લોકસભા ચૂંટણી 2024ના એક વર્ષ પહેલા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મોટી રાજનીતિક જાહેરાત કરી છે. અખિલેશ યાદવે શુક્રવારે કોલકાતામાં કહ્યું કે તેમની પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બન્નેથી બરાબરની દૂરી બનાવીને રાખશે. ભાજપને હરાવવા માટે સમાજવાદી પાર્ટી તૃણમુલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનરજી સાથે મજબુતી સાથે ઉભી રહેશે.
બંગાળમાં મમતા દીદી સાથે સપા – અખિલેશ યાદવ
અખિલેશ યાદવે પાર્ટી કાર્યકર્તાઓની બેઠક પછી કહ્યું કે બંગાળમાં અમે મમતા દીદી સાથે છીએ. આ વખતે અમે ભાજપ અને કોંગ્રેસ બન્નેથી સમાન દૂરી રાખવા માંગીએ છીએ. આ પહેલા કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરતા સપા પ્રમુખે 2021માં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે મમતા બેનરજીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટી આપણા સંવિધાનને બચાવવા માટે કોઇપણ બલિદાન આપવા તૈયાર છે. જો અમે ઉત્તર પ્રદેશમાં ભાજપને હરાવી શકીએ તો ભાજપને આખા દેશમાં હરાવી શકાય છે. અખિલેશ યાદવે ક્ષેત્રીય દળોને એકજુટ થવાનું આહ્વાન કર્યું છે.
ટીએમસી નેતા ચંદ્રિમા ભટ્ટાચાર્યાએ કહ્યું કે કોંગ્રેસ દરેક સ્થાને ગરબડ કરી રહી છે. અહીં અમારી સરકારને પછાડવા માટે ભાજપા અને માકપા સાથે ગઠબંધન કરી રહી છે. અમે કોંગ્રેસને સમર્થન કેમ કરીએ?
આ પણ વાંચો – CJI ચંદ્રચુડ પાછળ પડી મહારાષ્ટ્ર સરકારની સમર્થક ટ્રોલ આર્મી, 13 નેતાઓની માંગણી, કાર્યવાહી કરે રાષ્ટ્રપતિ
કેન્દ્ર સરકાર પર દેશની સંપત્તિ વેચવાનો આરોપ
અખિલેશ યાદવે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર દેશની સંપત્તિઓને વિદેશી શક્તિઓ અને ખાનગી ક્ષેત્રને વેચવાનો આરોપ લગાવ્યો. તેમણે ઇડી-સીબીઆઇ તપાસને લઇને કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો. અખિલેશ યાદવે ભાજપે સામે કટાક્ષ કરવાની સાથે પ્રમુખ વિપક્ષી દળ કોંગ્રેસ ઉપર પણ પ્રહાર કર્યો હતો. જોકે અખિલેશ યાદવ પહેલા કોંગ્રેસનો સાથ આપતા રહ્યા છે.
લોકસભા ચૂંટણી પહેલા ટીએમસી અને સમાજવાદી પાર્ટીનો સાથ
લોકસભા ચૂંટણી 2024 પહેલા તૃણમૃલ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસથી બરાબરની દૂરી બનાવી રાખનાર ક્ષેત્રીય પાર્ટીઓને એક મંચ પર લાવવાનો નિર્ણય કર્યો છે. કોલકાતામાં અખિલેશ યાદવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નિવાસસ્થાને જઇને મુલાકાત કરી હતી.
આ પછી વિપક્ષ તરફથી મમતા બેનરજીને પ્રધાનમંત્રી પદના ચહેરા તરીકે જોવાની ચર્ચા શરુ થઇ ગઇ છે. જોકે સપા પ્રમુખ અખિલેશ યાદવ અને તૃણમુલ કોંગ્રેસ નેતા સુદીપ બેનરજીએ સ્પષ્ટ કર્યું કે તેને પછી મળીને નક્કી કરાશે.