દેશના કાનૂન મંત્રી કિરેન રિજિજૂએ ઉચ્ચ ન્યાયાલયો અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયધીશોની નિયુક્તિ કરવાની પદ્ધતિ પર બોલતા કહ્યું કે તેમાં પારદર્શિતાની જરૂર છે. કોલિજિયમ સિસ્ટમથી સામાન્ય લોકો ખુશ નથી. ભારતની સંવિધાનની ભાવના પ્રમાણે ન્યાયધીશોની નિયુક્તિ કરવાનું કામ સરકારનું છે. સામાન્ય લોકોને વિભિન્ન દળોના નેતાઓ વચ્ચેની રાજનીતિ દેખાય છે પણ તેમને એ વાતની જાણકારી નથી હોતી કે કોલેજિયમની બેઠકો દરમિયાન ન્યાયપાલિકાની અંદર શું ચાલી રહ્યું છે.
રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની પત્રિકા પાંચજન્ય તરફથી આયોજિત સાબરમતી સંવાદ કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે દેશના કાનૂન મંત્રી હોવાના નાતે મેં જોયું છે કે ન્યાયધીશોનો અડધો સમય અને મગજ એ નક્કી કરવામાં લાગ્યું રહે છે કે આગામી ન્યાયધીશ કોણ હશે. મૂળ રુપથી ન્યાયધીશોનું કામ લોકોને ન્યાય આપવાનું છે. જે આ વ્યવસ્થાને કારણે બાધિત થાય છે. દુનિયામાં ક્યાંય પણ ન્યાયધીશોની નિયુક્તિ ન્યાયધીશ બિરાદરી કરતી નથી.
એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે 1993 સુધી બધા ન્યાયધીશોની નિયુક્તિ મુખ્ય ન્યાયધીશ સાથે વિચાર કરીને સરકાર જ કરતી હતી. ઉચ્ચતમ ન્યાયાલય કોલેજિયમની અધ્યક્ષતા પ્રધાન ન્યાયધીશ કરે છે અને તેમાં કોર્ટના ચાર વરિષ્ઠતમ ન્યાયધીશ સામેલ હોય છે. જોકે સરકાર કોલેજિયમની ભલામણોના સંબંધમાં આપત્તિઓ ઉઠાવી શકે છે કે સ્પષ્ટીકરણ માંગી શકે છે. જોકે કોલેજિયમ તેને દોહરાવે તો પ્રક્રિયા અંતર્ગત નામોને મંજૂરી આપવી સરકાર માટે બાધ્યકારી હોય છે.
આ પણ વાંચો – કવિતાના અંદાજમાં નિર્ણય આપવા માટે પ્રખ્યાત છે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, સંગીત સાથે શું છે સંબંધ? વાંચો પ્રોફાઇલ
ન્યાયિક સક્રિયતા સાથે જોડાયેલા એક સવાલનો જવાબ આપતા કહ્યું કે કાર્યપાલિકા, વિધાયિકા અને ન્યાયપાલિકા પોત-પોતાની મર્યાદામાં રહે અને પોતાના કામમાં ધ્યાન લગાવે તો આ સમસ્યા આવશે નહીં.
તેમણે કહ્યું કે મને લાગે છે કરે આપણી કાર્યપાલિકા અને વિધાયિકા પોતાના દાયરામાં બિલકુલ બંધાયેલા છે. જોતે આમ તેમ ભટકે તો ન્યાયપાલિકા તેમને સુધારે છે. સમસ્યા એ છે કે જ્યારે ન્યાયપાલિકા ભટકે તો તેને સુધારવાની વ્યવસ્થા નથી. જે પ્રકારે મીડિયા પર નજર રાખવા માટે ભારતીય પ્રેસ પરિષદ છે તેવી જ રીતે ન્યાયપાલિકા પર નજર રાખવા માટે એક વ્યવસ્થા હોવી જોઈએ અને તેની પહેલ ન્યાયપાલિકા પોતે કરે તો દેશ માટે સારું રહેશે.