Justice Chandrachud:16 ઓક્ટોબર 2019ના રોજ ભારતના તત્કાલિન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જ્યારે અયોધ્યા મામલા પર સુપ્રીમ કોર્ટનો ફેંસલો વાંચ્યો તો ઘણી જિજ્ઞાસા મનમાં હતી. સૌથી વધારે મહત્વની વાત એ હતી કે ફેંસલા પર લખનારનું નામ ન હતું. જોકે રહસ્ય પરથી પડદો ઉંચકનાર લોકોએ પોતાનું મગજ દોડાવ્યું તો કેટલાક ક્લૂ મળ્યા જેનાથી ખબર પડી કે કોણે આ ફેંસલો લખ્યો હતો. વાત આધાર પર સુપ્રીમ કોર્ટના ફેંસલાની હોય કે સબરીમાલા મામલાની. જે પેટર્ન તે ફેંસલામાં જોવા મળી તે જ અયોધ્યા મામલામાં હતી. એટલે કે અયોધ્યા ફેંસલા પાછળ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડનું મગજ હતું.
જસ્ટિસ ચંદ્રચૂડ હવે ભારતના 50માં સીજેઆઈ બનવા જઈ રહ્યા છે. તેમના બે વર્ષના કાર્યકાળ પર બધાની નજર રહેશે. હોય પણ કેમ નહીં. વાત આધારના નિર્ણયમાં તેમની વિરોધાભાસી અવાજની હોય કે પછી ભીમા કોરેગાંવ કેસમાં કરવામાં આવેલી તેમની દલીલ. મામલો અયોધ્યાનો હોય કે પછી અર્નબ ગોસ્વામીનો. દરેક ફેંસલામાં જસ્ટિસ ચંદ્રચુડના વ્યક્તિત્વની છાપ જોવા મળી છે. ક્યાંક તે નરમ હતા તો ક્યાક તેમના તેવર ઘણા સખત હતા.
જસ્ટિસ ચંદ્રચૂડે હાર્વર્ડથી 1983માં પોતાની LLMની ડિગ્રી પુરી કરી હતી. 1986માં તેમણે જૂડિશિયલ સાયન્સમાં ડોક્ટરેટ કરી હતી. તે પછી બોમ્બે હાઇકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ ઘણા મામલામાં પેરવી કરી હતી. 1998થી 2000 સુધી તે ભારતના એએસજી પણ રહ્યા હતા. તે પછી બોમ્બે હાઇકોર્ટના એડિશનલ જજ બન્યા હતા. 13 વર્ષ સુધી ત્યાં સેવા આપ્યા પછી 2013માં અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા હતા. 2016માં તેમને સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ મળી હતી.
મહારાષ્ટ્રના પૂણેમાં જન્મેલા જસ્ટિસ ચંદ્રચૂડના દાદા વિષ્ણુ બી ચંદ્રચૂડ સાવંતવાડી રિયાસતના દિવાન હતા. પછી તે બોમ્બે ચાલ્યા ગયા હતા. તે એવા માહોલમાં મોટા થયા હતા જ્યાં ચારેય તરફ સંગીત હતું. તેમના દિવંગત પિતા અને પૂર્વ સીજેઆઈ વાઇવી ચંદ્રચૂડ શાસ્ત્રીય સંગીતમાં પારંગત હતા. મા પ્રભા ઓલ ઇન્ડિયા રેડિયા માટે ગાતા હતા. ચંદ્રચૂડ પોતાની માતાના મ્યૂઝીક ટિચર કિશોરી અમોનકરના મોટા પ્રશંસક હતા. તે હંમેશા તેમના ઘરે આવતા હતા. પરિવારના લોકો જણાવે છે કે અમોનકરે એક ઓટોગ્રાફ તેમને આપ્યો હતો જેમાં લખ્યું હતું કે સંગીત સંગીતમત તરીકેથી શાંતિ તરફ લઇ જાય છે.
આ પણ વાંચો – ‘પટેલની વિરુદ્વ હતો ગાંધીજીનો છેલ્લો ઉપવાસ’ જાણો બાપૂ પર કેમ ગુસ્સે થયા હતા વલ્લભ ભાઈ?
12 વર્ષની ઉંમરમાં ચંદ્રચૂડ દિલ્હી આવી ગયા હતા. તેમના પિતાને સુપ્રીમ કોર્ટના 13માં જજ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તુગલક રોડના બંગલામાં શિફ્ટ થયા પછી નવા મિત્રો સાથે તેમનો પરિચય થયો હતો. તેમાંથી એક હતા કેએમ જોસેફ. તેમના પિતા કેકે મેથ્યુ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હતા. જોસેફ સાથે તે ફૂટબોલ રમતા હતા. હવે બન્ને સુપ્રીમ કોર્ટના મહત્વના સ્તંભ છે. જોકે જલ્દી ચંદ્રચૂડને ફરીથી બોમ્બે પરત જવું પડ્યું હતું. તેમને લોકો આજે પણ યાદ કરે છે. વાત તેમની લીલી એમ્બેસેડર કારની હોય કે પછી તેમના નિર્ણયની.
તેમને નજીકથી જોનાર એક વકીલે જણાવે છે કે તેમને કોઇના પર ગુસ્સે થતા જોયા નથી. તે જૂનિયર્સ સાથે તેવો જ વ્યવહાર કરે છે જેવો સિનિયર્સ સાથે કરે છે. ચાર દશકથી વધારે બોમ્બે હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરનાર એક વકીલ કહે છે કે તે કહે છે કે સારી રીતે સુનાવણી કરવી છે તો બે કલાક પહેલા કોર્ટમાં આવવું જરૂરી છે. તેમણે કોઇ નિર્ણય લાંબા સમય સુધી પેન્ડિંગ રાખ્યો નથી. આ તેમના શાનદાર કરિયરની એક શાનદાર વાત રહી છે.