Privilege motion against PM Narendra Modi: વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ભાષણમાં UPA અધ્યક્ષ અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે શુક્રવારે આ આરોપ સાથે પીએમ મોદી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ દાખલ કર્યો હતો. સંસદના બજેટ સત્રના બીજા તબક્કા દરમિયાન આ પ્રસ્તાવને લઈને ફરી એકવાર શાસક પક્ષ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે.
કોંગ્રેસે રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખીને આરોપ લગાવ્યો છે
કોંગ્રેસે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીના ભાષણને ટાંકીને રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખ્યો છે. પીએમ મોદીના ભાષણ દરમિયાન કોંગ્રેસના નેતાઓ પરના નિવેદનના આધારે કોંગ્રેસ દ્વારા વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા મોકલવામાં આવેલી આ નોટિસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, પીએમ મોદીનું નિવેદન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી માટે અપમાનજનક છે. કોંગ્રેસના બંને નેતાઓ લોકસભાના સાંસદ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું? કોંગ્રેસે જણાવ્યું હતું
કોંગ્રેસે રાજ્યસભાના અધ્યક્ષને લખેલા પત્રમાં પીએમ નરેન્દ્ર મોદીનું નિવેદન પણ સામેલ કર્યું છે. પત્ર અનુસાર, પીએમ મોદીએ કહ્યું હતું કે, “મને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે નેહરુજીનું નામ આપણે ક્યારેક ભૂલી ગયા હઈશુ, અને જો ભૂલી જઈએ, તો અમે તેને સુધારી પણ લઈશું… (વિક્ષેપ)… કારણ કે, તેઓ દેશના પહેલા વડાપ્રધાન હતા, પરંતુ મને એ સમજાતું નથી કે તેમની પેઢીનો કોઈ પણ વ્યક્તિ નેહરુજીની અટક રાખવાથી કેમ ડરે છે? શું શરમ આવે છે? નેહરુ અટક રાખવામાં કેમ શરમ અનુભવે છે?… (વિક્ષેપ)… આવી મહાન વ્યક્તિ તમને સ્વીકાર્ય નથી, પરિવારને સ્વીકાર્ય નથી…”
આ પણ વાંચો – મહારાષ્ટ્ર રાજકારણ : દીકરાએ અપનાવ્યો અલગ રસ્તો, તો ઠાકરેના વફાદાર નિરાશ, કહ્યું – તેનો નિર્ણય પીડાદાયક
લંડનના નિવેદન પર ભાજપે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા
બીજી તરફ સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી પણ લંડનમાં આપેલા નિવેદન બદલ રાહુલ ગાંધીની માફી માંગવા પર અડગ છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ શુક્રવારે સવારે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, “રાહુલ ગાંધી, જ્યારે તમે ભારતના આંતરિક મામલામાં બીજા દેશની દખલગીરીની માંગ કરો છો, ત્યારે તમારો ઈરાદો શું છે? કોઈપણ અન્ય દેશ દ્વારા ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી કરવી એ ભારતની સાર્વભૌમત્વ પર હુમલો છે. હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે, યુરોપ અને અમેરિકા તરફથી ભારતના ઘરેલુ મામલામાં દખલ કરવા પાછળ તેમનો શું હેતુ છે?”