Army Helicopter Crashed: અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં મોટી દુર્ઘટના સામે આવી છે. શુક્રવારે તુતિંગ મુખ્યાલયથી 25 કિલોમીટર દૂર સિંગિંગ ગામ પાસે એક સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ થયું છે. ગુવાહાટીના રક્ષા પીઆરઓએ જણાવ્યું કે દુર્ઘટનાસ્થળ પર રેસ્ક્યૂ ટીમ મોકલવામાં આવી છે. દુર્ઘટનાસ્થળ સડક માર્ગથી જોડાયેલ નથી.
ગુવાહાટીના રક્ષા જનસંપર્ક અધિકારીના મતે શુક્રવારે સવારે 10.40 કલાકે અરુણાચલ પ્રદેશના ઉપરી સિયાંગ જિલ્લામાં તુતિંગ ક્ષેત્ર પાસે એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર દુર્ઘટનાસ્થળ થયું છે. અપર સિયાંગ પોલીસના અધિક્ષક જુમ્મર બસરે જણાવ્યું કે દુર્ઘટનાસ્થળ રસ્તાથી જોડાયેલ નથી. એક રેસ્ક્યૂ ટીમ દુર્ઘટનાસ્થળ પર મોકલવામાં આવી છે.
આ પણ વાંચો – વડાપ્રધાન મોદીએ કેદારનાથના દર્શન બાદ મંત્રોચ્ચાર સાથે કરી પૂજા, બદ્રીનાથની પણ લેશે મુલાકાત
તવાંગ વિસ્તારમાં પણ થયું હતું હેલિકોપ્ટર ક્રેશ
આ પહેલા 5 ઓક્ટોબરે અરુણાચલ પ્રદેશમાં સેનાનું એક ચીતા હેલિકોપ્ટર તવાંગ વિસ્તારમાં ઉડાન દરમિયાન ક્રેશ થયું હતું. આ ઘટનામાં હેલિકોપ્ટરના પાયલટનું મોત થયું હતું. દુર્ઘટનામાં મૃતક પાયલટની ઓળખ લેફ્ટિનેન્ટ કર્નલ સૌરભ યાદવના રુપમાં થઇ હતી.
કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટના
ત્રણ દિવસ પહેલા જ મંગળવારે કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં સવાર બધા સાત લોકોના મોત થયા હતા. જેમાં ગુજરાતના 3 લોકો સામેલ હતા. આ દુર્ઘટના કેદારનાથથી બે કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં થઇ હતી.