Amul Milk: તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ગુરુવારે (25 મે, 2023) કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખ્યો છે. જેમાં તેમણે રાજ્યમાં ડેરી પ્રોડક્ટ્સ કંપની અમૂલના દૂધનું વેચાણ બંધ કરવા સૂચના આપવા વિનંતી કરી છે. પત્રમાં તેમણે અમિત શાહનું ધ્યાન તમિલનાડુના મિલ્ક શેડ વિસ્તારમાં અમૂલના દૂધની પ્રાપ્તિને કારણે ઉદ્ભવતા મુદ્દાઓ તરફ દોર્યું હતું. અમૂલે દક્ષિણના રાજ્યમાં તેના ઉત્પાદનોનું વેચાણ શરૂ કર્યું છે.
અમૂલ એ ગુજરાત સ્થિત કંપની છે, જે દેશના વિવિધ ભાગોમાં દૂધના ઉત્પાદનોનું વેચાણ કરે છે. સ્ટાલિને જણાવ્યું હતું કે, તાજેતરમાં રાજ્ય સરકારના ધ્યાન પર આવ્યું છે કે, અમૂલે કૃષ્ણગિરી જિલ્લામાં ચિલિંગ સેન્ટર અને પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા માટે તેના બહુ-રાજ્ય સહકારી લાયસન્સનો ઉપયોગ કર્યો છે. તેની સાથે જ, અમૂલ તમિલનાડુમાં કૃષ્ણાગિરી, ધર્મપુરી, વેલ્લોર, રાનીપેટ, તિરુપથુર, કાંચીપુરમ અને તિરુવલ્લુર જિલ્લામાં અને તેની આસપાસ સ્થિત FPOs અને SHGs દ્વારા દૂધ મેળવવાની યોજના ધરાવે છે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.
સ્ટાલિને પત્રમાં લખ્યું છે કે, “ભારતમાં એવો નિયમ રહ્યો છે કે, સહકારી સંસ્થાઓને એકબીજાના મિલ્ક-શેડ વિસ્તારનું ઉલ્લંઘન કર્યા વિના વિકાસ કરવાની છૂટ છે. આમ, એકબીજાની પ્રાપ્તિમાં દખલગીરી ઓપરેશન વ્હાઇટ ફ્લડની વિરુદ્ધ છે અને દૂધની વર્તમાન અછતને ધ્યાનમાં રાખીને, તે ગ્રાહકો માટે વધુ સમસ્યાઓ તરફ દોરી જશે.
સ્ટાલિને પોતાના પત્રમાં લખ્યું છે કે, “અન્ય રાજ્યોની જેમ તમિલનાડુમાં પણ ડેરી સહકારી સંસ્થાઓ 1981થી અસરકારક રીતે કામ કરી રહી છે. આનાથી ગ્રામીણ દૂધ ઉત્પાદકો અને ગ્રાહકો બંનેને ફાયદો થઈ રહ્યો છે અને અવિન તેમનું સર્વોચ્ચ સહકારી માર્કેટિંગ એસોસિએશન રહ્યું છે.” આવિન હેઠળ, લગભગ 9673 દૂધ કો-ઓપરેટિવ સોસાયટી ગ્રામિણ વિસ્તારોમાં કામ કરી રહી છે. આ સમિતીઓ લગભગ 4.5 લાખ સભ્યો પાસેથી રોજ 35 લાખ લીટર દૂધ ખરીદે છે.
આ પણ વાંચો – New Parliament Inauguration: કોંગ્રેસ સહિત 19 પાર્ટીઓ ઉદ્ઘાટનથી દૂર રહેશે, જાણો નવી અને જૂની સંસદ વચ્ચેનો તફાવત
લગભગ 4.5 લાખ સભ્યો પાસેથી દરરોજ 35 લાખ લિટર દૂધ ખરીદે છે
સ્ટાલિને વધુમાં કહ્યું કે, “અમૂલનું આ પગલું એવિનના મિલ્ક શેડ વિસ્તારનું ઉલ્લંઘન કરે છે. આનાથી દૂધ અને દૂધના ઉત્પાદનોની પ્રાપ્તિ અને માર્કેટિંગમાં રોકાયેલી સહકારી સંસ્થાઓ વચ્ચે બિનઆરોગ્યપ્રદ સ્પર્ધા ઊભી થશે.” સ્ટાલિને વધુમાં જણાવ્યું હતું કે, “રાજ્યોમાં ડેરી વિકાસની કરોડરજ્જુ પ્રાદેશિક સહકારી રહી છે. તેઓ ઉત્પાદકોને જોડવા, તેમનું પાલનપોષણ કરવા અને ગ્રાહકોને મનસ્વી ભાવવધારાથી બચાવવા માટે વધુ સારી સ્થિતિમાં છે.” તેમણે અમિત શાહને આ મામલામાં હસ્તક્ષેપ કરવા અને અમૂલને તામિલનાડુના આવિનના મિલ્ક-શેડ વિસ્તારમાંથી તરત જ ખરીદી બંધ કરવા નિર્દેશ આપવા વિનંતી કરી.