ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ હજુ પણ પોલીસની પકડથી દૂર છે. હવે તેણે પોતાનો રેકોર્ડેડ વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં અમૃતપાલ પંજાબી ભાષામાં શીખ સમુદાયના લોકોને ભડકાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. વીડિયોમાં અમૃતપાલ કહે છે કે હું શીખ સંતોને અપીલ કરું છું કે જેટલા પણ શીખ સંત દેશ-વિદેશમાં છે. બૈશાખી પર થનારા સરબત ખાલસામાં ત્યાં કોમના મુદ્દાની વાત થાય. ઘણા લાંબા સમયથી આપણી કોમ નાના-નાના મોરચે સતત ઉલઝી રહી છે. આપણે પંજાબના મુદ્દા હલ કરવાના છે.
40 મિનિટના આ વીડિયોમાં અમૃતપાલ સિંહે કહ્યું કે તેની સામે સરકારની કાર્યવાહી તેની ધરપકડ માટે નહીં પણ શીખ સમુદાય પર હુમલો હતી. વીડિયોમાં તેણે એમ પણ કહ્યું કે સરકાર તેની ધરપકડ કરવા માંગે છે તો ધરપકડ કરી શકે છે. એ કહતા કે કોઇ તેને કોઇ નુકસાન પહોંચાડી શકે નહીં. અમૃતપાલે કહ્યું કે તેને ધરપકડની બીક નથી.
વીડિયોમાં અમૃતપાલ સિંહે કહ્યું કે હું બધા શીખોને અપીલ કરું છું કે તે જ્યાં પણ છે તે વૈશાખી પર થનારા સરબત ખાલસામાં ભાગ લઇને કોમના મુદ્દા પર ચર્ચા કરે. અમારી સાથે સરકારે જે અત્યાચાર કર્યો છે તેના પર તે બોલે. અમારા સાથીઓને જે રીતે પકડવામાં આવ્યા છે તેનાથી અમે હતાશ નથી. અમને ખબર છે કે આવું કશુંક થવાનું જ હતું.
આ પણ વાંચો – શું અમૃતપાલે સિંહે બદલી નાખ્યો છે લૂક? પગડી વગર સીસીટીવીમાં થયો કેદ
અમૃતપાલે કહ્યું કે મારા સાથીઓની ધરપકડ કરીને અસમ મોકલવામાં આવ્યા છે. તે બધા શીખ કોમને અલગ-થલગ કરી રહ્યા છે. જત્થેદાર સાહેબે કહ્યું છે કે તે ગામમાં જઈને લોકોને જાગૃત કરશે. સરકારે લોકોના મનમાં જે બીક ઉભી કરી છે તેને તોડવા માટે જરૂરી છે. જત્થેદાર પોતે આગળ આવીને આંદોલનની આગેવાની કરે. પંજાબની જવાનીને બચાવવી છે તો બધાએ આગળ આવવું પડશે. જ્યાં સુધી મારી ધરપકડની વાત છે તો તે સાચા પાતશાહ (ભગવાન)ના હાથમાં છે.
ડીયુની એક વિદ્યાર્થિનીના ફ્લેટ પર રોકાયો હતો અમૃતપાલ
દિલ્હીની એક માર્કેટમાં કથિત રુપથી અમૃતપાલ અને પપ્પલપ્રીત ફરતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી જાસુસી એજન્સીઓને જાણકારી મળી હતી કે આ બન્ને 20 અને 21 માર્ચે દિલ્હીમાં હતા. ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહ્યું કે 20 માર્ચની રાત્રે આ બન્ને લક્ષ્મીનગરમાં દિલ્હી યુનિવર્સિટીની સેકન્ડ યરની એક વિદ્યાર્થિનીના ફ્લેટ પર રોકાયા હતા અને બીજા દિવસે ત્યાંથી ચાલ્યા ગયા હતા. વિદ્યાર્થિનીને પપ્પલપ્રીત સિંહની મિત્ર બતાવવામાં આવી રહી છે, તે તેના ગામની પાસેની છે. સૂત્રોએ જણાવ્યું કે પપ્પલસિંહની વિદ્યાર્થિની સાથે દિલ્હીમાં કિશાન આંદોલન દરમિયાન મુલાકાત થઇ હતી. તે બે વખત તેના ઘરે પર ગયો હતો. સૂત્રોએ જણાવ્યું કે પોલીસ વિદ્યાર્થિનીની પુછપરછ કરી રહી છે અને તેની સામે કાનૂની એક્શન ઉપર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.