Nitish Kumar met Delhi Chief Minister Arvind Kejriwal : લોકસભા ચૂંટણીને લઈને વિપક્ષે પોતાની તૈયારીઓ ઝડપી બનાવી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. છેલ્લા કેટલાક અઠવાડિયામાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સાથે નીતિશ કુમારની આ બીજી મુલાકાત છે. તમને જણાવી દઈએ કે નીતિશ કુમાર દિલ્લીની યાત્રા પર છે. આ સમય દરમિયાન અરવિંદ કેજરીવાલ સાથેની તેમની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે કેન્દ્ર સરકારના અધ્યાદેશ પર ચર્ચા થઈ અને નીતિશ કુમાર અમારા પક્ષમાં ઉભા છે. અરવિંદ કેજરીવાલે ફરી એકવાર કહ્યું કે જો રાજ્યસભામાં તમામ પક્ષો એક સાથે આવે અને અધ્યાદેશ પાસ ન થાય તો તેનાથી સંદેશ જશે કે પીએમ નરેન્દ્ર મોદીને 2024માં હરાવી શકાય છે.
આજે નીતિશ જી સાથેની બેઠકમાં કેજરીવાલે કહ્યું હતું કે તેઓ દિલ્હીની તરફેણમાં સુપ્રીમ કોર્ટના આદેશને નકારી કાઢતા કેન્દ્ર દ્વારા અધ્યાદેશ લાવવાના મુદ્દે દિલ્હીની જનતાની સાથે ઉભા છે. જો કેન્દ્ર આ અધ્યાદેશને બિલના રૂપમાં લાવે છે તો પછી જો તમામ બિન-ભાજપી પક્ષો એક સાથે આવે છે તો રાજ્યસભામાં તેમની હાર થઈ શકે છે. જો આમ થશે તો 2024માં ભાજપની સરકાર ખતમ થઇ જશે તેવો સંદેશ જઇ શકે છે.
આ પણ વાંચો – કોંગ્રેસે કર્ણાટકના શપથ ગ્રહણ સમારોહને શક્તિ અને વિપક્ષની એકતાના પ્રદર્શનમાં ફેરવો દીધો
બેઠક બાદ નીતિશ કુમારે કહ્યું કે અમે દેશમાં વિપક્ષોને એકજૂથ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ચૂંટાયેલી સરકારને આપવામાં આવેલી સત્તા કેવી રીતે છીનવી શકાય? તે બંધારણની વિરુદ્ધ છે. અમે અરવિંદ કેજરીવાલની સાથે ઉભા છીએ. અમે દેશની તમામ વિપક્ષી પાર્ટીઓને એક સાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
શનિવારે મુખ્યમંત્રી નીતિશ કુમાર કર્ણાટકના બેંગલુરુ પહોંચ્યા હતા. જ્યાં તેમણે સીએમ સિદ્ધારમૈયાના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. આ પછી તેમણે દિલ્હી આવીને અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે નીતીશ કુમાર દિલ્હીમાં વધુ વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરી શકે છે. નીતિશ કુમાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે પણ મુલાકાત કરી શકે છે.