પૂર્વોત્તર ભારતના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી પછી હવે બધાની નજર પરિણામ પર છે. 2 માર્ચ ત્રણેય રાજ્યોના પરિણામ જાહેર થશે. આ પહેલા અલગ-અલગ ટીવી ચેનલો અને એજન્સીઓના એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. બધાની નજર ત્રિપુરા પર છે. ત્રિપુરામાં હાલ બીજેપીની સરકાર છે.
ઇન્ડિયા ટૂડે એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ પ્રમાણે ત્રિપુરામાં બીજેપીને 45 ટકા વોટ મળી શકે છે. જ્યારે લેફ્ટ અને કોંગ્રેસ પાર્ટીના ગઠબંધનને 32 ટકા વોટ મળવાનો અંદાજ છે. રાજ્યમાં પ્રથમ વખત ભાગ્ય અજમાવી રહેલી ત્રિપરા મોથા પાર્ટીને 20 ટકા વોટ મળવાનો અંદાજ છે. જ્યારે અન્ય દળોને 3 ટકા વોટ મળી શકે છે.

કઇ પાર્ટીને કેટલી સીટો મળશે?
ઇન્ડિયા ટૂડે એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ પ્રમાણે ત્રિપુરામાં 60 વિધાનસભા સીટોમાંથી બીજેપીને સૌથી વધારે 36થી 45 સીટો મળી શકે છે. રાજ્યમાં લેફ્ટ અને કોંગ્રસ ગઠબંધનને 6-11 સીટો, ત્રિપરા મોથાને 9-16 સીટો મળી શકે છે. રાજ્યમાં અન્ય દળો ખાતું પણ ખોલાવી શકશે નહીં તેવો અંદાજ છે.
ઝી ન્યૂઝ – Matrizeનો એક્ઝિટ પોલ
ઝી ન્યૂઝ – Matrizeના એક્ઝિટ પોલ પ્રમાણે ત્રિપુરામાં બીજેપીને 44 ટકા અને લેફ્ટ-કોંગ્રેસ ગઠબંધનને પણ 44 ટકા વોટ શેર મળવાનો અંદાજ છે. ત્રિપરા મોથાને 11 ટકા વોટ મળી શકે છે. એક્ઝિટ પોલ પ્રમાણે બીજેપી ગઠબંધનને 29થી 36 સીટો મળવાનો અંદાજ છે. જ્યારે લેફ્ટ-કોંગ્રેસ ગઠબંધનને 13 થી 21 સીટો મળવાનો અંદાજ છે. ત્રિપરા મોથાને 11 થી 16 સીટો મળી શકે છે. જ્યારે અન્ય દળોને 0 થી 3 સીટો મળી શકે છે.

આ પણ વાંચો – મહારાષ્ટ્ર પોલિટિક્સ : ઉદ્ધવ ઠાકરે જૂથ પર નરમ પડી રહ્યું છે ભાજપ? શું હોઇ શકે છે કારણ
મેઘાલયમાં રસપ્રદ મુકાબલો
આજ તક એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં મેઘાલયમાં સત્તામાં રહેલી નેશનલ પીપુલ્સ પાર્ટી (એનપીપી)ને સૌથી વધારે 18થી 24 સીટો મળવાનો અંદાજ છે. બીજેપીને 4 થી8 સીટ, તૃણમુલ કોંગ્રેસને 5 થી 9 સીટ, યૂડીપીને 8 થી 12 સીટો, કોંગ્રેસને 6 થી 12 સીટો અને અન્યને 4 થી 8 સીટો મળી શકે છે.

ઝી ન્યૂઝના એક્ઝિટ પોલ પ્રમાણે સત્તામાં રહેલી નેશનલ પીપુલ્સ પાર્ટી (એનપીપી)ને સૌથી વધારે 21થી 26 સીટો મળવાનો અંદાજ છે. બીજેપીને 6 થી 11 સીટ, તૃણમુલ કોંગ્રેસને 8 થી 13 સીટ, કોંગ્રેસને 3 થી 6 સીટો અને અન્યને 10 થી 19 સીટો મળી શકે છે.
નાગાલેન્ડમાં ફરી બીજેપી ગઠબંધનની સરકાર
આજ તક એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલના મતે નાગાલેન્ડમાં ફરી એનડીપીપી અને બીજેપી ગઠબંધનની સરકાર બનશે. આ ગઠબંધનને 38થી 48 સીટો મળી શકે છે. કોંગ્રેસને 1 થી 2, એનપીએફને 3 થી 8 સીટો મળી શકે છે. અન્યને 5 થી 15 સીટો મળી શકે છે.

ઝી ન્યૂઝ – Matrizeના એક્ઝિટ પોલ પ્રમાણે નાગાલેન્ડમાં એનડીપીપી અને બીજેપી ગઠબંધનની સરકાર બનવા જઇ રહી છે. બીજેપી ગઠબંધનને 35થી 43 સીટો મળી શકે છે. કોંગ્રેસને 1 થી 3, એનપીએફને 2 થી 5 સીટો મળી શકે છે. અન્યને 6 થી 11 સીટો મળી શકે છે.