Dalai Lama Security : બિહારના ગયા જિલ્લામાં બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામાની (Dalai Lama) જાસૂસી કરવાના આરોપમાં પોલીસે ચીની મહિલા સોંગ શિયાઓલન (Song Xiaolan) ની ધરપકડ કરી છે. તેને કાલચક્ર (Kalchakra) થી પકડવામાં આવી જ્યાં દલાઇ લામા ઉપદેશ આપે છે. પોલીસનું કહેવું છે કે તલાક થયેલ આ મહિલા બે બાળકોની માતા છે. તે 2019માં ભારત આવી હતી. પછી તે નેપાળ ગઇ હતી પછી ભારતમાં છે.
ગયાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક હરપ્રીત કૌરે મીડિયાકર્મીઓને જણાવ્યું કે સ્થાનીય પોલીસને એક ચીની નાગરિકની સંદિગ્ધ ગતિવિધિઓ વિશે ગુપ્ત જાણકારી મળી હતી. જે છેલ્લા એક વર્ષથી ગયા અને રાજ્યના અન્ય ભાગમાં રહેતી હતી. ખાનગી સૂચના પછી સુરક્ષા વધારી દેવામાં આવી છે.
સ્કેચ જાહેર કરીને કરવામાં આવી રહી હતી શોધ
ગયાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક હરપ્રીત કૌરે કહ્યું હતું કે મહિલા ગુમ છે અને તેના વિશે કોઇ જાણકારી ન હતી. જિલ્લા અધિકારીઓ દ્વારા સંદિગ્ધ ચીની જાસૂસના સ્કેચ જાહેર કરાયા હતા અને સોશિયલ મીડિયા પર સ્થાનીય નિવાસીઓ સાથે-સાથે પોલીસ કર્મીઓને તેના વિશે જાણકારી આપવાની વિનંતી કરી હતી. પોલીસની મહેનત રંગ લાવી હતી અને Song Xiaolanની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો – હવે બીજા રાજ્ય- શહેરમાંથી પણ આપી શકાશે વોટ, ચૂંટણી પંચ જલ્દી આપી શકે છે ગુડ ન્યૂઝ
બોધ ગયામાં સુરક્ષા એલર્ટ
સૂત્રોના મતે આ વખતે દલાઇ લામા માટે ચાર સ્તરીય સુરક્ષા રહેશે. કોવિડની મહામારીના કારણે બે વર્ષ પછી કાલચક્રની પૂજા કરવામાં આવી રહી છે. જેથી આ વખતે ગયા આવનાર વિદેશી પર્યટકોની સંખ્યા ઘણી વધી ગઇ છે. ધાર્મિક કાર્યક્રમમાં લગભગ 30થી 40 હજાર વિદેશી પર્યટકો સામેલ થવાની આશા છે. 29 ડિસેમ્બરે શરૂ થયેલી કાલચક્રની પૂજા લગભગ એક મહિનામાં ખતમ થશે. દલાઇ લામા 29 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી દરરોજ એક ખાસ સમય પર કાલચક્ર મેદાનમાં પોતાનું પ્રવચન આપવાના છે.