Army Truck Accident : ભારતીય સેનાની ટ્રક ઉત્તર સિક્કિમ વિસ્તારમાં ખીણમાં પડી, જેમાં 16 જવાન શહિદ થયા છે. ઉત્તર સિક્કિમમાં ભારતીય સેનાના સૈનિકોને લઈ જતી એક ટ્રક માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. જવાનોને લઈને જતી ટ્રક ખીણમાં ખાબકતા આ દુર્ઘટના બની હતી, જેમાં 16 જવાન શહીદ થયા હતા, જ્યારે 4 જવાનોને સારવાર માટે એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.
સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું છે
રક્ષા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ઉત્તર સિક્કિમમાં એક દર્દનાક માર્ગ અકસ્માતમાં ભારતીય સેનાના 16 જવાનો શહીદ થયા છે. 23 ડિસેમ્બરના રોજ, ઉત્તર સિક્કિમના ગેમામાં આર્મી ટ્રક સાથે થયેલા માર્ગ અકસ્માતમાં ભારતીય સેનાને આ મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું. અકસ્માત થયેલ વાહન ત્રણ વાહનોના કાફલાનો એક ભાગ હતો જે સવારે ચટ્ટેનથી થંગુ તરફ જઈ રહ્યો હતો. ઝેમાના માર્ગ પર, વાહન એક જબરદસ્ત વળાંક પર ઢાળમાં નીચે લપસી ગયો, જેમાં 3 જુનિયર કમિશન્ડ ઓફિસર ઉપરાંત 13 જવાન માર્યા ગયા. ભારતીય સેના આવા દુખદ સમયમાં શોકગ્રસ્ત પરિવારોની સાથે છે.
આ પણ વાંચો – મજૂરો આત્મહત્યા કરવા મજબૂર, 7 વર્ષમાં સુસાઇડ કેસ 3 ગણા વધ્યા, આ મામલે દેશભરમાં ગુજરાત 5માં ક્રમે
રક્ષા મંત્રી રાજનાથ સિંહે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ટ્વિટર પર શોક વ્યક્ત કરતા રાજનાથ સિંહે કહ્યું, “ઉત્તર સિક્કિમમાં એક માર્ગ અકસ્માતમાં કેટલાક સૈન્ય જવાનોના જીવ ગયા છે, જેના માટે દેશ તેમની સેવા અને પ્રતિબદ્ધતા માટે ખૂબ જ દુઃખી છે.” શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના, હું અકસ્માતમાં ઘાયલ થયેલા સૈનિકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.