવા જઈ રહી છે. ટાટાની કંપની બની ચુકેલી એર ઇન્ડિયા કુલ 470 વિમાનની ખરીદી કરવા જઇ રહી છે. એર ઇન્ડિયા એરબસ પાસેથી 250 વિમાન ખરીદશે. પીએમ નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૈક્રોની ઉપસ્થિતિમાં આ કરાર થયા છે.
એર ઇન્ડિયાએ એરબસની હરીફ કંપની બોઇંગ પાસેથી 220 વિમાનો ખરીદવાનો કરાર પણ કર્યો છે. રોયટરની ખબર પ્રમાણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને તેના પર ખુશી વ્યક્ત કરી છે. 220 વિમાનોની કુલ કિંમત 34 અબજ અમેરિકી ડોલર થશે. મોટા આકારના વિમાનનો ઉપયોગ લાંબી સફરના ઉડાનો માટે કરવામાં આવશે. 16 કલાકથી વધારે ઉડાનોને લાંબી સફરના ઉડાન કહેવામાં આવે છે.
એર ઇન્ડિયા એરબસ પાસેથી 250 વિમાન ખરીદશે
ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું કે એર ઇન્ડિયા એરબસ પાસેથી 250 વિમાન ખરીદશે. જેમાં 40 મોટા આકારના વિમાન હશે. એરલાઇન પોતાના મોટા અને પરિચાલનનો વિસ્તાર કરવાની તૈયારી કરી રહી છે. ટાટા સમૂહના સ્વામિત્વમાં આવ્યા પછી આ એર ઇન્ડિયાનો પ્રથમ ઓર્ડર રહેશે. ટાટા સમૂહની એરલાઇન એરબસથી 40 મોટા આકારના એ-350 અને 210 નાના આકારના વિમાન ખરીદશે.
આ પણ વાંચો – જમ્મુ અને કાશ્મીર: લિથિયમ ભંડાર ભારતનો ચહેરો બદલી નાખશે
ટાટા સમૂહે ગત વર્ષે જાન્યુઆરીમાં કર્યું હતું એર ઇન્ડિયાનું અધિગ્રહણ
18 વર્ષ પહેલા એર ઇન્ડિયાએ અંતિમ વખત બોઇંગ અને એરબસ પાસેથી વિમાનની ખરીદી કરી હતી. એરલાઇને અંતિમ વખત 111 વિમાનોની ખરીદીનો ઓર્ડર 2005માં આપ્યો હતો. તેમાં 68 વિમાનોનો ઓર્ડર બોઇંગને અને 43નો એરબસને આપવામાં આવ્યો હતો. ટાટા સમૂહે ગત વર્ષે જાન્યુઆરીમાં એર ઇન્ડિયાનું અધિગ્રહણ કર્યું હતું.
એરલાઇને આગામી પાંચ વર્ષમાં ફેરફાર માટે વિહાન એઆઈ અંતર્ગત રુપરેખા તૈયાર કરી છે. ટાટ સમૂહનો પ્રયત્ન છે કે એર ઇન્ડિયાને ફાયદાની કંપનીમાં ફેરવવામાં આવે. આ માટેની તૈયારી ચાલી રહી છે. જે અંતર્ગત લગભગ 500 વિમાન ખરીદવાની યોજના બનાવી રહ્યું છે.