Bharat Jodo Yatra: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે (Akhilesh Yadav) ગુરુવારે લખનઉમાં મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે તેમને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી કોઇ આમંત્રણ મળ્યું નથી. તેથી તે આ યાત્રામાં સામેલ થશે નહીં. અમારી સંવેદના તેમની યાત્રા સાથે છે. અખિલેશ આરોપ લગાવ્યો કે અમારી (સમાજવાર્દી પાર્ટી) વિચારધારા અલગ છે. ભાજપ અને કોંગ્રેસ એક જ છે.
અખિલેશ યાદવનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કોંગ્રેસના સૂત્રોએ કહ્યું હતું કે ભારત જોડો યાત્રામાં સામેલ થવા માટે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. બસપા પ્રમુખ માયાવતીને પણ યાત્રામાં સામેલ થવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ભાજપાએ પછાત વર્ગ સામે હંમેશા સોતેલો વ્યવહાર કર્યો – અખિલેશ યાદવ
પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આરોપ લગાવ્યો કે ભાજપાનો પછાત પ્રત્યે હંમેશા સોતેલો વ્યવહાર રહ્યો છે. આજે પછાતનું અનામત છીનવ્યું છે, કાલે દલિતોનો વારો આવી શકે છે. ભાજપા ષડયંત્ર અંતર્ગત બાબા સાહેબે આપેલા વ્યવહારોને ખતમ કરી રહી છે. ઓબીસી અને દલિત અનામત છીનવી તેમને ગુલામ બનાવવા માંગે છે.
આ પણ વાંચો – કોવિડ-19 એલર્ટ: ચીન સહિત 6 દેશોમાંથી ભારત આવતા મુસાફરો માટે નેગેટિવ RT-PCR રિપોર્ટ ફરજિયાત
બીજેપી પછાતના વોટ ઇચ્છે છે પણ અધિકાર આપવા માંગતી નથી – સપા પ્રમુખ
રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કરતા અખિલેશ યાદવે કહ્યું કે બીજેપી પછાતના વોટ ઇચ્છે છે પણ તેમની ભાગીદારીના અધિકાર આપતી નથી. કેન્દ્ર અને રાજ્યમાં પછાતના વોટથી સરકાર બની છે પણ ભાજપાની સરકારમાં પછાત માટે સ્થાન નથી. સરકાર અનામત તો ખતમ કરી રહી છે સાથે ચૂંટણીથી પણ ભાગવા માંગે છે. સપા પ્રમુખે કહ્યું કે બીજેપીમાં સામેલ થયા પછી પછાત વર્ગના મંત્રીઓ અને નેતાઓની આત્મા મરી જાય છે.
તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશની સ્થાનીય ચૂંટણીમાં ઓબીસી અનામત રદ થવાને લઇને સમાજવાદી પાર્ટી રાજ્ય સરકાર પર સતત પ્રહાર કરી રહી છે.