LAC Clash: સંસદની બહાર અમિત શાહે કહ્યું – રાજીવ ગાંધી ફાઉન્ડેશને ચીન પાસેથી લીધા પૈસા, નેહરુના ચીન પ્રેમના કારણે ભારતને થયું મોટું નુકસાન

Tawang Clash: અમિત શાહે કહ્યું - દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભારતની એક ઇંચ જમીન પર કોઇપણ કબજો નથી અને કોઇ કરી પણ શકશે નહીં

Written by Ashish Goyal
Updated : December 13, 2022 18:46 IST
LAC Clash: સંસદની બહાર અમિત શાહે કહ્યું – રાજીવ ગાંધી ફાઉન્ડેશને ચીન પાસેથી લીધા પૈસા, નેહરુના ચીન પ્રેમના કારણે ભારતને થયું મોટું નુકસાન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (File Photo)

Tawang Clash: અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં ચીન અને ભારતીય સૈનિકો (India-China)વચ્ચે ઝડપ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે ચીન સમસ્યા માટે વિપક્ષી દળ કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને (Rajiv Gandhi Foundation)ચીન પાસેથી મોટી રકમ મળી છે. અમિત શાહે પંડિત જવાહર લાલ નેહરુના ચીન પ્રેમને સરહદ વિવાદનું મોટું કારણ ગણાવ્યું છે. સંસદની બહાર મીડિયા સાથે વાત કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારતની એક ઇંચ જમીન પર કોઇ કબજો થયો નથી.

રાજીવ ગાંધી ફાઉન્ડેશનનું રદ થશે FCRA લાઇસેન્સ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં મંગળવારે પ્રશ્નકાળ ના ચાલવા દેવા માટે વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસની ટિકા કરી છે. તેમણે કહ્યું કે સંસદીય કાર્ય મંત્રીએ સ્પષ્ટ કહ્યું હતું કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સંસદના બન્ને સદનોમાં તવાંગ ઝડપ પર નિવેદન આપશે. આમ છતા પ્રશ્નકાળ ચાલવા દીધો ન હતો.

આ પણ વાંચો – ભારતીય ક્ષેત્રમાં આવી પહોંચ્યા હતા 300 ચીની સૈનિકો, 70-80 ભારતીય બહાદુર સૈનિકોએ આપી ટક્કર

અમિત શાહે કહ્યું કે જ્યારે મેં પ્રશ્નકાળના મુદ્દાની યાદી જોઈ અને પ્રશ્ન સંખ્યા 5 જોયા પછી મને કોંગ્રેસની ચિંતા સમજમાં આવી ગઇ હતી. તે પ્રશ્ન કોંગ્રેસના રાજીવ ગાંધી ફાઉન્ડેશનના (RGF)વિદેશી યોગદાન વિનિયમન અધિનિયમ (FCRA)લાઇસેન્સને રદ કરવા સાથે જોડાયેલો હતો. જેથી કોંગ્રેસ ચર્ચા છોડીને ભાગી ગઇ હતી.

ભારતીય સૈનિકોની વીરતાની અમિત શાહે પ્રશંસા કરી

અમિત શાહે કહ્યું કે દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભારતની એક ઇંચ જમીન પર કોઇપણ કબજો નથી અને કોઇ કરી પણ શકશે નહીં. તેમણે સેનાના જવાનોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે 8 ડિસેમ્બરની રાત્રે અને 9 ડિસેમ્બરની સવારે આપણા જવાનોએ સરહદમાં ઘુસી રહેલા ચીની સૈનિકોને ભગાડ્યા અને પોતાની જમીનની સુરક્ષા કરી હતી. આપણા જવાનોએ જે વીરતા બતાવી છે તેની પ્રશંસા કરું છું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ