દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની સીબીઆઈએ શરાબ નીતિમાં કથિત રીતે થયેલા કૌભાંડના વિષયમાં 17 ઓક્ટોબરે પૂછપરછ કરી હતી. સિસોદિયા સાથે થયેલી પૂછપરછ પછી બીજેપી અને આમ આદમી પાર્ટી આમને-સામને છે. આ વિષય પર ટીવી ચેનલમાં પણ ઘણી ચર્ચા થઇ રહી છે. આવી એક ચર્ચા દરમિયાન એન્કરે બીજેપી પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીને પૂછ્યું કે બીજેપી નેતાઓ પર રેઇડ કેમ પડતી નથી?
સુધાંશુ ત્રિવેદીનો વિપક્ષી દળો પર પ્રહાર
આજ તક ન્યૂઝ ચેનલના કાર્યક્રમ હલ્લા બોલમાં થઇ રહેલી ડિબેટ દરમિયાન સુધાંશુ ત્રિવેદીએ વિપક્ષી દળો પર પ્રહાર કરતા કહ્યું કે અમારી સરકારમાં કોઇપણ તપાસ એજન્સીનો દૂરપયોગ કરવામાં આવ્યો નથી પણ સપા, બસપા અને કોંગ્રેસના સમયમાં એજન્સીઓનો ખોટો પ્રયોગ કરવામાં આવતો હતો.
મનીષ સિસોદિયા પર પ્રહાર કરતા કહ્યું કે આ લોકો ઝંડા લહેરાવી રહ્યા છે, 10 વર્ષ પહેલા પણ અન્ના હઝારે સાથે ભ્રષ્ટાચાર સામે ઝંડા લહેરાવી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે ભ્રષ્ટાચારનો આરોપ લાગતા જ પદ છોડી દેવું જોઈએ. જે વ્યક્તિ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હોય તેણે પોતાના પદથી તરત રાજીનામું આપી દેવું જોઈએ અને તપાસ પછી ચાલતી રહે.
આ પણ વાંચો – કોલેજિયમ સિસ્ટમથી ખુશ નથી લોકો, સંવિધાન પ્રમાણે જજોને નિયુક્ત કરવા સરકારનું કામ- કાનૂન મંત્રી કિરેન રિજિજૂ
એન્કરે પૂછ્યો આવો સવાલ
એન્કર અંજના ઓમ કશ્યપે સુધાંશુ ત્રિવેદીને પુછ્યું કે એક પણ કેસ સીબીઆઈ અને ઇડી બીજેપી નેતાઓ સામે કેમ કરી રહી નથી? તેના જવાબમાં સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે તથાકથિત બાબરી ઢાંચો પાડવાના મામલે અમારા ઘણા નેતા સામે સીબીઆઈ તપાસ થઇ હતી. નકલી કેસ બનાવીને પીએમ નરેન્દ્ર મોદીની પણ સીબીઆઈએ પૂછપરછ કરી હતી. અમિત શાહની પણ પૂછપરછ થઇ હતી. આ સાથે તેમણે કહ્યું કે બધા કેસ ન્યાયાલયમાં જઈને ધ્વસ્ત થઇ ગયા હતા.
સુધાંશુ ત્રિવેદીના જવાબ પર આપત્તિ વ્યક્ત કરતા એન્કરે કહ્યું કે તમે મારા સવાલોનો સાચો જવાબ આપી રહ્યા નથી. મારો સવાલ છે કે 2014 પછી બીજેપીના કોઇપણ નેતા પર એકપણ રેઇડ થઇ નથી. તેના જવાબમાં સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે જ્યારે કોઇ ભ્રષ્ટાચારી હશે ત્યારે તો સીબીઆઈની તપાસ થશે. મનિષ સિસોદિયા દ્વારા લગાવેલા આરોપ પર કહ્યું કે સીબીઆઈ તપાસ દરમિયાન રેકોર્ડિંગ કરવામાં આવે છે તેમને પડકાર આપું છું કે તે નીકાળીને રેકોર્ડિંગ બતાવે.