Kanjhawala Death Case: દિલ્હીના કંઝાવલા અકસ્માત કેસમાં દિલ્હી પોલીસે (Delhi Police) શુક્રવારે મોટી કાર્યવાહી કરી છે. આ મામલામાં રોહિણી જિલ્લાના પીસીઆર અને પિકેટ પર તૈનાત કુલ 11 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જે 11 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેમાં બે સબ ઇન્સપેક્ટર, ચાર આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર, ચાર હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલ સામેલ છે.
દિલ્હી પોલીસે ગૃહ મંત્રાલયને વિસ્તૃત રિપોર્ટ સોંપ્યો
આ પહેલા ગુરુવારે દિલ્હી પોલીસે ગૃહ મંત્રાલયને વિસ્તૃત રિપોર્ટ સોંપ્યો હતો. જેનું અધ્યયન કર્યા પછી ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસ કમિશનરને કહ્યું હતું કે ઘટનાસ્થળની આસપાસ તૈનાત રહેલા પીસીઆર અને બે પોલીસ પિકેટ પર રહેલા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરતા તેમના પર અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવે. ગૃહ મંત્રાલયે તપાસમાં ખામીઓને લઇને દિલ્હી પોલીસ કમિશનરને તપાસ અધિકારી સામે કારણ બતાવો નોટિસ જાહેર કરવા વિશે પણ વાત કરી હતી.
કાર સવાર લોકોએ લગભગ 12 કિલોમીટર સુધી ઢસેડી
આ કેસમાં અંજલિ નામની યુવતીની સ્કૂટીને ટક્કર માર્યા પછી કાર સવાર લોકોએ લગભગ 13 કિલોમીટર સુધી ઢસેડી હતી. દિલ્હી પોલીસે આ કેસમાં કોર્ટમાં જણાવ્યું હતું કે કાર સવાર લોકોએ સ્કૂટી સવાર યુવતીને ટક્કર માર્યા પછી થોડાક સમય માટે નીચે ઉતર્યા અને સ્થિતિને જોયા પછી બધા આગળ નીકળી ગયા હતા.
આ પણ વાંચો – કાંઝાવાલા યુવતીનું ઢસડાવાથી મોતના મામલે ખુલાસો, સ્કૂટી પર બીજી છોકરી પણ હતી, બંને વચ્ચે હોટલમાં બોલાચાલી થઈ હતી
દિલ્હી પોલીસ દ્વારા આપેલા રિપોર્ટના આધારે ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસ કમિશનરને ત્રણ પીસીઆર અને બે પોલીસ પિકેટ પર તૈનાત પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવા માટે કહ્યું હતું. આ સાથે ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને કહ્યું હતું કે કોર્ટમાં દોષિતો સામે જલ્દીથી જલ્દી ચાર્જશીટ દાખલ કરીને બધા જરૂરી પગલા ઉઠાવવામાં આવે. જેમાં દોષિયોને કાનૂન પ્રમાણે સજા મળી શકે.
શું છે ઘટના
દિલ્હીના સુલ્તાનપુરી વિસ્તારમાં નવા વર્ષના દિવસે 1 થી 2 વાગ્યાની આસપાસ કંઝાવલા પાસે રસ્તામાં કાર અને સ્કૂટીની ટક્કર થતા અંજલિ નામની યુવતી રસ્તા પર પડી ગઇ હતી. આ દરમિયાન તેની સહેલી પણ તેની સાથે હતી. પોલીસનું કહેવું છે કે સ્કૂટી ચલાવી રહેલી યુવતી કાર નીચે આવી ગઇ હતી અને તેનો પગ કારના નીચેના ભાગમાં ટાયર પાસે ફસાઇ ગયો હતો. જેમાં તે 10થી 12 કિલોમીટર ઢસડાઇ હતી. જેમાં તેનું મોત થયું હતું.