scorecardresearch

રાહુલ ગાંધીએ ફરી પીએમ મોદી પર સાધ્યું નિશાન, RSSની મિશ્રના મુસ્લિમ બ્રધરહુડની કરી તુલના, હંમેશા સત્તામાં નહીં રહે ભાજપ

લંડન સ્થિત થિંક ટૈંક ચૈથમ હાઉસમાં તેમણે કહ્યું કે ભારતમાં ડેમોક્રેટિક કોમ્પિટિશનની રીતે એકદમ બદલાઈ ગી છે. જેનું કારણ આરએસએસ નામનું એક સંગઠન છે. આ એક કટ્ટરપંથી અને ફાસીવાદી સંગઠન છે.

Rahul Gandhi, Narendra Modi, Rahul Gandhi Attack on BJP, Rahul gandhi Attack on Narendra modi
લંડનના ચેથમ હાઉસમાં રાહુલ ગાંધી (Image Credit-ANI)

Rahul Gandhi Attack on BJP: રાહુલ ગાંધી ફરીથી એકવાર ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ ઉપર નિશાન સાધ્યું હતું. લંડન સ્થિત થિંક ટૈંક ચૈથમ હાઉસમાં તેમણે કહ્યું કે ભારતમાં ડેમોક્રેટિક કોમ્પિટિશનની રીતે એકદમ બદલાઈ ગી છે. જેનું કારણ આરએસએસ નામનું એક સંગઠન છે. આ એક કટ્ટરપંથી અને ફાસીવાદી સંગઠન છે. જેણે ભારતની લગભગ દરેક સંસ્થાઓ પર કબ્જો કરી લીધો છે. બીજેપી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે બીજેપી હંમેશા સત્તામાં નહીં રહે. દેશમાં લોકતાંત્રિત વ્યવસ્થાને ખતમ કરવામાં આવી રહી છે.

મુસ્લિમ બ્રધરહુડથી કરી આરએસએસની તુલના

રાહુલ ગાંધીએ આરએસએસ ઉપર નિશાન સાધતા તેની તુલના મુસ્લિમ બ્રધરહુડથી કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આરએસએસ મુસ્લિમ બ્રધરહુડના તર્જ પર બન્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં એક નૈરેટિવ ચાલી રહ્યું છે. કોઈપણ ભાજપથી હારી નથી શક્તા, તેમણે કહ્યું કે લોકોએ એ પણ સમજવું જોઇએ કે બીજેપી હંમેશા સત્તામાં નહીં રહે. રાહુલ ગાંધીએ કહ્યું કે જો તમે આઝાદીથી લઇને અત્યાર સુધીનો સમય જુઓ તો કોંગ્રેસ પાર્ટી મોટાભાગનો સમય સત્તામાં રહી છે. ભાજપ 10 વર્ષમાં સત્તામાં રહ્યા પહેલા અમે 10 વર્ષ સત્તામાં હતા.

રાહુલ ગાંધીએ કહ્યું કે એક કટ્ટરવાદી, ફાસીવાદી સંગઠને ભારતની તમામ સંસ્થાઓ પર કબજો કરી લીધો છે. તેણે કહ્યું કે મને અંદરથી હચમચાવે છે કે કેવી રીતે દેશની વિવિધ સંસ્થાઓ પર કબજો કરવામાં આવ્યો. પ્રેસ, ન્યાયતંત્ર, સંસદ અને ચૂંટણી પંચ બધા એક યા બીજી રીતે જોખમમાં છે અને નિયંત્રિત છે.

આ પણ વાંચોઃ- NAAC રાજીનામાની હારમાળા, શંકાસ્પદ નિષ્ણાતો, IT સાથે ચેડાં, સમીક્ષા પેન પણ શંકાના ઘેરામાં, NAAC કેવી રીતે કોલેજોને આપેશે ગ્રેડ?

2014માં યુપીએ ક્યાં ચૂકી હતી?

રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં કેટલાક મોટા ફેરફારો થયા છે. કોંગ્રેસ અને યુપીએને એક વાતથી આશ્ચર્ય થયું કે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી પરિવર્તનો આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમારું ધ્યાન ગ્રામીણ વિસ્તારો પર હતું, અમે શરૂઆતમાં શહેરી વિસ્તારને ચૂકી ગયા, આ હકીકત છે. તેને નકારી શકાય તેમ નથી.

આ પણ વાંચોઃ- આસામમાં ગેરકાનૂની વિદેશીઓ માટે બનાવેલા કેમ્પમાંથી અવાજ: ‘પરંતુ હું હજુ પણ કેદ છું’

ફરીથી પેગાસસનો મુદ્દો ઉઠાવ્યો

બીજેપી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ ફરી એકવાર પેગસસનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે તમે કોઈપણ વિપક્ષી નેતાને પૂછી શકો છો કે એજન્સીઓનો ઉપયોગ કેવી રીતે થાય છે. મારી પાસે મારા ફોનમાં પેગાસસ હતું પરંતુ કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે તે ત્યાં ન હતું. તેમણે એમ પણ કહ્યું કે તમે જોઈ શકો છો કે ભારતમાં દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓ સાથે શું કરવામાં આવી રહ્યું છે.

Web Title: Rahul gandhi again targeted pm modi rss bjp congress london

Best of Express