scorecardresearch

શું ખરેખર ઇન્ડોનેશિયન કરન્સીમાં છે ગણેશજીનું ચિત્ર? જાણો અરવિંદ કેજરીવાલના દાવાનું સત્ય

ભારતીય ચલણ (Indian currency) પર ગણેશજી અને લક્ષ્મીજી ફોટા (ganesha and lakshmi photo) નો મામલો, અરવિંદ કેજરીવાલ (arvind kejriwal) નો ઈન્ડોનેશિયા ચલણ (Indonesian currency) પર ગણેશજીના ફોટો (ganesha Photo) ના દાવાનું શું છે સત્ય તે જોઈએ.

શું ખરેખર ઇન્ડોનેશિયન કરન્સીમાં છે ગણેશજીનું ચિત્ર? જાણો અરવિંદ કેજરીવાલના દાવાનું સત્ય
ઇન્ડોનેશિયન કરન્સીમાં છે ગણેશજીનું ચિત્ર – અરવિંદ કેજરીવાલના દાવાનું સત્ય

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને ભારતીય ચલણ પર ગણેશ-લક્ષ્મીની તસવીર છાપવાની અપીલ કરી છે. સીએમ કેજરીવાલે કહ્યું કે, ઈન્ડોનેશિયા મુસ્લિમ દેશ છે. અહીં 85% મુસ્લિમો અને માત્ર 2% હિંદુઓ છે પરંતુ ત્યાંની કરન્સી પર શ્રી ગણેશજીની તસવીર છે. હું વડાપ્રધાનને અપીલ કરું છું કે નવી છપાયેલી નોટો પર પણ માતા લક્ષ્મી અને શ્રી ગણેશજીનું ચિત્ર લગાવવામાં આવે.

આ અપીલ પાછળનું કારણ સમજાવતાં AAP ચીફ કહે છે, “દિવાળી પૂજા કરતી વખતે મારા મનમાં આ સ્ટ્રોંગ ભાવ આવ્યો. હું એમ નથી કહેતો કે માત્ર આમ કરવાથી અર્થતંત્ર સુધરશે, ઘણા પ્રયત્નોની જરૂર છે. પરંતુ તે પ્રયત્નો ત્યારે ફળદાયી બને છે જ્યારે દેવતાઓનો આશીર્વાદ હોય છે. જો ઇન્ડોનેશિયા કરી શકે છે, તો આપણે કેમ નહીં.”

ઈન્ડોનેશિયા મુસ્લિમ દેશ નથી

દિલ્હીના મુખ્યમંત્રીએ પોતાની અપીલમાં ઈન્ડોનેશિયાને મુસ્લિમ રાષ્ટ્ર ગણાવ્યું છે. આ હકીકતમાં ખોટું છે. અન્ય કોઈપણ દેશ કરતાં ઈન્ડોનેશિયામાં વધુ મુસ્લિમો છે. ત્યાંની વસ્તીનો સૌથી મોટો હિસ્સો પણ ઇસ્લામને માનનાર છે. પરંતુ ઈન્ડોનેશિયા મુસ્લિમ રાષ્ટ્ર નથી. સાઉદી અરેબિયાની જેમ, ઇન્ડોનેશિયાનો સત્તાવાર ધર્મ ઇસ્લામ નથી.

જેમ ભારતમાં હિન્દુઓની સૌથી વધુ વસ્તી છે, પરંતુ ભારત હિન્દુ રાષ્ટ્ર નથી. એ જ રીતે ઇન્ડોનેશિયામાં મુસ્લિમ બહુમતી છે, પરંતુ તે મુસ્લિમ રાષ્ટ્ર નથી. ઇન્ડોનેશિયા એક બહુ-ધાર્મિક દેશ છે જે છ ધર્મોને સમાન માન્યતા આપે છે – ઇસ્લામ, પ્રોટેસ્ટન્ટ, કેથોલિક, હિંદુ, બૌદ્ધ અને કન્ફ્યુશિયસ. ઇન્ડોનેશિયામાં મુસ્લિમ 87.2%, પ્રોટેસ્ટન્ટ 6.9%, કેથોલિક 2.9%, હિંદુ 1.7%, બૌદ્ધ 0.7%, કન્ફ્યુશિયન 0.05% છે.

ઈન્ડોનેશિયાના ચલણ પર ગણેશજીનું કોઈ ચિત્ર નથી

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે પોતાની અપીલમાં દાવો કર્યો છે કે, ઇન્ડોનેશિયાની કરન્સી પર ગણેશજીની તસવીર છપાય છે. કેજરીવાલનું આ નિવેદન પણ હકીકતમાં ખોટું છે. બેંક ઈન્ડોનેશિયાની વેબસાઈટ મુજબ ઈન્ડોનેશિયામાં હાલમાં 100,000 Rp, 50,000 Rp, 20,000 Rp, 10,000 Rp, 5000 Rp, 2000 Rp, 1000 Rp ની નોટો ચલણમાં છે.

કોઈપણ નોટ પર ગણેશની તસવીર છપાયેલી નથી. સૌથી વધુ મૂલ્યની કરન્સી (100,000 Rp) પર ઇન્ડોનેશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ સોએકાર્નોનું ચિત્ર છે. અન્ય નોટો પર પણ અલગ-અલગ ચહેરાઓ છપાયેલા છે પરંતુ એક પણ નોટમાં ગણેશજીનું ચિત્ર નથી.

આ પણ વાંચોગુજરાત વિધાનસભા ચૂંટણી: નારાજગીની આહટ! ભાજપાએ માછીમારોને ડીઝલની ખરીદી પર આપી રાહત, 9 બેઠકો પર માછીમાર સમાજનું પ્રભુત્વ

ગણેશનું ચિત્ર 1998માં પ્રકાશિત થયું હતું

ઈન્ડોનેશિયામાં ગણેશને કલા અને બુદ્ધીના દેવતા માનવામાં આવે છે. 1998માં છપાયેલી 20,000 મૂલ્યના ઈન્ડોનેશિયા રૂપિયા પર સ્વતંત્રતા સેનાની કી હજર દેવાંતારા અને ગણેશની તસવીર છાપવામાં આવી હતી. ચલણી નોટની પાછળની બાજુએ વર્ગખંડમાં બેઠેલા બાળકોનું ચિત્ર હતું. આ એક વર્ષ સિવાય ઇન્ડોનેશિયન ચલણી નોટો પર ક્યારેય ગણેશજીનું ચિત્ર છાપવામાં આવ્યું નથી.

Web Title: Arvind kejriwal claim truth indonesian currency ganesha picture

Best of Express