જોનસન ટી એ : કર્ણાટક ભાજપમાં વિધાનસભા ચૂંટણીને લઇને બદલતી રણનીતિઓનો સૌથી મોટો વળાંક 25 ફેબ્રુઆરીએ સામે આવ્યો હતો. તેના એક દિવસ પછી ભાજપના પ્રમુખ લિંગાયત નેતા 80 વર્ષના બીએસ યેદિયુરપ્પાએ ધારાસભ્યના રૂપમાં 40 વર્ષની કારકિર્દીની સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ એક મોટો સંકેત કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં જ નહીં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ જોવા મળ્યો. કારણ કે દિલ્હી કર્ણાટક સંઘના અમૃત મહોત્સવ કાર્યક્રમમાં મંચ પર મુખ્ય અતિથિના રુપમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત હતા.
દિલ્હીના કાર્યક્રમમાં ના જોવા મળ્યા આ મોટા નેતા
દિલ્હી કર્ણાટક સંઘના અમૃત મહોત્સવ કાર્યક્રમમાં કર્ણાટકના પાંચ પ્રમુખ ધાર્મિક નેતા એટલે કે ત્રણ શીર્ષ લિંગાયત સંત, એક શીર્ષ વોક્કાલિગા સંત, એક શીર્ષ બ્રાહ્મણ મઠના પ્રમુખ અને એક જૈન આધ્યાત્મિક નેતા સામેલ થયા હતા. કર્ણાટક ભાજપના શીર્ષ લિંગાયત નેતા યેદિયુરપ્પા, જગદીશ શેટ્ટાર, બસનગૌડા પાટીલ યતનાલ, મુરુગેશ નિરાની વગેરે કાર્યક્રમમાં હાજર ન હતા. જ્યારે ડો સીએન અશ્વથનારાયણ, આર અશોક અને કે સુધાકર જેવા વોક્કાલિગા નેતા હાજર હતા.
કર્ણાટકમાં જાતિ સમૂહોનો મોટો પ્રભાવ
લિંગાયત સમુદાય કર્ણાટકમાં સૌથી મોટો જાતિ સમૂહ છે. જ્યારે વોક્કાલિગા રાજ્યનો બીજો સૌથી પ્રભાવશાળી જાતિ સમૂહ છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ એક લિંગાયત છે. તેમને ઓછો દબદબો રાખનાર માનવામાં આવે છે. દિલ્હીના આ આયોજનમાં રાજ્યની સૌથી મોટી રાજનીતિત વ્યક્તિ તરીકે તે હાજર હતા. કર્ણાટક ભાજપમાં ઘણા લોકો માટે આ આયોજન ભાજપના કેન્દ્રીય નેતૃત્વની છેલ્લા કેટલાક વર્ષોમાં પાર્ટી માટે સમર્થન ઉભું કરવા માટે જાતિ આધારિત નેતાઓ પર નિર્ભરતા ઓછી કરવા અને સીધા ધાર્મિક નેતાઓ પાસે જવાની રણનીતિની સમાપ્તિનો સંકેત હતો.
આ પણ વાંચો – શું વિપક્ષના નેતાનું પદ ખોલશે મુખ્યમંત્રી બનવાનો દરવાજો? રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પહેલા વસુંધરા રાજેનો મોટો દાવ
ધર્મગુરુઓને નજીક લાવી રહ્યું છે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ
વોક્કાલિગા સંત નિર્મલાનંદનાથ સ્વામી, લિંગાયત સંત શિવરાત્રી દેશિકેન્દ્ર સ્વામી, નંજવદુથ સ્વામી અને શિવમૂર્તિ શિવાચાર્ય સ્વામી, બ્રાહ્મણ પેજાવર મઠના પુજારી વિશ્વપ્રસન્ના તીર્થ સ્વામી અને જૈન આધ્યાત્મિક નેતા ડો. વીરેન્દ્ર હેગડેની દિલ્હીના કાર્યક્રમમાં ઉપસ્થિતિને એ રુપમાં જોવામાં આવે છે કે કર્ણાટકમાં પોતાના દમ પર ધાર્મિક નેતાઓને સાધવાનો ભાજપના કેન્દ્રીય નેતૃત્વની રણનીતિનો ભાગ છે.
અમિત શાહે કરી હતી નિર્મલાનંદનાથ સ્વામી સાથે મુલાકાત
2018ની વિધાનસભા ચૂંટણી પહેલા પણ ભાજપે રાજ્યના મોટો નેતાઓની વચ્ચે રહેવાની ભૂમિકા વગર કર્ણાટકના ધાર્મિક નેતાઓને સીધી રીતે આકર્ષિત કરતાની એક કેન્દ્રીકૃત કવાયદ શરુ કરી હતી. 2017 અને 2018માં તત્કાલિન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઘણા પ્રસંગે નિર્મલાનંદનાથ સ્વામી સાથે મુલાકાત કરી હતી અને તેમના આશ્રમમાં પણ રહ્યા હતા. કર્ણાટકમાં આ પહેલા પણ છેલ્લા ઘણા વર્ષોમાં ભાજપની રણનીતિના ઘણા પગલા સ્પષ્ટ રહ્યા છે. યેદિયુરપ્પાએ પણ બજેટ આવંટન અને અનુદાનોના માધ્યમથી લિંગાયત મઠોનું સમર્થન મેળવ્યું હતું.
જોકે ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવેગૌડા અને તેમના પુત્ર એચડી કુમારસ્વામી જેવા સમુદાયના મુખ્ય રાજકીય નેતાઓની હાજરીને કારણે વોક્કાલિગા સમુદાયનું સમર્થન ભાજપ જીતી શક્યું નથી.