scorecardresearch

અમૃતપાલ સિંહના સાથી પપ્પલપ્રીત સિંહની ધરપકડ, NSA અંતર્ગત થશે કાર્યવાહી

Amritpal Singh : પપ્પલપ્રીત સિંહ 18 માર્ચ પછી ફરાર હતો, પંજાબ પોલીસે બૈશાખી સમારોહ દરમિયાન અમૃતપાલ સિંહના સરેન્ડર કરવાની અફવા વચ્ચે આખા પંજાબમાં સુરક્ષા વધારી દીધી છે

Amritpal Singhs aide Papalpreet Singh
અમૃતપાલના નજીકના સાથી પપ્પલપ્રીત સિંહને અમૃતસરના કાઠુ નાંગલ વિસ્તારમાંથી પકડવામાં આવ્યો છે

Amritpal Singh : દિલ્હી અને પંજાબ પોલીસના એક જોઇન્ટ ઓપરેશન પછી ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિહના સાથી પપ્પલપ્રીત સિંહની ધરપકડ કરવામાં આવી છે. પપ્પલપ્રીત સિંહ 18 માર્ચ પછી ફરાર હતો. થોડાક દિવસો પહેલા વાયરલ થયેલા ફોટોમાં અમૃતપાલ અને પપ્પલપ્રીત સિંહ સાથે જોવા મળ્યા હતા. જાણકારી પ્રમાણે સ્પેશ્યલ સેલ અને પંજાબ પોલીસે મોટા ઓપરેશન પછી આ સફળતા મેળવી છે.

પંજાબ પોલીસના આઈજીપી સુખચેન સિંહ ગિલે કહ્યું કે અમૃતપાલના નજીકના સાથી પપ્પલપ્રીત સિંહને અમૃતસરના કાઠુ નાંગલ વિસ્તારમાંથી પકડવામાં આવ્યો છે. તેના પર એનએસએ લગાવવામાં આવ્યો છે.

એપ્રિલની શરૂઆતમાં સોશિયલ મીડિયા પર એક સીસીટીવી ફૂટેજમાં પપ્પલપ્રીત સિંહ કથિત રીતે જોવા મળ્યો હતો. પપ્પલપ્રીત સિંહ હોશિયાપુરના તનૌલી ગામ પાસે ડેરામાં જોવા મળ્યો હતો. તે ફૂટેજ 29 માર્ચના બતાવવામાં આવી રહ્યા હતા. તેના એક દિવસ પછી પંજાબ પોલીસની કાઉન્ટર ઇન્ટેલિજેન્સ વિંગની એક ટીમે ફગવાડાથી એક ટોયોટા ઇનોવાનો પીછો કર્યો હતો. પોલીસને શંકા હતી કે અમૃતપાલ અને પપ્પલપ્રીત તેમાં યાત્રા કરી રહ્યા હતા.

આ પણ વાંચો – અમૃતપાલ સિંહ ભારત પરત ફરતા પહેલા જ્યોર્જિયા ગયો હતો, ભિંડરાવાલે જેવો દેખાવવા માટે કરાવી હતી સર્જરી

પંજાબ પોલીસે બૈશાખી સમારોહ દરમિયાન અમૃતપાલ સિંહના સરેન્ડર કરવાની અફવા પહેલા આખા પંજાબમાં સુરક્ષા વધારી દીધી છે. પપ્પલપ્રીત સિંહની ધરપકડ પોલીસને અમૃતપાલને શોધવામાં મદદગાર સાબિત થશે.

પંજાબ પોલીસના પ્રમુખ ગૌરવ યાદવ સોમવારે સ્વર્ણ મંદિર ગયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે કાનૂન જેને પણ ઇચ્છે છે પોલીસ તેને પકડી લેશે. સારું રહેશે કે આવા લોકો કાનૂન સામે સરેન્ડર કરી દે. તેમણે કહ્યું કે આ આખા ષડયંત્ર પાછળ પાકિસ્તાનનો હાથ છે.

અમૃતપાલ 18 માર્ચથી ફરાર છે

અમૃતપાલ 18 માર્ચથી ફરાર છે. તેના ઘણા સીસીટીવી સામે આવ્યા હોવા છતા તે પોલીસની પકડમાં આવ્યો નથી. બીજી તરફ તેના કાકા હરજીત સિંહ અને દલજીત સિંહ કલસી સહિત તેના આઠ નજીકના સાથીઓની ધરપકડ કરીને ડિબ્રુગઢ મોકલવામાં આવ્યા છે. હાલમાં જ ઈન્ટેલિજન્સ અધિકારીઓની એક ટીમ તેમની પૂછપરછ કરવા ત્યાં ગઈ હતી.

Web Title: Amritpal singhs aide papalpreet singh detained under nsa

Best of Express