Tora Agarwala: આજે વાત કરવી છે આસામના બોંગાઇ ગામના એક ખેડૂત અબ્દૂલની. જે એક ઘોષિત વિદેશી છે અને તેને ભારતના પહેલા સ્ટેન્ડઅલોન ડિટેંશન સેન્ટર ખાતે રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ કેમ્પનું વિશિષ્ટ રૂપે ગેરકાયદે વિદેશીઓ માટે નિર્માણ કરવામાં આવ્યું છે. જે સરકાર દ્વારા નિર્ધારિત દિશા-નિર્દેશો અનુસાર બનાવાયું છે.
આ મટિયા ટ્રાંઝિટ કેમ્પ 27 જાન્યુઆરીથી શરૂ થઇ ગયું છે. જ્યારે ગુવાહાટી હાઇકોર્ટના આદેશોનું પાલન કર્યા આસામ સરકારે ઓછામાં ઓછા 67 લોકોને ત્યાં સ્થાનાતંરિત કર્યા હતા. આ તમામને પહેલાં આસામની જેલમાં રાખવામાં આવ્યા હતા.
નાગરિક સમાજના કાર્યકર્તાઓએ જેલમાં અટકાયત કેન્દ્રોની અંદરની પરિસ્થિતિઓને માનવ અધિકારના ઘોર ઉલ્લંઘનના રૂપમાં ઉજારગર કર્યું. મહત્વનું છે કે, મટિયા કેમ્પનો હેતુ વધુ માનવીય અટકાયતને ત્યાં સ્થિર રાખવાનો છે. જો કે, ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારના હાલિયા બાલ વિવાહ વિરોધ અભિયાનમાં મોટાપાયે ધરપકડ બાદ ઓછામાં ઓછા 350 લોકોને અહીંયા કેદ કરવામાં આવ્યાં છે, સરકારે મટિયાના 8 બ્લોકને અસ્થાી જેલ તરીકે ઘોષિત કરી છે.
28 ફેબ્રુઆરીએ ગૌહાટી હાઇકોર્ટે મટિયાને અસ્થાયી જેલમાં પરિવર્તિતિ કરવા બદલ અસમની મજાક ઉડાવી હતી, તેને પ્રથમ દૃષ્ટિએ અસ્વીકાર્ય ગણાવ્યું. જો કે 2 માર્ચના રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ દલીલ કરી કે બાલ વિવાહ વિરૂદ્ધ શરૂ કરાયેલી ઝુંબેશ અને આપાત સ્થિતિને પગલે શિવિરને એક અસ્થાયી જેલ બનાવવાની આવશ્યતા પડી હતી.
ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા એક્સેસ કરાયેલી સત્તાવાર યાદી અનુસાર, 16 ફેબ્રુઆરી સુધી 21 મહિલાઓ અને ઓછામાં ઓછા બાળકો સહિત કુલ 67 લોકોને વર્તમાન શિવિરમાં રાખવામાં આવ્યાં છે. જેમાં દોષિત વિદેશી સામેલ છે.તેઓએ કથિત રૂપે વિઝા જોગવાઇઓનું ઉલ્લંઘન કર્યું છે. જેમાં ચિન અને રોહિંગ્યા લોકો જે મ્યાનમાર ભાગી ગયા હતા. તેમજ ફોરેન ટ્રિબ્યૂનલ (FT) દ્વારા વિદેશી ઘોષિત કરાયેલા લોકો જેમ કે, અબ્દુલ જો ટ્રિબ્યુનલ અનુસાર 1971 પછી બાંગ્લાદેશથી ભારતમાં પ્રવેશ કર્યો હતો.
વર્ષ 2017માં પારિત બોંગાઇગામ એફટીએ આદેશ આપ્યો હતો કે, અબ્દુલના દસ્તાવેજ પર્યાપ્ત અને ભરોસાપાત્ર ન હતા. જેને પગલે અબ્દુલને 25-03-1971 પછી વિદેશી અને ગેરકાનૂન પ્રવાસી ઘોષિત કરાયો હતો.