દેશના ગૃહ મંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા અમિત શાહ શુક્રવારે ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં હતા. જ્યાં તેમણે એક જનસભાને સંબોધિત કરતા વિપક્ષી દળો પર પ્રહાર કર્યો હતો. અમિત શાહે પોતાના ભાષણ દરમિયાન દાવો કર્યો કે લોકસભા સદસ્યતાથી રાહુલ ગાંધીને અયોગ્ય ઘોષિત કરવાને લઇને સંસદની કાર્યવાહી બાધિત કરવા માટે દેશ વિપક્ષી દળોને માફ કરશે નહીં.
કૌશામ્બી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યા પછી એક જનસભાને સંબોધિત કરતા અમિત શાહે બધા સમાજના બધા વર્ગોના સર્વાંગીય કલ્યાણ માટે 2024માં ફરી એક વખત નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રીના રુપમાં પસંદ કરવાનું આહ્વાન કર્યું. અમિત શાહે આ દરમિયાન લોકોને એક સવાલ પણ પૂછ્યો કે શું આ દેશના કોઇ નેતાએ વિદેશમાં દેશમાં અપમાન કરવું જોઈએ?
રાહુલ ગાંધી પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે રાહુલ બાબા, કોણ ડરે છે? રાહુલ બાબા અહીં મેદાન ખુલ્લુ પડ્યું છે, મેદાન તમે નક્કી કરી લો ભારતમાં ક્યાં પણ હોય, ભાજપ બે-બે હાથ કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે કેવા પ્રકારની રાજનીતિને ભારતમાં લાવવા માંગે છે. તમને શું લાગે છે કે દેશની જનતા કશું સમજતી નથી. દેશની જનતા જોવે છે અને સમજે પણ છે.
આ પણ વાંચો – પ્રયાગરાજમાં બીજેપી નેતાના પુત્ર પર બોમ્બથી હુમલો, CCTVમાં કેદ થઇ ઘટના, જુઓ વીડિયો
અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે 10 વર્ષથી તમારી પાસે નેતા પ્રતિપક્ષનું પદ નથી. રાહુલ બાબા આ વખતે ફરી એક વાર નરેન્દ્ર મોદીની 300 પાર સાથે સરકાર બનવા જઈ રહી છે. પીએમ મોદીએ દેશને સમૃદ્ધ બનાવ્યો છે અને દુનિયામાં દેશનું ગૌરવ વધાર્યું છે. કોંગ્રેસના લોકો કહે છે કે મોદી તેરી ક્રબ ખુદેગી. હું આ કોંગ્રેસીઓને બતાવવા માંગીશ કે સોનિયા જી હોય, રાહુલ જી હોય કે કોઇ અન્ય જ્યારે મોદી જી ને ગાળો આપવામાં આવે છે, જનતા તે ગાળોના કીચડમાં દમદાર રીતે કમળ ઉગાડે છે.
અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ કહે છે કે લોકતંત્ર ખતરામાં છે. લોકતંત્ર ખતરામાં નથી તમારો પરિવાર ખતરામાં છે. પરિવારવાદની રાજનીતિ ખતરામાં છે, ભારતનું લોકતંત્ર નહીં. તમે આ દેશના લોકતંત્રને જાતિવાદ, પરિવારવાદ અને તૃષ્ટીકરણના ત્રણ નાસુરોથી ઘેરીને રાખ્યું છે. અમિત શાહે દાવો કર્યો કે પીએમ નરેન્દ્ર મોદીએ જાતિવાદને સમાપ્ત કરી દીધો છે. તેમણે પરિવારવાદી પાર્ટીઓને પણ હરાવી અને તેમણે તૃષ્ટીકરણને પણ સમાપ્ત કર્યું છે. જેના કારણે તે ડરેલા છે.
અમિત શાહે કહ્યું કે અત્યાર સુધી 17 ધારાસભ્યો-સાંસદોની સદસ્યતા ગઇ છે, જેમાં રાહુલ ગાંધી પણ સામેલ છે. હું રાહુલ ગાંધી જી ને કહીશ કે કાનૂનનું પાલન કરવું દરેક નાગરિકનો ધર્મ છે. તમે તો સાંસદ હતા આ સજાને પડકાર આપો, કોર્ટમાં લડો. દેશની સંસદનો સમય તમે બર્બાદ કરી દીધો, આ દેશની જનતા તમને ક્યારેય માફ કરશે નહીં.