શુભાંગી ખાપરે : દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને શિવસેના અધ્યક્ષ (UBT) ઉદ્ધવ ઠાકરેની ગત સપ્તાહે મુંબઈમાં માતોશ્રીમાં મુલાકાત થઇ હતી. બન્નેની મુલાકાત પછી મહારાષ્ટ્રના રાજકારણમાં અલગ સમીકરણોની અટકળો શરુ થઇ ગઇ હતી. કેજરીવાલ સાથે ઉદ્ધવને મળવા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ પહોંચ્યા હતા. આ સિવાય રાજ્યસભાના સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા પણ હતા. જે એક રીતે પાર્ટીની ધરી માનવામાં આવે છે. તેનાથી બધાજ રાજનીતિક પંડિતો ચોંકી ગયા હતા.
અરવિંદ કેજરીવાલ અને ઉદ્ધવ ઠાકરેની મુલાકાત એવા સમયે થઇ છે જ્યારે થોડાક સમય પહેલા જ ચૂંટણી પંચે એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેનાને પાર્ટીનું ચૂંટણી ચિન્હ આપી દીધું છે. બીજી તરફ કેજરીવાલ સિસોદિયાના મામલાને લઇને ઘેરાયેલા છે.
અચાનક ઉદ્ધવને કેમ મળ્યા કેજરીવાલ?
શિવસેનાના નજીકના સૂત્રોએ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલનું અચાનક માતોશ્રી જવું સામાન્ય ન હતું. પણ એક રીતે સમર્થન જેવું હતું કે તે ઇલેક્શન કમિશનના નિર્ણય સામે ઉદ્ધવ સાથે ઉભા છે. સૂત્ર જણાવે છે કે અરવિંદ કેજરીવાલ મુંબઈમાં ઉદ્ધવને મળીને દિલ્હી દરબાર સુધી એ સંદેશો આપવા માંગતા હતા કે જે રીતે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે યોગ્ય નથી.
મહારાષ્ટ્રના એક વરિષ્ઠ નેતા કહે છે કે એ ના ભૂલો કે બધા નેતાઓની જેમ અરવિંદ કેજરીવાલ નાસમજ નથી. તેમનું દરેક પગલું કોઇના કોઇ લક્ષ્યથી પ્રેરિત હોય છે.
શું BMCની ચૂંટણી સાથે લડશે ઉદ્ધવ-કેજરીવાલ?
ઉદ્ધવ ઠાકરે અને અરવિંદ કેજરીવાલની આ મુલાકાત પછી મહારાષ્ટ્રની રાજનીતિક ગલીઓમાં ચર્ચા તેજ થઇ છે. તેનું કારણ એ પણ છે કે કેજરીવાલ અને ઠાકરે ક્યારેક કોઇ સમયે નજીક ન હતા. બન્ને સાથે પણ નજર આવ્યા ન હતા. અટકળો લગાવવામાં આવી રહી છે કે બીએમસીના ઇલેક્શનમાં આપ અને ઉદ્ધવની આગેવાનીવાળી શિવસેના એકસાથે ઉતરી શકે છે. જોકે હજુ સુધી આમ આદમી પાર્ટી એમ જ કહી રહી છે કે તે એકલા હાથે બીએમસીની બધી 227 સીટો પર ચૂંટણી લડશે.
આ પણ વાંચો – કર્ણાટકમાં કેન્દ્રીય ભાજપે નવી વ્યૂહરચના બનાવી, જાતિઓ-સંપ્રદાયો પર સીધો ફોક્સ
કેજરીવાલે શું કહ્યું હતું?
આ મુલાકાત પછી કેજરીવાલે ઉદ્ધવ ઠાકરે અને ભગવંત માનની સાથે એક પ્રેસને સંબોધિત કરી હતી. ત્યારે કેજરીવાલને આ વિશે સવાલ કરવામાં આવ્યો હતો. ત્યારે કેજરીવાલે હસતા-હસતા કહ્યું હતું કે અમે બેરોજગારી જેવા મુદ્દા પર વાત કરી, જે દેશ માટે ગંભીર વિષય છે. જ્યારે ચૂંટણી થશે તો જોઇશું.
દિલ્હીની જેમ આસાન નથી બીએમસીની ચૂંટણી
આમ આદમી પાર્ટીના કબજાવાળી દિલ્હીની એમસીડીની જેમ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી એટલી આસાન રહેશે નહીં. કારણ કે ત્યાં બીજેપી, એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેના, કોગ્રેસ, એનસીપી, રાજ ઠાકરેની મનસે, રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા જેવી ઘણી પાર્ટીઓ અને દાવેદાર છે.
ઉદ્ધવ પાસે કેજરીવાલથી વધારે અનુભવ
ઉદ્ધવ ઠાકરે અને અરવિંદ કેજરીવાલની રાજનીતિ પર નજર કરવામાં આવે તો આઈઆઈટીથી ગ્રેજ્યુટ અને પૂર્વ આઈઆરએસ અધિકારી કેજરીવાલે 2012માં આમ આદમી પાર્ટી બનાવી હતી. આ જ વર્ષે શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરેનું નિધન થયું હતું અને તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા. જોકે રાજકારણમાં ઉદ્ધવને કેજરીવાલથી વધારે અનુભવ છે. ઉદ્ધવ 2005માં જ શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ બની ગયા હતા.