દીપ મુખરજી: ભારતીય જનતા પાર્ટીમાં હાંસિયા પર ચાલી રહેલા રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા રાજનીતિ દબાણ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમના સમર્થકોનું માનવું છે કે રાજસ્થાનમાં વિપક્ષના નેતાનું પદ સીએમનો ચહેરો બનાવવાની દિશામાં તેમનું પ્રથમ પગલું છે. ગુલાબચંદ કટારિયાને અસમના રાજ્યપાલ બનાવ્યા પછી રાજસ્થાનમાં વિપક્ષના નેતાના ખાલી પદને લઇને બીજેપી નેતાઓ વચ્ચે રેસ જામી છે. વસુંધરા રાજેએ પણ આ પદ પર પોતાનું પ્રથમ પગલું આગળ કર્યું છે.
ભાજપમાં કોણ-કોણ છે વસુંધરા રાજેના હરિફ
બીજેપી સૂત્રોના મતે વસુંધરા રાજે સિવાય વિપક્ષના નેતાના પદ માટે ઘણા દાવેદાર છે. તેમાં વિપક્ષના ઉપ નેતા રાજેન્દ્ર રાઠોડ, સતીષ પૂનિયા અને આરએસએસના નજીક મનાતા પૂર્વ શિક્ષા મંત્રી વાસુદેવ દેવનાની પણ સામેલ છે. વસુંધરા રાજે જૂથનું માનવું છે કે જો તેમને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવે તો આ વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતથી તેમના મુખ્યમંત્રી બનવાની સંભાવના ઘણી વધી જશે. બે વખતના સીએમને હાલના દિવસોમાં સતીષ પૂનિયાના નેતૃત્વમાં રાજ્યમાં પ્રતિદિનના કામકાજથી અલગ કરી દીધા છે.
સાલાસર ધામમાં વસુંધરા રાજેના 70માં જન્મ દિવસને લઇને સમારોહ
વસુંધરા રાજેએ ચૂરુ જિલ્લાના સાલાસર ધામમાં 4 માર્ચે મોટા પ્રમાણમાં શક્તિ પ્રદર્શનની જાહેરાત કરી છે. આ વસુંધરા રાજેના 70 વર્ષ પુરા થવાની યાદમાં મનાવનાર સમારોહ છે. જોકે તેમનો જન્મ દિવસ 8 માર્ચે છે પણ આ દિવસે હોળી તે દિવસે આવી રહી છે. જેથી એડવાન્સમાં સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ભાજપના ધારાસભ્ય અને વસુંધરા રાજેના વફાદાર કાલીચરણ સરાફે તાજેતરમાં પત્રકારોને જણાવ્યું હતું કે પાર્ટીના તમામ કાર્યકરોમાં ઉત્સાહ છે. વસુંધરાજી મોટા નેતા હતા, મોટા નેતા છે અને મોટા નેતા રહેશે. તે ખૂબ જ ધાર્મિક પણ છે. જનતાની માંગને કારણે 4 માર્ચે સાલાસર ધામ ખાતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. કાર્યક્રમ જંગી હશે અને અમે એક લાખ લોકોની ભીડની અપેક્ષા રાખીએ છીએ.
આ પણ વાંચો – એક્ઝિટ પોલ 2023 : ત્રિપુરા, નાગાલેન્ડમાં ફરી બીજેપીની સરકાર, મેઘાલયમાં રસપ્રદ મુકાબલો
રાજેના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે વર્તમાન અને ભૂતપૂર્વ ધારાસભ્યો સહિત પક્ષના નેતાઓને સાલાસર ઇવેન્ટ માટે ભીડ એકત્ર કરવા માટે દબાણ કરવામાં આવ્યું છે.
બેઠક વિશે પૂછવામાં આવતા ભાજપના ધારાસભ્ય અને પૂનિયાના સહયોગી રામલાલ શર્માએ કહ્યું કે વસુંધરાજીના કાર્યક્રમને લઈને કોઈ વિવાદ નથી, પાર્ટી તેના વિશે જાણે છે. તેમણે પક્ષમાં મતભેદના આરોપોને પણ નકારી કાઢ્યા હતા. જોકે, સંગોયથી રાજેના કાર્યક્રમના તે જ દિવસે ભાજપે રાજ્યમાં પ્રશ્નપત્ર લીક થવા સામે જયપુરમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે.
વસુંધરા રાજેના હરિફ સતીષ પૂનિયાનો ગૃહ જિલ્લો છે ચૂરુ
સાલાસર ધામ રાજસ્થાનના સૌથી મોટા તીર્થ સ્થળોમાંથી એક છે. ચૂરુ સતીષ પૂનિયાનો ગૃહ જિલ્લો પણ છે. પૂનિયા અને વસુંધરા રાજે હરિફ છે અને સીએમ પદ માટે બન્ને દાવેદાર છે. રાજસ્થાન ભાજપના અધ્યક્ષના રૂપમાં પૂનિયાનો ત્રણ વર્ષનો કાર્યકાળ ગત વર્ષે સમાપ્ત થઇ ગયો હતો પણ તે પદ પર યથાવત્ છે. કારણ કે પાર્ટીએ હજુ સુધી નવા અધ્યક્ષની જાહેરાત કરી નથી. પૂનિયાએ ગત વર્ષે કહ્યું હતું કે આ તેમનો અંગત મત છે કે નેતાઓએ 70 વર્ષની ઉંમરમાં નિવૃત્ત થઇ જવું જોઈએ.
વસુંધરા રાજેએ અગાઉ 2008-2009માં વિરોધ પક્ષના નેતાનું પદ સંભાળ્યું હતું. જોકે ત્યાર પછીની 2009ની લોકસભાની ચૂંટણીમાં રાજસ્થાનમાં ભાજપે ખરાબ પ્રદર્શન કર્યા બાદ અનેક જૂથોએ તેમનો વિરોધ કર્યો હતો અને તેમના રાજીનામાની માંગણી કરી હતી.