મહારાષ્ટ્ર પ્રકરણમાં હવે નવો ટ્વિસ્ટ આવ્યો છે. 13 નેતાઓએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ (CJI) ડીવાય ચંદ્રચુડની ઓનલાઇન ટ્રોલિંગ સામે રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મૂને પત્ર લખ્યો છે. પત્રમાં નેતાઓએ તત્કાલ કાર્યવાહીની વિનંતી કરી છે. વિપક્ષી નેતાઓએ સીજેઆઈની ઓનલાઇન ટ્રોલિંગને ન્યાયના રસ્તામાં હસ્તક્ષેપ બતાવ્યો છે.
પત્રમાં શું લખ્યું છે?
રાષ્ટ્રપતિને મોકલાવેલા પત્રમાં વિપક્ષી નેતાઓએ લખ્યું કે આપણે બધા જાણીએ છીએ કે ભારતના માનનીય મુખ્ય ન્યાયધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક બેન્ચ મહારાષ્ટ્રમાં સરકાર ગઠન અને રાજ્યપાલની ભૂમિકાના મામલામાં સુનાવણી કરી રહી છે. આ એક મહત્વપૂર્ણ સંવૈધાનિક મુદ્દો છે. મામલો હાલ સબ જ્યુડિસ છે પણ મહારાષ્ટ્ર સરકારની સમર્થક ટ્રોલ આર્મીએ ભારતના માનનીય મુખ્ય ન્યાયધીશ સામે એક અભિયાન છેડ્યું છે. સીજેઆઈ સામે આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ નિંદનીય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાખો લોકોએ તેને જોયું છે. વિપક્ષી નેતાઓ આ પત્ર 16 માર્ચના રોજ લખ્યો હતો.
કયા નેતાઓએ લખ્યો પત્ર?
રાષ્ટ્રપતિને મોકલાવેલો પત્ર કોંગ્રેસ સાંસદ વિવેક તન્ખાએ લખ્યો છે. કોગ્રેસના દિગ્વિજય સિંહ, શક્તિસિંહ ગોહીલ, પ્રમોદ તિવારી, રંજીત રંજન, અમી યાજ્ઞિક, ઇમરાન પ્રતાપગઢી, આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢા, શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સભ્ય પ્રિયંકા ચતુર્વેદી, સમાજવાદી પાર્ટીના જયા બચ્ચન અને રામ ગોપાલ યાદવે આ પત્રના સમર્થનમાં હસ્તક્ષર કર્યા છે. વિવેક તન્ખાએ આ મુદ્દાને ભારતના એટોર્ની જનરલ આર વેંકટરમન સામે પણ ઉઠાવ્યો છે. તેમણે વેંકટરમનને પણ પત્ર લખી સીજેઆઈની થઇ રહેલી ટ્રોલિંગની જાણકારી આપી છે.
આ પણ વાંચો – રાહુલ અને સોનિયા ગાંધીનું અપમાન? કોંગ્રેસે પીએમ મોદી વિરુદ્ધ રજૂ કર્યો વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ
કેમ થઇ રહી છે ટ્રોલિંગ?
રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં વિપક્ષી નેતાઓએ એ વાત પણ સ્પષ્ટ કરી છે. પત્રમાં નેતાઓએ જણાવ્યું કે સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે પૂર્વ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભામાં કરાવેલા ફ્લોર ટેસ્ટની વૈધતા સંબંધિત એક મામલાની સુનાવણી કરી હતી. જે પછી ઓનલાઇન ટ્રોલ્સે સીજેઆઈ અને ન્યાયપાલિકા પર પ્રહાર શરૂ કર્યો છે.
સુનાવણી દરમિયાન સીજેઆઈએ શું કહ્યું હતું?
શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) વર્સિસ શિવસેના (એકનાથ શિંદે જૂથ)મામલામાં સુનાવણી કરતા સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે ફ્લોર ટેસ્ટ કરાવવાના રાજ્યપાલના નિર્ણય પર સવાલ ઉઠાવ્યો હતો. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું હતું કે તમે ફક્ત એટલા માટે વિશ્વાસ મત માટે ના બોલાવી શકો કે કોઇ પાર્ટીની અંદર મતભેદ છે. પાર્ટીની અંદર મતભેદ ફ્લોર ટેસ્ટ બોલાવવાનો આધાર ના હોઇ શકે. તમે વિશ્વાસ મત માંગી શકો નહીં. નવા નેતા પસંદ કરવા માટે ફ્લોર ટેસ્ટ કરાવવો જરૂરી નથી. પાર્ટીનો મુખિયા કોઇ અન્ય બની શકે છે. રાજ્યપાલનું ત્યાં કોઇ કામ નથી, જ્યાં સુધી ગઠબંધન પાસે સંખ્યા પર્યાપ્ત છે. આ બધા પાર્ટીના અંદરના અનુશાસનના મામલા છે. તેમાં રાજ્યપાલના દખલની જરૂરત નથી.
સીજેઆઈએ આગળ પૂછ્યું કે કઇ વાતે રાજ્યપાલને આશ્વત કર્યા કે સરકાર સદનનો વિશ્વાસ ગુમાવી ચુકી છે. રાજ્યપાલે બધા 34 ધારાસભ્યોને શિવસેનાનો ભાગ માનવો જોઈએ. રાજ્યપાલ સામે એ ફેક્ટ હતો કે 34 ધારાસભ્ય શિવસેનાનો ભાગ છે. જો આવું છે તો રાજ્યપાલે ફ્લોર ટેસ્ટ કેમ બોલાવ્યો. તેનું એક યોગ્ય કારણ બતાવવું જોઈએ.