ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બીજેપી નેતા પર બોમ્બથી હુમલો થયો છે. પ્રયાગરાજ પોલીસે શુક્રવારે મીડિયાને જણાવ્યું કે અજાણ્યા બાઇક સવાર લોકોએ સ્થાનીક ભાજપા નેતા વિજય લક્ષ્મી ચંદેલના પુત્ર પર શહેરની એક કોલોનીમાં કાર પર દેશી બોમ્બ ફેંક્યો હતો.
પોલીસના મતે વિજય લક્ષ્મી ચંદેલનો 20 વર્ષીય પુત્ર વિધાન સિંહ પોતાની કારમાં બેઠો હતો. તે સમયે કેટલાક લોકોએ તેના પર બોમ્બ ફેંક્યો હતો. ઝુંસીના થાણા પ્રભારી વૈભવ સિંહે જણાવ્યું કે વિધાન સિંહ હુમલામાં બાલ-બાલ બચી ગયો છે. જ્યારે હુમલાખોર સ્થળ પરથી ફરાર થઇ ગયા છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી વીડિયોમાં જોવા મળે છે કે સફેદ રંગની સફારી કાર રસ્તા પર ઉભી છે. સામેથી બે બાઇકસવાર આવે છે અને બે બોમ્બ ગાડીના કાચ પર ફેંકે છે. જેથી જોરદાર ધમાકો થાય છે અને ધુમાડો ઉડે છે. આ પછી હુમલાખોર ભાગી જાય છે. તેમણે મો પર રુમાલ બાંધેલો હતો. આ કારમાં વિધાન સિંહ બેઠો હતો.
આ પણ વાંચો – અમૃતપાલ સિંહ ભારત પરત ફરતા પહેલા જ્યોર્જિયા ગયો હતો, ભિંડરાવાલે જેવો દેખાવવા માટે કરાવી હતી સર્જરી
પોલીસે કહ્યું કે શિવમ યાદવ અને તેના કેટલાક સહયોગીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. એફઆઈઆરમાં રહેલા લોકોના ઘરો પર છાપેમારી કરવામાં આવી રહી છે.
વિધાન સિંહે પોલીસને જણાવ્યું કે તેનો કોન્સ્ટેબલના પુત્ર સાથે વિવાદ થયો હતો. આ પછી કોન્સ્ટેબલ અને તેનો પુત્ર ભાજપા નેતાના ઘરે ગયા હતા અને માફી માંગી હતી.