Anant and Radhika engaged : મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે થઈ છે. બંનેની સગાઈની સુંદર તસવીરો સામે આવી છે. બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્રની સગાઈ શ્રીનાથજી મંદિરમાં કરવામાં આવી. બંનેના લગ્ન ક્યારે થશે તેની માહિતી હજુ સુધી સામે આવી નથી.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઇ થતાં રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારની નાની વહુ બનશે. રાધિકા ઘણીવાર અંબાણી પરિવારના ફંક્શન્સમાં જોવા મળી હતી. હવે તેમની સગાઈ થતા બંને પરિવારના સભ્યો ખૂબ જ ખુશ છે.
નીતા અંબાણી અને મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની સગાઈ વિધિ આજે રાજસ્થાનના નાથદ્વારા ખાતેના શ્રીનાથજી મંદિરમાં પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં કરવામાં આવી હતી અને મંદિરના પૂજારીઓ તેમને આશીર્વાદ આપ્યા હતા.

અનંત અંબાણી સાથે સગાઇ કરનાર રાધિકા મર્ચન્ટ કોણ છે?
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ થતા જ લોકો જાણવા માંગે છે કે કોણ છે રાધિકા, તો તમને જણાવી દઈએ કે, રાધિકા મર્ચન્ટની માતાનું નામ શૈલા મર્ચેન્ટ અને પિતાનું નામ વિરેન મર્ચન્ટ છે. મર્ચન્ટ પરિવાર હવે અંબાણી પરિવારના વેવાઈ બનશે. રાધિકા મર્ચન્ટ અમેરિકાની ન્યુયોર્ક યુનિવર્સિટીની સ્થાનક છે અને હાલ એન્કોર હેલ્થકેરમાં બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે પણ કામકાજ સંભાળે છે.
અંબાણી પરિવાર અને મર્ચન્ટ પરિવારે મિત્રો સાથે મળી સગાઈ પ્રસંગની ઉજવણી કરી
યુવા યુગલે આગામી સહજીવન માટે ભગવાન શ્રીનાથજીના આશીર્વાદ મેળવવા મંદિરમાં આખો દિવસ વિતાવ્યો અને મંદિરમાં પરંપરાગત રાજભોગ-શ્રૃંગાર સમારોહમાં ભાગ લીધો હતો. આજે પરિવાર અને મિત્રો સાથે મળીને ખુશીના આ પ્રસંગની ઉજવણી કરવામાં આવશે.

અનંત અને રાધિકા કેટલાક વર્ષોથી એકબીજાને ઓળખે છે અને આજના સમારંભથી આગામી મહિનાઓમાં યોજનારા તેમના લગ્નની ઔપચારિક વિધિનો પ્રારંભ થયો છે. તેઓ તેમની સહજીવનની નવી યાત્રાની શરૂઆત કરી રહ્યા છે ત્યારે બંને પરિવારો રાધિકા અને અનંત માટે દરેકના આશીર્વાદ અને શુભકામનાઓની અભ્યર્થના રાખી છે.
આ પણ વાંચો – ઈશા અંબાણીના જુડવા બાળકો માટે અમેરિકાથી બોલાવાઈ 8 નેની, અંબાણી પરિવાર કરશે 300 કિલો સોનું દાન
અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટ પરિચય
અનંતે યુ.એસ.એ.ની બ્રાઉન યુનિવર્સિટીમાંથી તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારથી જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સભ્ય સહિત વિવિધ પદો પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સેવા આપી રહ્યા છે. તેઓ હાલમાં RILના એનર્જી બિઝનેસનું નેતૃત્વ કરે છે. રાધિકા ન્યુયોર્ક યુનિવર્સિટીની સ્નાતક છે અને એન્કોર હેલ્થકેરમાં બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે સેવા આપે છે.