scorecardresearch

અમતૃપાલ સિંહ : દુબઇનો ટ્રક ડ્રાઇવર કેવી રીતે બન્યો ‘વારિસ પંજાબ દે’નો ચીફ, ખાલિસ્તાન અને ISI સાથે પણ છે સંપર્ક

Amritpal singh history : અમૃતપાલ સિંહની પંજાબ પોલીસ હાલ શોધખોળ કરી રહી છે. 19 વર્ષની વયે દુબઇમાં ટ્રક ડ્રાઇવર બનીને ગયેલો પણ ત્યાંથી ભારત પરત ફર્યો ત્યારે ‘વારિસ પંજાબ દે’ના ચીફ અને ‘ખાલિસ્તાનનો પોસ્ટર બોય’ બનીને આવ્યો.

Amritpal singh
વારિસ દે પંજાબના ચીફ અમૃતપાલ સિંહ (ફોટો – રોઇટર્સ)

પંજાબ પોલીસને થાપ આપીને ફરાર થયેલા વારિસ દે પંજાબના વડા અને ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહની શોધખોળ ચાલી રહી છે. આ દરમિયાન પોલીસે અમૃતપાલ સિંહના નજીકના ઘણા સભ્યો અને સમર્થકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં તેના કાકા અને ડ્રાઇવરે જલંધર પોલીસની સામે સરેન્ડર કરી દીધું છે. જલંધરના એડિશનલ પોલીસ કમિશ્નર (રૂરલ) સ્વર્ણદીપ સિંહે જણાવ્યું કે, અમૃતપાલ સિંહના કાકા હરજીત સિંહ અને ડ્રાઇવર હરપ્રીત સિંહે રવિવારે મોડી રાત્રે જલંધરના મેહતપુર વિસ્તારમાં એક ગુરુદ્વારની નજીક આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે અમૃતપાલ સિંહને ભાગેડુ જાહેર કર્યો છે.

દુબઈમાં ટ્રક ચલાતો હતો અમૃતપાલ સિંહ

ન્યૂઝ એજન્સી પીટીઆઈએ અધિકારીઓને આપેલી માહિતી અનુસાર, વિદેશમાં રહેતા શીખ ભાગલાવાદીઓની મદદથી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIએ પંજાબમાં આતંકવાદને ફરી ભડકાવવા માટે ભારતમાં અમૃતપાલ સિંહને ઉશ્કેર્યો છે. દુબઈમાં તે ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. ગયા વર્ષે જ તે દુબઈથી ભારત પરત ફર્યો હતો

દુબઇમાં ખાલિસ્તાની સમર્થક સાથે સંબંધ, ISI સાથે પણ સંપર્ક

અમૃતપાલ સિંહ 9 વર્ષથી ભારતની બહાર હતો. 19 વર્ષની ઉંમરે તે દુબઈ ગયો હતો અને ત્યાં ટ્રક ચલાવતો હતો. અહીં તે ખાલિસ્તાન સમર્થકોના સંપર્કમાં હતો. ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનના વડા લખબીર સિંહ સાથે તેના કથિત સંબંધો છે. લખબીર સિંહ નવી દિલ્હીમાં સરકારી અધિકારીઓ પર હુમલાના ષડયંત્ર, પંજાબમાં નફરત ફેલાવવા અને હથિયારોની દાણચોરીના મામલે વોન્ટેડ છે. પોલીસે જણાવ્યું કે, અમૃતપાલે ISIની મદદથી પંજાબમાં પોતાનું સંગઠન મજબૂત કરવાનું શરૂ કર્યું અને બાદમાં તેણે ‘ખાલસા વીર’ નામનું અભિયાન શરૂ કર્યું અને ગામડાઓ સુધી પહોંચીને પોતાના મૂળિયાં મજબૂત કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે તે દુબઈમાં હતો ત્યારે તે જસવંત સિંહ રોડે અને પરમજીત સિંહ પમ્મા સાથે પણ સંપર્કમાં હતો, જેઓ ખાલિસ્તાનના સમર્થક છે. જસવંત આંતરરાષ્ટ્રીય શીખ યુથ ફેડરેશનના વડા ખાલિસ્તાની સમર્થક લખબીર સિંહ રોડેનો ભાઈ છે. આ દરમિયાન તે આઈએસઆઈના સંપર્કમાં પણ આવ્યો હતો. આઈએસઆઈએ પંજાબમાં આતંકવાદને ફરી સક્રિય કરવા માટે અમૃતપાલનો સહારો લીધો હોવાનું માનવામાં આવે છે.

9 વર્ષ બાદ પંજાબ પરત ફરી ‘વારિસ પંજાબ દે’માં જોડાયો

અમૃતપાલ સિંહ ભારત પરત ફર્યો ત્યારે તેના વર્તનથી તેના પરિવારના સભ્યો પણ આશ્ચર્યચકિત થયા હતા. પહેલા જ્યારે તેણે અચાનક 9 વર્ષ પછી ભારત પરત ફરવાની વાત કરી તો પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. તેની માતા બલવિંદર અને તેનો ઉપયોગ યુવાનોને ઉશ્કેરવા માટે કરતી હતી. સંગઠનના માધ્યમથી ગામડે ગામડે જઈને યુવાનોને ધર્મના નામે ભડકાવ્યા. આ દરમિયાન તેઓ વારિસ પંજાબ દે સંગઠનમાં જોડાયા હતા અને ગયા વર્ષે તેને સંગઠનનો વડા પણ જાહેર કરવામાં આવ્યો હતો.

Who is Amritpal Singh
કોણ છે અમૃતપાલ સિંહ? (ફોટો – એક્સપ્રેસ)

કેવી રીતે બન્યો ‘ભિંડરવાલે 2.0’

અમૃતપાલ સિંહના પિતા તરસેમ સિંહે જણાવ્યું કે, દુબઇમાં તેણે વાળ કપાવી નાંખ્યા હતા અને કહેવા છતાં પણ તે ગુરુદ્વારામાં જતો ન હતો, પરંતુ જ્યારે પંજાબમાં ધાર્મિક ગ્રંથોના અપમાનની ઘટનાઓ વધવા લાગી તો તેની ધર્મ પ્રત્યે રૂચિ વધી. અમૃતપાલ સિંહને ‘ભિંડરવાલે 2.0’ કહેવામાં આવે છે, કારણ કે તે તેના જેવો દેખાય છે. ભિંડરવાલે એક ખાલિસ્તાન સમર્થક હતો. જૂન 1884માં તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ અમૃતસરના પ્રખ્યાત સુવર્ણ મંદિરમાં ઓપરેશન બ્લૂ સ્ટારથી તેને ઠાર કર્યો હતો. અમૃતપાલ સિંહ ભિંડરવાલેની જેમ વાદળી પાઘડી પહે છે અને તલવાર રાખે છે. તેમે સપ્ટેમ્બરમાં મોગા જિલ્લાના રોડે ગામમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તે ભિંડેરવાલેનું પૈતૃક ગામ છે. આ કારણસર જ અમૃતપાલને ‘ભિંડરવાલે 2.0’ કહેવામાં આવે છે.

આ પણ વાંચોઃ અમૃતપાલના કાકા-ડ્રાઇવરે કર્યું સરેન્ડર, પંજાબમાં હાઇ એલર્ટ, પોલીસની સામે આ છે મોટો પડકાર

ચાલુ વર્ષે પ્રજાસત્તાક દિવસે તરનતારનમાં અમૃતપાલ સિંહે રેલી હોય કે મીડિયા ઇન્ટરવ્યૂ, તેણે ભાગલાવાદી અને ખાલિસ્તાનની રચનાનું ખુલીને સમર્થન કર્યું હતું. અધિકારીઓએ કહ્યું કે, પોતાની આ મહત્વકાંક્ષાને પૂર્ણ કરવા માટે અમૃતપાલે શીખ યુવકોને લોકશાહી રીતે ચુંટાયેલી સરકારની વિરુદ્ધ સશ્ત્ર વિદ્રોહ કરવા માટે ઉશ્કેર્યા હતા. મોગા જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન અમૃતપાલ સિંહે કહ્યું કે, બિન શીખ દ્વારા સંચાલિત સરકારને પંજાબના લોકો પર શાસન કરવાનો કોઇ અધિકાર નથી અને પંજાબના લોકો પર માત્ર શીખોનું શાસન હોવું જોઇએ.

Web Title: Amritpal singh history waris punjab de bhinderwale

Best of Express