પંજાબ પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે ભાગેડુ અમૃતપાલ સિંહ જનતા વચ્ચે સરેન્ડર કરી શકે છે. પોલીસનું કહેવું છે કે તે શ્રી અકાલ તખ્ત સાહેબ જઇને આત્મસમર્પણ કરી શકે છે. 18 માર્ચથી ફરાર અમૃતપાલ હજુ સુધી પોલીસને પકડથી દૂર છે. પોલીસ દિવસ-રાત તેને શોધી રહી છે. આ દરમિયાન ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં તે ક્યારેક હરિયાણા, ક્યારેક દિલ્હી તો ક્યારેક પંજાબમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
હોશિયારપુરમાં પોલીસનું મોટા પાયે સર્ચ ઓપરેશન
મંગળવારે પોલીસને જાણકારી મળી હતી કે અમૃતપાલ અને તેનો સહયોગી પપ્પલપ્રીત હોશિયારપુરમાં સંતાયા હોઇ શકે છે. આ પછી પોલીસે મોટા સ્તરે સર્ચ અભિયાન શરુ કર્યું હતું. જ્યાં પોલીસે એક કારનો પીછો કર્યો હતો, જેમાં અમૃતપાલ અને પપ્પલપ્રીત હોવાની શંકા હતી. જોકે કારમાં સવાર બે લોકો પોલીસને જોઈને ખેતરમાં ભાગી ગયા હતા. તેમના સિવાય બીજા બે લોકોની પોલીસે ધરપકડ કરી હતી. જેમણે સ્વીકાર્ય કર્યો કે અમૃતપાલ અને પપ્પલપ્રીત તેમની કારમાં હતા. આ પછી મંગળવારે મોડી રાત્રે મરનીયા ગામ અને તેની આસપાસ સર્ચ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું.
પોલીસે સૂત્રોએ જણાવ્યું કે પોલીસને શંકા હતી કે ભાગેડુ અમૃતપાલ અને તેનો સહયોગી કારમાં હતા. જે પછી પંજાબ પોલીસની કાઉન્ટર ઇન્ટેલિજેન્સ શાખાએ ફગવાડામાં તે કારનો પીછો કર્યો હતો. તેમણે જણાવ્યું કે એવું માનવામાં આવી રહ્યું છે કે વાહનમાં ત્રણ ચાર લોકો સવાર હતા અને તે લોકો મરનીયા કલામાં ગુરુદ્વારા ભાઇ ચંચલ સિંહની નજીક પોતાની કાર છોડીને ભાગી ગયા હતા. ગામની મંગળવારે રાત્રે ઘેરાબંધી કરવામાં આવી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તે સિવાય રસ્તામાં તપાસ ચોકીઓ લગાવવામાં આવી હતી. અમૃતપાલના ફરાર થયા પછી પંજાબ પોલીસ હાઇ એલર્ટ પર છે.
આ પણ વાંચો – શું અમૃતપાલે સિંહે બદલી નાખ્યો છે લૂક? પગડી વગર સીસીટીવીમાં થયો કેદ
ડીયુની એક વિદ્યાર્થિનીના ફ્લેટ પર રોકાયો હતો અમૃતપાલ
દિલ્હીની એક માર્કેટમાં કથિત રુપથી અમૃતપાલ અને પપ્પલપ્રીત ફરતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી જાસુસી એજન્સીઓને જાણકારી મળી હતી કે આ બન્ને 20 અને 21 માર્ચે દિલ્હીમાં હતા. ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહ્યું કે 20 માર્ચની રાત્રે આ બન્ને લક્ષ્મીનગરમાં દિલ્હી યુનિવર્સિટીની સેકન્ડ યરની એક વિદ્યાર્થિનીના ફ્લેટ પર રોકાયા હતા અને બીજા દિવસે ત્યાંથી ચાલ્યા ગયા હતા. વિદ્યાર્થિનીને પપ્પલપ્રીત સિંહની મિત્ર બતાવવામાં આવી રહી છે, તે તેના ગામની પાસેની છે. સૂત્રોએ જણાવ્યું કે પપ્પલસિંહની વિદ્યાર્થિની સાથે દિલ્હીમાં કિશાન આંદોલન દરમિયાન મુલાકાત થઇ હતી. તે બે વખત તેના ઘરે પર ગયો હતો. સૂત્રોએ જણાવ્યું કે પોલીસ વિદ્યાર્થિનીની પુછપરછ કરી રહી છે અને તેની સામે કાનૂની એક્શન ઉપર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.