નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે, લોકસભા ચૂંટણીમાં ભાજપ 300 બેઠકો જીતશે : અમિત શાહ

Amit Shah lok sabha poll: દેશના ગૃહ મંત્રી અમિત શાહે આસામમાં એક રેલીને સંબોધિત કરતી કોંગ્રેસના રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરવાની સાથે સાથે આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની (bjp) જીત અંગે ભવિષ્યવાણી કરી.

Amit Shah lok sabha poll: દેશના ગૃહ મંત્રી અમિત શાહે આસામમાં એક રેલીને સંબોધિત કરતી કોંગ્રેસના રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરવાની સાથે સાથે આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની (bjp) જીત અંગે ભવિષ્યવાણી કરી.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
amit shah

દેશના ગૃહ મંત્રી અમિત શાહ આસામની મુલાકાતે (Twitter/@AmitShah)

દેશની કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 11 એપ્રિલ, 2023 મંગળવારે આસામના ડિબ્રુગઢમાં એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવાની સાથે સાથે ભાજપની નીતિઓના ભરપેટ વખાણ કર્યા હતા. શાહે કહ્યું કે, “ભાજપ સંગઠનના આધારે ચાલનાર પાર્ટી છે અને કાર્યાલય ભાજપની તમામ પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે… હાલ પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી અને ત્રણેય રાજ્યોમાં ભાજપ સરકારની હિસ્સેદારી છે. પૂર્વોત્તરના 7 રાજ્યોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર છે અને તેના કારણે પૂર્વોત્તરનો વિકાસ થયો છે.

Advertisment

'આસામમાં 14માંથી 12 બેઠકો જીતશે ભાજપ'

અમિત શાહે કહ્યું કે, આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ આસામની 14માંથી 12 બેઠકો જીતશે અને સમગ્ર દેશમાં 300થી વધુ બેઠકો જીતીને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે. કેન્દ્રીય મંત્રીએ તેમના સંબોધનમાં કહ્યું કે, પૂર્વોત્તર એક સમયે કોંગ્રેસનો ગઢ હતો, પરંતુ રાહુલ ગાંધીની યાત્રા બાદ પણ કોંગ્રેસ તાજેતરની ચૂંટણીમાં સારો દેખાવ કરી શકી નથી. આસામના 70 ટકા હિસ્સામાંથી સશસ્ત્ર બળ વિશેષ અધિકાર અધિનિયમ (AFSPS) નાબૂદ કરાયો છે, અન્ય રાજ્યોની સાથે સરહદ વિવાદ ઉકેલવામાં આવી રહ્યો છે.

રાહુલ ગાંધીએ વિદેશમાં ભારતનું અપમાન કર્યું - અમિત શાહ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનીના બ્રિટન પ્રવાસ દરમિયાન વિવાદાસ્પદ નિવેદનનો ઉલ્લેખ કરતાં શાહે કહ્યું ,કે રાહુલ ગાંધીએ વિદેશમાં ભારતનું અપમાન કર્યું છે, જો તેઓ આમ કરતા રહેશે તો તેની અસર માત્ર પૂર્વોત્તર જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં થશે. કોંગ્રેસનો સફાયો થઈ જશે. . શાહે કહ્યું કે તેઓ (વિપક્ષ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ જેટલું ખરાબ બોલશે, તેટલી જ ભાજપ આગળ વધતી જશે.

આ પણ વાંચોઃ અમિત શાહની અરુણાચલ પ્રદેશ યાત્રાથી ચીનના પેટમાં તેલ રેડાયું, કહ્યુ ‘આ મુલાકાત સરહદ પર શાંતિ માટે યોગ્ય નથી’

Advertisment

ગૃહ મંત્રીએ કહ્યું કે, આસામના 70 ટકા વિસ્તારોમાંથી વિવાદાસ્પદ સશસ્ત્ર દળો (સ્પેશિયલ પાવર્સ) એક્ટ, 1958 અથવા AFSPA પરત ખેંચી લેવામાં આવ્યા છે, જ્યારે બોડોલેન્ડ અને કાર્બી આંગલોંગ વિસ્તારો શાંતિપૂર્ણ છે અને પડોશી રાજ્યો સાથે રાજ્યનો સરહદ વિવાદ ઉકેલવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. ભાજપે ત્રિપુરામાં સરકાર બનાવી અને અન્ય બે રાજ્યોમાં સાથી રાજકીય પક્ષો સાથે ફરી સત્તામાં આવી છે.

લોકસભા ચૂંટણી 2024 politics રાહુલ ગાંધી અમિત શાહ દેશ congress ભાજપ